December 20, 2025
લાઈફ સ્ટાઈલ

બીમારીઓથી દૂર રહેવું હોય તો આટલી ઔષધિઓનું સેવન કરી જુઓ

Spread the love

દરેક વ્યક્તિ નાની-મોટી બીમારીથી પરેશાન હોય છે, જેમાં વધતી ઉંમર પછી મેડિકલ ઘર કરી જાય છે. વધારે પડતી દવાનું સેવન કરવાનું નુકસાનકર્તા રહે છે. આરોગ્ય સંબંધિત બીમારીઓને દૂર કરવા માટે અમુક ગુણકારી પાંદડાનું સેવન કરવાથી ફાયદો થાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે અમુક ઔષધીઓનું સેવન કરવાથી આરોગ્ય માટે ગુણકારી રહે છે.

સૌથી પહેલા તો ગિલોયનું સેવન કરવું જોઈએ, જે શરીર માટે લાભદાયક રહે છે. ગિલોયના સેવનથી તમારી ઈમ્યુન સિસ્ટમને બુસ્ટ કરે છે અને ડેન્ગ્યૂ જેવી બીમારીને પણ ભગાડવામાં મદદ કરે છે. રોજ સવારે તેના પાંદડાના પાણી પીવાનું ફાયદાકારક રહે છે. જો તમને તાવ આવતો હોય તો ગિલોયના કાઢાનું સેવન કરવું જોઈએ. ઉપરાંત, તમારે જવાન દેખાવા માટે પણ ગિલોયનું સેવન કરવું જોઈએ. પાંચનતંત્રને મજબૂત રાખવા માટે પણ ગિલોયનું સેવન કરવાનું અસરકારક છે.

શતાવરી હિમાલયના વિસ્તારોમાંથી મળી આવતી જડી-બુટ્ટી છે. ભારતમાં શતાવરીને વસંત ઋતુની શાકભાજી તરીકે ઓળખાય છે. લો કેલરીવાળો આહાર છે. એકથી બે મીટર લાંબી શતાવરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. વજન ઘટાડવા માટે શતાવરી મદદરુપ થાય છે, જ્યારે તેના સેવનથી ત્વચામાં પણ નિખાર આવે છે. નિયમિત રીતે સેવન કરવાથી આંતરડા અને પેટમાં ઊભી થનારી સમસ્યાને દૂર કરી શકે છે. શારીરિક ક્ષમતાને વધારવા માટે તેનું સેવન કરવાનું લાભદાયક રહે છે. શતાવરીનું પાણી પીવાથી માંસપેશીઓને મજબૂત બનાવે છે.શઉપયોગથી બાળકમાં કરોડરજ્જુ સંબંધિત સમસ્યા ઉદ્દભવતી બ્રાહ્મીના પાંદડા પણ શરીર માટે ફાયદાકારક છે. બ્રાહ્મીમાં એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટિ-એજિંગથી ભરપૂર રહે છે. બ્રાહ્મીમાં અલ્ઝાઈમર અને સુગરને ઘટાડવામાં મદદ મળે છે. શરીરમાં સોજા આવતા હોય તો તેનું સેવન કરવાથી ફાયદો થાય છે.

હળદરનું સેવન પણ ફાયદાકારક રહે છે. અમુક પરિવાર તો ઘરમાં પણ વાવતા હોય છે. હળદરનું સેવન પણ અનેક બીમારીઓને દૂર કરે છે, તેનાથી ફાયદો થાય છે. પાચન સંબંધિત સમસ્યાને દૂર કરે છે. આ ઉપરાંત, કંઈ વાગ્યું હોય કે ઘા હોય તો તેના પર લગાવવાથી ફાયદો થાય છે.

કાલમેઘનું સેવન કરવાનું શરીર માટે ફાયદાકારક છે. સ્વાદમાં કડવો પણ ઔષધીય ગુણોથી ભરપુર રહે છે, જેને બિટર કા રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. કાલમેઘનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે ગેસ, લિવર સંબંધિત બીમારીને દૂર કરવામાં મદદ કરે છે. કાલમેઘમાં એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ ઓક્સિડન્ટ સિવાય મલેરિયા સહિત અન્ય બીમારીને દૂર કરવા માટે તેનું સેવન ગુણકારી રહે છે. ઉપરાંત, કાલમેઘમાં ડાયબિટિસને નિયંત્રણમાં લાવવાની સાથે એન્ટિ-ક્લોટિંગનો ગુણ ધરાવે છે, જે વ્યક્તિના રક્તસંચારને નિયમિત બનાવવાનું કામ કરે છે, તેથી હૃદયને મજબૂત રાખવાનો પણ ગુણધર્મે ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!