7 વર્ષ પહેલા ઈન્ડસ્ટ્રીમાં કરી એન્ટ્રી પણ 1 જ ફિલ્મથી બની ગઈ ટોચની અભિનેત્રી, જાણો કોણ છે?
બોલીવુડની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક આઉટસાઈડર કલાકારો આવેલા છે, જે પોતાની જાતમહેનત અને ટેલેન્ટના આધારે ઓળખ બનાવી છે. આજે વાત કરીએ એવી અભિનેત્રીને જે ઈન્ડસ્ટ્રીમાં સાત વર્ષ પહેલા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી હતી, પરંતુ એક જ ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં પોતાના નામના સિક્કા છાપી રહી છે. માન્યામાં વાત આવતી ન હોય તો જણાવી દઈએ કે 850 કરોડની બ્લોકબસ્ટર ફિલ્મ આપી ચૂકી છે અને એ અભિનેત્રી તૃપ્તિ ડિમરી છે.

પોતાની કારકિર્દીની શરુઆત સાત વર્ષ પહેલા થઈ હતી. આજની તારીખે પોતાની કારકિર્દીમાં અનેક હીટ ફિલ્મો આપી છે, જ્યારે અનેક બ્લોકબસ્ટર ફિલ્મનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડના ગઢવાલમાં જન્મેલી તૃપ્તિ ડિમરીએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. દિલ્હી યુનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યા પછી પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ)માં એક્ટિંગમાં ભણી, ત્યારબાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શરુઆત કરી હતી. તૃપ્તિએ 2017માં સૌથી પહેલી ફિલ્મ પોસ્ટર બોયઝમાં કામ કર્યું હતું. અત્યાર સુધીમાં તૃપ્તિએ આઠ ફિલ્મોમાં કામ કર્યું છે.
તૃપ્તિએ આઠ ફિલ્મોમાં કામ કરવા સાથે ઈન્ડસ્ટ્રીમાં આગવી ભૂમિકાને લઈ નામ પણ કમાવ્યું છે. તૃપ્તિની ફિલ્મોમાં લૈલા મજનૂ, બુલબુલ, કલા, એનિમલ, ભૂલ ભુલૈયા, બેડ ન્યૂઝ અને વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયોનો સમાવેશ થાય છે. તૃપ્તિ ડિમરીએ આમ તો લૈલા મજનૂ, બુલબુલ અને કલા જેવી શાનદાર ફિલ્મોમાં પોતાની દમદાર ભૂમિકાનો પરિચય કરાવ્યો હતો.
આમ છતાં રણબીર કપૂરની ફિલ્મ એનિમલમાં મજબૂત અભિનયને કારણે તૃપ્તિએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ. બીજી વાત કરીએ તો એનિમલ ફિલ્મમાં બોલ્ડ અને એડલ્ટ સીનને કારણે લોકોએ તેના અભિનયની પણ નોંધ લીધી હતી. સોશિયલ મીડિયા પર પણ રાતોરાત લાખો લોકો તેના ચાહકો બની ગયા છે. દિગ્ગજ કલાકારો જ નહીં, પણ ડાયરેક્ટ પણ તેને લઈ કામ કરવા તૈયાર છે.
પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને લઈ તૃપ્તિ લાઈમલાઈટમાં રહે છે. તૃપ્તિ બિઝનેસમેન સેમ મર્ચંટને લઈને ચર્ચામાં રહે છે. બંને હંમેશાં વેકેશન પર સાથે જોવા મળે છે, જ્યારે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામની તસવીરો લઈને ચર્ચામાં આવી હતી. તૃપ્તિ તાજેતરમાં ઈંગ્લેન્ડના કોટ્સવોલ્ડસમાં વેકેશન મનાવતી જોવા મળી હતી. આમ છતાં બંનેએ અત્યાર સુધીમાં પોતાના સંબંધોને લઈ કોઈએ ફોડ પાડ્યો નથી, જ્યારે આ જોડીને પણ લોકોએ પસંદ કરી છે.
