March 21, 2026
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

ટ્રમ્પની ભારતને ખુલ્લી ચીમકી: રશિયા પાસેથી તેલ ખરીદવા પર 500% ટેરિફની લટકતી તલવાર

Spread the love

500 percent tariff

બ્રિક્સ દેશો પર અમેરિકાનું દબાણ: શેરબજારમાં અફડાતફડી અને રોકાણકારોના કરોડો ડૂબવાની ભીતિ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા પછી અનેક દેશ સામે ખુલ્લેઆમ મોરચો ખોલ્યો છે. હવે ભારતને પણ લપેટમાં લીધું છે. ભારત અને ચીન પર પનિશમેન્ટ ટેરિફ લાદવાની ખુલ્લીઆમ ચીમકી આપી છે. બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચીન સહિત દેશોને નુકસાન પહોંચાડવાનો ઉદ્દેશ ટ્રમ્પનો છે. આ ઉદ્દેશ અન્ય દેશની સાથે ભારત પર નુકસાન થઈ શકે છે, કારણ કે બ્રિક્સ ગ્રુપમાં ભારતનો મહત્ત્વનો દેશ છે, કારણ કે આ વર્ષમાં ભારત બ્રિક્સની અધ્યક્ષતા નેતૃત્વ કરવાનું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા વિરુદ્ધ કડક પ્રતિબંધો સંબંધિત એક બિલને મંજૂરી આપી છે અને બિલનું નામ છે સેક્શનિંગ રશિયા એક્ટ 2025. બિલમાં રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશમાં ખાસ ભારત, ચીન અને બ્રાઝિલ પર 500 ટકા ટેરિફ લાદવાની જોગવાઈ કરી છે. અમેરિકા ટેરિફના બહાને ભારત, ચીન, રશિયા જ નહીં, પરંતુ યુરોપિયન દેશ સહિત અન્ય રાષ્ટ્રો પર દબાણ લાવવાની વેતરણમાં છે. ટેરિફના નામે ટ્રમ્પ ટેરર તો ફેલાવે છે, પણ સરકારની તિજોરી પણ ભરી રહ્યા છે.

અમેરિકાનું એક જ રટણ અને એક આરોપ લગાવી રહ્યું છે કે યુક્રેન સામે યુદ્ધ લડવામાં રશિયાને અન્ય દેશ આર્થિક મદદ કરી રહ્યા છે, જેમાં ભારતનું નામ પહેલું લે છે. ભારત રશિયા પાસેથી કેટલું તેલ લે છે એનો ક્યારેય ઉલ્લેખ પણ કરતું નથી. અમેરિકન સંસદમાં બિલને આગામી સપ્તાહે રજૂ કરવામાં આવશે. આગામી અઠવાડિયા દરમિયાન સંસદમાં વોટિંગ કરવામાં આવશે. લિંડસે ગ્રેહામના દાવા અનુસાર બિલને અગાઉથી 80 ટકા સાંસદોએ મંજૂરી મળી છે. એટલે સેનેટમાં પાસ થવામાં કોઈ મુશ્કેલી નહીં આવે, પણ જો પાસ કરવામાં આવ્યા પછી બ્રિક્સ દેશનું સંકટ વધી શકે છે. એટલે આગામી સપ્તાહ દરમિયાન માર્કેટમાં અફડાતફડીના માહોલનું નિર્માણ થશે.

શેરબજારમાં અસ્થિરતાનો માહોલ
ભારત પર અમેરિકાએ 25 ટકા ટેરિફ લાદ્યો છે. રશિયા પાસેથી ઓઈલ ખરીદવાને કારણે બીજા 25 ટકા ટેરિફ લાગ્યો છે. અમેરિકા ટેરિફ ઘટાડીને પંદર ટકા કરે એવી ભારત અપેક્ષા રાખી રહ્યું છે, પરંતુ એનાથી વધુ ટેરિફ લાદીને ભારત સરકારની ઊંઘ હરામ કરી છે. ભારત પર 500 ટકા ટેરિફની દહેશતથી ગુરુવારે માર્કેટમાંથી નવ લાખ કરોડ રુપિયા રોકાણકારોએ ગુમાવ્યા હતા, જ્યારે આગામી અઠવાડિયા દરમિયાન વધુ કફોડી હાલત થઈ શકે છે. નકારાત્મક માહોલમાં પણ રોકાણકારોએ સમજી વિચારીને માર્કેટમાં રહેવું કે નહીં એ નક્કી કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!