December 20, 2025
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

ગાઝા પીસ સમિટમાં ટ્રમ્પે મોદીના કર્યા વખાણ, શરીફને ‘ઓપરેશન સિંદૂર’ પણ યાદ આવી ગયું…

Spread the love

ઈજિપ્તમાં યોજાયેલી ગાઝા પીસ સમિટમાં અમેરિકન રાષ્ટ્રપતિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી, તેમાંય વળી જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ બાજુમાં ઊભા રહ્યા હતા ત્યારે નિવેદન આપ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે શાહબાઝ શરીફની ઉપસ્થિતિમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાન બહુ સારી રીતે રહી શકે છે.

પીસ સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના દેશો જ્યાં શાંતિની વાત કરવા આવ્યા હતા, ત્યાં પાકિસ્તાનના વડા પ્રધાનની હાજરીમાં ટ્રમ્પે કહ્યું હતું કે ભારત એક મહાન દેશ, જ્યારે તેનું નેતૃત્વ મારા દોસ્ત છે, જેઓ શાનદાર કામ કરી રહ્યા છે. એના પછી સૌથી મોટી વાત એ હતી કે ટ્રમ્પની પાછળ ઊભા રહેલા પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફને સવાલ કરીને પૂછ્યું હતું કે બરાબર છે? એના પછી શરીફ હસીને માથુ હલાવીને હાનો ઈશારો કરીને સકારાત્મક જવાબ આપ્યો.


ગાઝામાં શાંતિ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે પાકિસ્તાનના પીએમે કહ્યું હતું કે સાતથી દસમી મેના ડરામણી રાત પણ યાદ આવી હતી. શાહબાઝ શરીફ ટ્રમ્પની સમક્ષ કહ્યું હતું કે જો આ મહાશય ના હોત તો ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધમાં ખબર નહોતી કે કોણ જીવતું રહ્યું હોત? શાહબાઝ શરીફને ઈજિપ્તમાં ઓપરેશન સિંદૂર યાદ આવી ગયું હતું અને કહ્યું હતું કે ટ્રમ્પે જો કોઈ દખલ કરી ના હોત ખબર નહોતી કે આજે કોણ જીવતું રહ્યું હોત, કારણ કે બંને દેશ ન્યુક્લિયર પાવર ધરાવે છે.

ભારત-પાકિસ્તાન સંબંધો સુધારવા માટે ટ્રમ્પનું આહ્વાન શાહબાઝ શરીફના ઇજિપ્તમાંના એ નિવેદન પછી આવ્યું છે જેમાં તેમણે બંને દેશો વચ્ચે યુદ્ધ અટકાવવા માટે અમેરિકન રાષ્ટ્રપતિને શ્રેય આપ્યો હતો. આ અગાઉ ટ્રમ્પ પણ દાવો કરી ચૂક્યા છે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ પોતાના કહેવાથી થયું હતું, જ્યારે ભારતે વારંવાર ટ્રમ્પના દાવાને ફગાવ્યા હતા, જેમાં કહ્યું હતું કે યુદ્ધવિરામ દ્વિપક્ષીયસ્તરે સમજૂતીથી થયું હતું.

ભારતની સામે વારંવાર ઝેર ઓકનારા પાકિસ્તાનના વડા પ્રધાને ટ્રમ્પની વાતમાં સહમતિ આપીને એક વાત પણ સ્પષ્ટ કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં ભારતના આક્રમક જવાબને કારણે મુશ્કેલીનું નિર્માણ થયું હોત. આ સંજોગોમાં ભારત સાથે પાકિસ્તાનને શાંતિપૂર્વક રહેવામાં સૌની ભલાઈ છે.
અહીં એ જણાવવાનું કે ગાઝા પીસ સમિટ ઈજિપ્તના શર્મ એલ શેખ શહેરમાં આયોજન થયું હતું. અહીં લાલ દરિયાકિનારા પર એક રિસોર્ટ આવેલો છે, જ્યાં પહેલા ઈઝરાયલ-પેલેસ્ટાઈન શાંતિ સમજૂતી માટે યજમાની કર્યું હતું. 2023થી ચાલી રહેલું ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ રોકવા અને શાંતિ પ્રક્રિયા વધુ મજબૂત કરવાનો ભાગ હતો. સમિટનો ઉદ્દેશ ટ્રમ્પ પીસ પ્લાનને ઔપચારિક રુપ આપવાનો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!