ટ્રમ્પનું નવું ટેરિફ યુદ્ધ: ઈરાન સાથેના સંબંધોને કારણે શું ભારત પર 75% ટેરિફ લાગશે?
રશિયા બાદ હવે ઈરાનને નિશાન બનાવતા ટ્રમ્પ: ભારત-ઈરાન વેપાર અને ચાબહાર પોર્ટ પર સંકટને તેડું

વેનેઝુએલા પછી ઈરાન પર પોતાનું વર્ચસ્વ જમાવવાની વેતરણમાં છે. રશિયાને કારણે ભારત પર 25 ટકા વધુ ટેરિફ લેનારા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઈરાનમાં હિંસક સ્વરુપને ડામવાને નામે ખામેની સરકારનું પતન કરવાની યોજના છે. સેંકડો લોકોના મોત વચ્ચે આજે પણ હિંસક તોફાનો-પ્રદર્શનને લગભગ બે અઠવાડિયા થયા છે. હિંસા રોકવાને નામે અમેરિકાએ તો જાહેરમાં ઈરાનની અનેક વખત ચેતવણી આપી છે. ખામેનીએ પણ બાંયો ચઢાવી છે, ત્યારે ઈરાનના સાથી ટ્રેડ પાર્ટનર પર પણ વધુ 25 ટકા ટેરિફ લેવાની ધમકી આપી છે.
ઈરાનના ભાગીદાર રાષ્ટ્રને મોટો ફટકો
ઈરાન પર પોતાનું વર્ચસ્વ જમાવવા મથતા અમેરિકાની મેલી મુરાદ ધીમે ધીમે બહાર આવી રહી છે. અમેરિકાએ કહ્યું છે કે ઈરાન સાથે વેપાર કરનારા દેશોને પણ ચેતવણી આપી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ મારફત જણાવ્યું છે કે અમેરિકા હવે ઈરાન સાથે વેપાર કરનારા કોઈ પણ દેશ પર 25 ટકા ટેરિફ લગાવશે. એના પછી હવે અટકળો વહેતી થઈ શકે છે કે ભારત પર પચાસ ટકાને બદલે 75 ટકા ટેરિફ થઈ શકે છે. બીજી ઈરાનના ભાગીદાર રાષ્ટ્ર ચીન, ભારત સહિત અન્ય રાષ્ટ્ર પર સૌથી મોટી અસર થઈ શકે છે.
વધુ 25 ટકા ટેરિફ લાદવાથી મુશ્કેલી
ઈરાન પર પ્રતિબંધો લાદવા માટે મક્કમ બનેલા ટ્રમ્પ ગમે ત્યારે યુદ્ધ જાહેર કરી શકે છે કે ખામેનીને ઉઠાવી શકે તો નવાઈ નહીં. રશિયા સામેના આક્રમક વલણ પછી હવે ઈરાન નિશાન પર છે, તેથી તેની સાથેના સાથી રાષ્ટ્રો પર વધુ પચીસ ટકા ટેરિફની ધમકી લગાવી છે, જેનાથી ટ્રમ્પે ટેરિફ વોરની નીતિ ખુલ્લેઆમ જાહેર કરી છે, જે સીધી રીતે નહીં તો ટ્રેડના નામે વોર જાહેર કર્યું છે.
2019થી ભારતમાં ઓઈલની આયાત બંધ
ભારત પર તો અગાઉથી રશિયન ઓઈલની ખરીદી કારણે ટેરિફનો વધારો ઝીંકાયો છે. હવે ઈરાનને ટ્રમ્પે નવી ધમકી આપી છે, તેથી ભારત પર આડકતરી રીતે 75 ટકા ટેરિફ પહોંચવાની શંકા છે. જોકે, અમેરિકાના પ્રતિબંધો પછી ભારતમાં ઈરાનથી તેલની આયાત 2019થી બંધ છે. એનો સીધો અર્થ એ છે કે આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ અથવા કોઈ પણ ખાનગી રિફાઈનરી ઈરાનથી ઓઈલની ખરીદી કરી રહ્યું નથી, પરંતુ એના સિવાય આયાત-નિકાસ ચાલુ છે.
રશિયા પછી ચીન પરોક્ષ રીતે ટાર્ગેટ
હવે ઈરાન-ભારત વચ્ચેના ટ્રેડની વાત કરીએ તો 2024-25 વર્ષમાં ભારત-ઈરાન દ્વિપક્ષીય વેપાર લગભગ 1.68 અબજ ડોલરની સપાટીએ પહોંચ્યો હતો, જેમાં ભારતે 1.24 અબજ ડોલરની નિકાસ તથા 0.44 અબજ ડોલરની આયાત કરી હતી, પરિણામે 0.88 અબજ ડોલરની ટ્રેડ સરપ્લસ થઈ હતી. આમ છતાં જો સંકટ વધ્યું તો ચાબહાર પોર્ટ પર ટ્રેડમાં રોક આવી શકે છે.
મૂળ વાત ઈરાનની તો ઈરાનની ઈકોનોમી તેલ અને ગેસ પર નિર્ભર છે. પ્રતિબંધો પછી મોટી અસર ચીન પર પડી શકે છે. કારણ કે તેલની નિકાસ 70 ટકાથી વધુ ચીનમાં થાય છે. રશિયા પછી ચીનની કમર ભાંગવા માટે અમેરિકાએ ટ્રેડ-ટેરિફનો આશરો લીધો છે, પરંતુ આ ખુલ્લેઆમ ટ્રેડ વોરના એંધાણ છે એ હકીકત છે, જેનું ભવિષ્યમાં મોટું સંકટ ઊભું થઈ શકે છે.
