February 25, 2026
ટોપ ન્યુઝ

ટ્રમ્પનો નવો દાવો: ઓપરેશન સિંદૂર રોકીને મેં ૩.૫ કરોડ લોકો બચાવ્યા…

Spread the love

ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધ ટાળ્યાનો ટ્રમ્પનો દાવો, જ્યારે ભારતે મધ્યસ્થીની વાત નકારી હતી

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી નવો દાવો કર્યો છે અને કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું પરમાણુ યુદ્ધ સહિત આઠ યુદ્ધ રોકયા હતા. સ્ટેટ ઓફ ધ યુનિયનને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે નવો દાવો કર્યો છે કે ભારતના ઓપરેશન સિંદૂરને રોકીને 3.5 કરોડ લોકોનો જીવ બચાવ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે જો તેમને હસ્તક્ષેપ કર્યો ન હોત તો ગયા વર્ષના ઓપરેશન સિંદૂરમાં 3.5 કરોડ લોકોએ જીવ ગુમાવ્યા હોત.

ટ્રમ્પનું આ નિવેદન ભારતએ મે 2025માં ચાર દિવસના પાકિસ્તાન સામેના સંઘર્ષમાં પડોશી દેશને ઘૂંટણિય લાવ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં પોતાના પહેલા દસ મહિનામાં કમ્બોડિયા-થાઈલેન્ડ સહિત આઠ યુદ્ધ રોક્યા એ મજાકની વાત નથી. પાકિસ્તાન અને ભારતની વચ્ચે પરમાણુ યુદ્ધ પણ થઈ શક્યું હોત.
આ સંજોગોમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે મને હસ્તક્ષેપ કરવા કહ્યું હતું અને જો મેં મધ્યસ્થી કરી ના હોત તો 3.5 કરોડ લોકોએ જીવ ગુમાવ્યા હોત. ટ્રમ્પે તેમના બીજા કાર્યકાલમાં સ્ટેટ ઓફ ધ યુનિયનના સંબોધનમાં પોતાની સિદ્ધિઓ ગણાવતા નવો દાવો કર્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે જે યુદ્ધ રોકાવ્યા, તેમાં ઈઝરાયલ-હમાસ, ઈઝરાયલ-ઈરાન, ઈજિપ્ત-ઈથિયોપિયા, ભારત-પાકિસ્તાન, સર્બિયા-કોસોવો, રવાન્ડા-કોંગો, આર્મેનિયા-અઝરબૈજાન, કમ્બોડિયા-થાઈલેન્ડનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાર દિવસના સંઘર્ષ દરમિયાન બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, ભારત સરકારે આ મુદ્દે ક્યારેય ટ્રમ્પને શ્રેષ આપ્યું નથી. સંઘર્ષ રોકવા માટે ટ્રમ્પની ભૂમિકા અંગે વિદેશ પ્રધાન એસ જયશંકરે પણ ઈનકાર કર્યો હતો.

એસ જયશંકરને પાકિસ્તાન સામેના લશ્કરી કાર્યવાહીમાં અમેરિકા ક્યાં હતું, ત્યારે તેમણે વ્યૂહાત્મક જવાબ આપતા વિદેશ પ્રધાને યુએસ, યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકામાં હતું. તેમના જવાબનો અર્થ એ હતો કે ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ ભૂમિકા નહોતી.
ઉપરાંત, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પણ યુદ્ધવિરામમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકાને પણ નકારી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશનના હોટલાઈન પર ભારતીય અધિકારીનો સંપર્ક કર્યો હતો અને સંઘર્ષ ખતમ કરવા માટે અનુરોધ કર્યો હતો, જેના કારણે યુદ્ધવિરામની સમજૂતી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!