March 11, 2026
ટોપ ન્યુઝબિઝનેસ

ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત: રિલાયન્સ અમેરિકામાં સ્થાપશે ઓઈલ રિફાઈનરી

Spread the love

ટેક્સાસમાં $300 અબજનું રોકાણ; 50 વર્ષ પછી અમેરિકામાં બનશે નવી રિફાઈનરી

ઈરાન સામેના યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકામાં 50 વર્ષ પછી નવી ઓઈલ રિફાઈનરી બની રહી છે. ભારતની ઓઈલ રિફાઈનરી જાયન્ટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટેક્સાસમાં 300 અબજ ડોલરના ખર્ચે નવી ઓઈલ રિફાઈનરીનું નિર્માણ કરશે. ટ્રમ્પે જાહેરાત કરતા જણાવ્યું કે અમેરિકાના ઈતિહાસમાં ઐતિહાસિક ડિલ છે, જેનાથી અમેરિકાના ઊર્જાના ઉત્પાદનમાં મોટો ફાયદો થશે.

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ યોજનાની જાહેરાત કરતા જણાવ્યું કે ટેક્સાસના બ્રાઉનસવિલેમાં નિર્માણ થનારી ઓઈલ રિફાઈનરી પહેલી હશે, જેમાં ભારતની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મોટું રોકાણ કરશે.

સોશિયલ મીડિયા પર લખતા ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા ફર્સ્ટ રિફાઈનિંગ ટેક્સાસના બ્રાઉનસવિલેમાં છેલ્લા પચાસ વર્ષમાં બનનારી સૌથી પહેલી નવી અમેરિકન ઓઈલ રિફાઈનરી શરુ કરી રહી છે, જે ડિલ 300 અબજ ડોલરની યોજના છે. આ રોકાણથી અમેરિકાને મોટો ફાયદો થશે, પરંતુ આ ડિલ અંગે હજુ સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે સમર્થન પણ મળ્યું નથી.

ટ્રમ્પના દાવા અનુસાર આ રિફાઈનરી બ્રાઉનસવિલે પોર્ટ પર બનાવવામાં આવશે, જે ખાડીના કિનારાનું મહત્ત્વપૂર્ણ શિપિંગ હબ છે. આ રિફાઈનરીના નિર્માણથી ઈંધણનો પર્યાપ્ત સ્ટોક મળશે, જ્યારે અમેરિકાની વૈશ્વિક ઊર્જા નિકાસમાં પણ વધારો થશે. નવી રિફાઈનરીથી અમેરિકન માર્કેટને ઇંધણ મળશે, જ્યારે તેનાથી રાષ્ટ્રીય સુરક્ષામાં પણ વધારો થશે. અમેરિકાના તેલના ઉત્પાદનમાં વધારાની સાથે અર્થવ્યવસ્થામાં અબજો ડોલરનો ફાયદો પણ થશે. અમેરિકામાં છેલ્લા દોઢ દાયકાથી શેલ ક્રાંતિને કારણે તેલ ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ નથી, પરંતુ નવી કંપનીના રોકાણથી ઉત્પાદન વધી શકે છે, પરંતુ પર્યાવરણ સંબંધિત પડકારો અકબંધ રહેશે.

અમેરિકા ફર્સ્ટ પોલિસી સંબંધિત થશે રોકાણ

. અમેરિકા ફર્સ્ટ નીતિ અન્વયે બ્રાઉનસ્વિલમાં રિફાઈનરી બનાવાશે
. રાષ્ટ્રીય સુરક્ષામાં વધારો થવાની સાથે દેશમાં નવી રોજગારી વધશે
. ઊર્જા ઉત્પાદનમાં વધારાની સાથે સ્વચ્છ રિફાઈનરી બનાવવાનું લક્ષ
. આ યોજનાનો ભાગ એલિમન્ટ ફ્યુઅલ્સ અંતર્ગત રોકાણ કરી શકાય
. રિફાઈનરીન ઉત્પાદન ક્ષમતા રોજના 1.6 લાખ બેરલની ક્ષમતા હશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!