July 1, 2025
એસ્ટ્રોલોજી

કુંભ રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ છ રાશિઓ પર થશે પૈસાનો વરસાદ…

Spread the love

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચરને વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે અને આ ગોચરથી અમુક રાશિના જાતકોને લાભ થાય છે તો અમુક રાશિના જાતકોને તેનાથી નુકસાન પણ થાય છે. પરંતુ આજે અમે અહીં તમને એવા એવા એક યોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને કારણે છ રાશિના જાતકોને અપરંપાર ફાયદો થઈ રહ્યો છે. આવો જોઈએ કયો છે આ યોગ અને કઈ રાશિઓને તેનાથી લાભ થઈ રહ્યો છે-

એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 11મી ફેબ્રુઆરીના ગ્રહોના રાજકુમાર બુધે કુંભ રાશિમાં ગોચર કર્યું છે અને એના બીજા દિવસે સૂર્યએ કુંભ રાશિમાં ગોચર કર્યું હતું. ન્યાયના દેવતા શનિ તો પહેલાંથી જ કુંભ રાશિમાં બિરાજમાન છે. જેને કારણે કુંભમાં બુધ, સૂર્ય અને શુક્રની યુતિ થઈ રહી છે, જેને કારણે ત્રિગ્રહી યોગનું નિર્માણ થઈ રહી છે.

મેષઃ મેષ રાશિના જાતકો માટે આ યોગ ખૂબ જ શુભ રહેશે. વેપારી દ્રષ્ટિએ પણ આ રાશિના જાતકોને લાભ થઈ રહ્યા છે. આ સમયગાળો મેષ રાશિના જાતકો માટે લાભદાયી નિવડશે. આવકમાં વૃદ્ધિ થશે અને બચત પણ કરી શકશો.

વૃષભઃ વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય, બુધ અને શનિની આ યુતિ શુભ પરિણામ લઈને આવશે. આર્થિર લાભ થશે. રોકાણ સંબંધિત યોજનાઓ તમને ભવિષ્યમાં પણ લાભ કરાવશે. પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે.

મિથુનઃ મિથુન રાશિના જાતકોને આકસ્મિત ધનલાભ થશે. કરિયરમાં પણ સફળતા મળશે. નોકરીમાં નવી નવી તક મળશે. બિઝનેસમાં પણ નફો થતાં તમારું મન પ્રસન્ન રહેશે. મોટા નુકસાનથી બચશો. જે કામ કરશો તેમાં સફળતા મળશે.

સિંહઃ સિંહ રાશિના જાતકોને ત્રિગ્રહી યોગથી શુભ ફળ મળશે. આ સમય વિદ્યાર્થીઓ માટે સારો રહેશે. પ્રમોશન કે પગારવધારો મળશે. આર્થિક મોરચે પણ તમામ કામમાં સફળતા મળશે. એક કરતાં વધુ સ્રોતમાંથી આવક થશે.

ધનઃ ધન રાશિના જાતકોને આ સમયે સારો એવો લાભ થશે. જીવનમાં સકારાત્મકતા વધશે. કરિયર અને આર્થિક મોરચે નિરાંત અનુભવાશે. જે પણ કામ હાથમાં લેશો તેમાં તમને સફળતા મળશે. સંતાન તરફથી સારા સમાચાર સાંભળવા મળશે.

કુંભઃ કુંભ રાશિના જાતકોના માન-સન્માનમાં વૃદ્ધિ થશે. કામના સ્થળે ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મચારીઓનો સાથ-સહકાર મળશે. તમારા કામની પ્રશંસા થશે. આ સમયે પ્રમોશન-પગાર વધારો થવાની પણ પૂરેપૂરી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!