July 1, 2025
નેશનલ

Happy Independence Day: આઝાદી પછી દેશના 13 ગામમાં પહેલી વાર ફરકાવ્યો તિરંગો

Spread the love

દેશ આઝાદીનું અમૃત પર્વની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે દેશ વિકાસની દિશામાં હરણફાળ ભરવાની કોશિશ કરી રહ્યો છે, ત્યારે આજ સુધીની એક અજાણી વાત જણાવીએ. દેશ ભલે આઝાદીના પર્વની ઉજવણી કરે પણ આજના દિવસે છત્તીસગઢના 13 ગામમાં પહેલી વખત તિરંગો ફરકાવવામાં આવ્યો છે.
આઝાદી પછી પણ દેશના એવા કેટલાય અંતરિયાળ ગામ, તાલુકાઓ છે, જ્યાં જીવન જરુરી વસ્તુઓ પણ નાગરિકો સુધી પહોંચવામાં મુશ્કેલી છે તો પછી આઝાદી ક્યારે પહોંચે છે. સાચી વાત છે કે એક બાજુ નકસલીઓનો સહવાસ હોય તો પછી સ્થાનિકોના શું હાલ થાય. નિરંતર પોલીસ અને સુરક્ષા ગાર્ડ સાથે બાથ ભીડનારા નકસલીઓની હેરાનગતિ હશે કે નહીં, પણ આઝાદીથી વંચિત રહ્યા છે, જેને સાકાર કરવાનું કામ પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું છે.
છેલ્લા સાત મહિનાથી સુરક્ષા દળોએ નવી નવી છાવણીઓનું નિર્માણ કર્યા પછી અહીંના વિસ્તારોમાં વિકાસના રસ્તા ખૂલ્યા છે.
છત્તીસગઢના જે ગામમાં આજ સુધી તિરંગો ફરકાવ્યો નહોતો, જે આજે ફરકાવવાનો અવસર આવ્યો છે. આજે નેરલીઘાટ (દંતેવાડા જિલ્લો), પાનીડોબીર (કાંકેર), ગુંડમ, પુતકેલ અને છુટવાહી (બીજાપુર), કસ્તુરમેટા, મસપુર, ઈરાકભટ્ટી અને મોહંદી (નારાયણપુર), ટેકલગુડેમ, પુવર્તી, લાખાપાલ અને પુલનપાડ (સુકમા) ગામમાં પહેલી વખત તિરંગો લહેરવામાં આવે એવું બસ્તરના પોલીસ કમિશનરે જણાવ્યુ હતું.
આ ગામમાં આવું પહેલા ભૂતકાળમાં ક્યારેય થયું નહોતું. પ્રજાસત્તાક દિવસ દરમિયાન અહીંના વિસ્તારોમાં છાવણીઓ બનાવવામાં આવી હતી, ત્યારબાદ આ વિસ્તારને નવી ઓળખ મળી હતી. અહીંના કેમ્પ યુવાનો અને વૃદ્ધો માટે નવી આશાનું કિરણ બન્યા છે. આ કેમ્પનો ઉદ્દેશ પણ લોકો સુધી સરકારની યોજના પહોંચાડવાનો છે તથા વિકાસલક્ષી કામગીરીનો પણ છે.
છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાઈ સવારે રાયપુરના પોલીસ પરેડ મેદાન ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમ જ સુરક્ષા જવાનોની વિવિધ એકમો તરફથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!