Juneમાં 1-2 નહીં પૂરા આટલા દિવસ બંધ હશે બેન્કો, અહીંયા જોઈ લો Bank Holidayનું પૂરું લિસ્ટ…
મુંબઈ: મે મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને Reserve Bank Of India (RBI) દ્વારા જૂન મહિનામાં આવનારા બેન્ક હોલીડેની યાદી બહાર પાડી છે. આરબીઆઇની આ યાદી અનુસાર જૂન મહિનામાં બેન્ક 1 2 નહીં પણ પૂરા 11 દિવસ માટે બેન્કો બંધ રહેશે. આમ તો જૂન મહિનામાં આખા દેશમાં રાષ્ટ્રીય સ્તરની કોઈ પણ રજા નથી હોતી. આ ઉપરાંત દર બીજા અને ચોથા શનિવારે બેન્ક બંધ રહે છે. પરંતુ આ રજા સિવાય પણ આ મહિનામાં બેન્ક આશરે 11 દિવસ માટે બંધ રહેશે, તો તમે પણ તમારા બેન્કના કામકાજ પણ આ રજા અનુસાર જ પ્લાન કરી લેજો.
મે મહિનાના ચાર દિવસ બાકી છે ત્યારે ચાલો જોઈએ કે આખરે જૂન મહિનામાં બેન્કો ક્યારે ક્યારે અને ક્યાં ક્યાં બંધ રહેશે…
બીજી જૂન 2024, રવિવાર અને તેલંગણા સ્થાપના દિવસ નિમિત્તે તેલંગાણામાં બેન્ક બંધ રહેશે.
નવમી જૂન, 2024, રવિવાર અને મહારાણા પ્રતાપ જયંતિ નિમિતે હિમાચલ પ્રદેશ, હરિયાણા તેમ જ રાજસ્થાનમાં બેન્ક બંધ રહેશે.
10મી જૂન 2024ના સોમવારના દિવસે શ્રી ગુરુ અર્જુન દેવજીના શહીદ દિવસ નિમિત્તે પંજાબમાં બેન્ક બંધ રહેશે.
14 મી જૂન 2024ના શુક્રવારના દિવસે પહિલી રાજા નિમિત્તે ઓરિસ્સા ખાતે બેન્ક બંધ રહેશે.
15મી જૂન 2024ના શનિવારે રાજા સંક્રાંતિ ઓરિસ્સામાં બેન્ક બંધ રહેશે.
17મી જૂન, 2024ના સોમવારે બકરી ઈદ/ઈદ-ઉલ-અઝહા નિમિત્તે કેટલાક રાજ્યોને બાદ કરતાં બાકીના રાજ્યમાં રાષ્ટ્રીય રજા રહેશે.
21મી જૂન, 2024ના શુક્રવારે વટ સાવિત્રી વ્રત માટે ઘણા રાજ્યોમાં બેન્કો બંધ રહેશે.
22મી જૂન 2024 શનિવારના સંત ગુરુ કબીર જયંતિના છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબ ખાતે બેન્ક બંધ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં આટલા દિવસો બંધ હોવા છતાં પણ તમે તમારા ખાતામાંથી પૈસા ઉપાડવાની સુવિધા મળશે, કારણ કે દેશભરમાં દરેક બેંકના એટીએમ બૂથ ખુલ્લા છે. આવી પરિસ્થિતિમાં તમે એટીએમ બૂથ પર જઈને મશીનમાંથી કાર્ડ સ્વેપ કરીને પૈસા ઉપાડી શકે છે. તમે ફોન પે, ગૂગલ પે વગેરે જેવી UPI સેવાઓ દ્વારા કોઈપણ પ્રકારની ચુકવણી કરી શકો છો. ગ્રામીણ વિસ્તારના લોકોની જેમ જેમની પાસે ATM નથી, તેઓએ બેંકમાંથી અગાઉથી પૈસા ઉપાડવા જોઈએ જેથી ખાતાધારકોને રોકડ સંબંધિત સમસ્યાઓનો સામનો ન કરવો પડે.