February 13, 2026
નેશનલ

જમ્મુના રાજોરીમાં આર્મીની પોસ્ટ પર આતંકવાદી હુમલો

Spread the love

Torror attacked: જમ્મુમાં નિરંતર આતંકવાદી ગતિવિધિઓ વધી રહી છે એની સાથે આર્મી એક્ટિવ થઈને આતંકવાદીઓના અડ્ડાઓનો સફાયો કરી રહી છે. આતંકવાદીઓએ આજે રાજોરી સ્થિત આર્મીની પોસ્ટ પર હુમલો કર્યો છે, જ્યારે તેના જવાબમાં ઈન્ડિયન આર્મીએ તાબડતોબ હુમલો કર્યો હતો. રાજોરી જિલ્લાના અંતરિયાળ ગામ ખવાસમાં સેનાની પોસ્ટ પરના આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો છે, જેમાં એક જવાન ઘાયલ થયો છે. આમને સામને ફાયરિંગ ચાલુ છે.
આ હુમલામાં એક જવાન ઘાયલ થયો છે, જ્યારે વીડીસી સભ્ય ઘાયલ થયો છે. સોમવારે સવાર સવારમાં આંતકવાદીઓએ વીડીસી પુરુષોત્તમ લાલના ઘર નજીક આર્મીની પોસ્ટ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો.
આ હુમલા પછી આર્મીએ પણ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં હમણા જ જેમને શૌર્ય ચક્ર આપવામાં આવ્યું છે એ પુરુષોત્તમ લાલ અને એક જવાન ઘાયલ થયા છે. વાસ્તવમાં આ હુમલો શૌર્ય ચક્ર પ્રાપ્ત પુરુષોત્તમ લાલ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાનો જવાબ આર્મીએ આપ્યો હતો. આ બનાવ પછી આસપાસના વિસ્તારમાં લોકો બહાર દોડી આવ્યા હતા. આ હુમલા પછી ઈન્ડિયન આર્મી, પોલીસે વિસ્તારને ચારેબાજુથી ઘેરી લીધો છે અને એસઓજી સ્પેશિયલ ટીમે ઓપરેશન શરુ કર્યુ છે.
આર્મીના અધિકારીએ કહ્યું હતું કે રાજૌરીમાં શંકાસ્પદ આતંકવાદીઓના હુમલામાં સુરક્ષા દળોએ ઘેરાબંધી કરીને એન્કાઉન્ટર ચાલુ છે. અહીં એ જણાવવાનું કે છેલ્લા દાયકાઓથી જમ્મુને શાંત વિસ્તાર માનવામાં આવે છે, ત્યારે કેટલાક મહિનાથી એકલા જમ્મુમાં આતંકવાદી હુમલા વધ્યા છે, જેમાં સૌથી વધુ ઈન્ડિયન આર્મીને ફટકો પડ્યો છે, જે સરકાર માટે ચિંતાનું કારણ છે.
અહીં એ જણાવવાનું કે આ અગાઉ જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સામે આર્મીની કાર્યવાહીમાં ગંભીર રીતે ઘાયલ એક અધિકારી સહિત પાંચ જવાન શહીદ થયા હતા. આ પાંચ જવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!