February 10, 2026
રમત ગમત

ના ભૂતો ના ભવિષ્યતિઃ ક્રિકેટના એવા સંયોગ જેનું ક્યારેય પુનરાવર્તન થશે નહીં!

Spread the love

ક્રિકેટની રમતના મૂળ ઇંગ્લેન્ડના છે, જ્યારે તેને જેન્ટલમેનની રમત માનવામાં આવે છે, પરંતુ અમુક ક્રિકેટર માટે એવું રહ્યું નહોતું. આમ છતાં ક્રિકેટની રમત વાસ્તવમાં આંકડાઓની રમત છે, જ્યારે તેના આંકડા પણ હંમેશ ચર્ચામાં રહ્યા છે તથા એનાથી જાણીતા બન્યા છે. આમ છતાં ક્રિકેટમાં રચ્યાપચ્યા રહેતા લોકોને પણ એના મજાના કિસ્સાથી અજાણ હશે. તમે જે કોઈ માનો પણ આજની તારીખે પણ એ સંયોગનું પુનરાવર્તન થયું નથી, તેથી જે તે ક્રિકેટરના નામે વિક્રમ નોંધાયા છે. તમને ખબર ના હોય તો એ ચાલો ફટાફટ જણાવીએ એ આંકાડાવાળા કિસ્સાના વિક્રમ. ક્રિકેટની રમતમાં બાઉન્ડરીની બહાર ડાયરેક્ટ બોલ બેટર-બેટ્સમેન જો ફટકારે તો તેને સિક્સ કહેવાય છે પણ એનો એક વિક્રમ છે. સર ડોન બ્રેડમેને તેમની કારકિર્દીમાં ફક્ત છ સિક્સર મારી હતી, પણ તેની સ્ટ્રાઈક રેટ પર કોઈ અસર પડી નહોતી. એટલે બ્રેડમેનને તેમના જમાનાના સુપરહીટરમાં સ્થાન હતું.
chris gayle
1) ક્રિસ ગેઈલ ક્રિકેટની રમતમાં એકમાત્ર બેટર છે, જે ટેસ્ટ ક્રિકેટમાં પહેલા બોલમાં સિક્સર મારી હતી.
2) ઇંગ્લેન્ડના ક્રિકેટર એલેક સ્ટુઅર્ટનો જન્મ આઠમી એપ્રિલ 1963(08-04-63)ના થયો હતો, જ્યારે તેનો ટેસ્ટ ક્રિકેટમાં 8,463 રનનો રેકોર્ડ છે, જે એક સંયોગ કહો કે વિક્રમ પણ એ અનોખો છે.
3) બીજી એક સાઉથ આફ્રિકાની તવારીખનો સંયોગ છે, જેમાં 11-11-11ના રોજ 11-11 વાગ્યે દક્ષિણ આફ્રિકાની ટીમને જીતવા માટે 111 રન જોઈતા હતા. આ પણ એક સંયોગ હતો, પણ આંકડાની દુનિયામાં આ એક જાદુઇ ફિગર હતા, જેને કોઈએ કલ્પના કરી નહોતી. એ રમતને પણ આજે લોકો વાંચવાની-જોવાની પસંદ કરે છે.
4) ક્રિકેટના ઈતિહાસમાં કોઈ કલ્પના કરે કે નહીં, પણ તમે માનશો નહીં, કારણ કે એક ઓવરમાં છ સિકસર મારીએ તો 36 રનનો વિક્રમ છે, પણ ન્યૂ ઝીલેન્ડના નામે એક ઓવરમાં 77 રનનો રેકોર્ડ છે. ન્યૂ ઝીલેન્ડની એક ડોમેસ્ટિક મેચમાં બેટરને સૌથી વધુ રન બનાવવાની તક આપી હતી, જેથી વિકેટ ગુમાવે. આમ મેચમાં ન્યૂ ઝીલેન્ડના બેટ્સમેને 77 રન ફટકાર્યા હતા. નસીબ જોગે આ મેચ ડ્રો રહી હતી.
5) ઓછા રન પણ વધુ વિકેટના નામે બોલરોએ વિક્રમ નોંધાવ્યો છે. ક્રિસ માર્ટિન અને બી. સી. ચંદ્રશેખરે તેમની ટેસ્ટ કારકિર્દીમાં સૌથી વધુ વિકેટ ઝડપી હતી. માર્ટિને 71 મેચમાં 123 રન બનાવ્યા હતા, પરંતુ 238 વિકેટ ઝડપી હતી, જ્યારે બીસી ચંદ્રશેખરે 58 મેચમાં 167 રન કર્યા હતા, જેમાં 242 વિકેટ લીધી હતી, જે વિક્રમ સાથે સંયોગ જ કહી શકાય, કારણ કે ખેલાડી તરીકે રન વધુ ફટકારી શકાય.
Sourav Ganguli
6) વન-ડે ક્રિકેટમાં સતત ચાર વખત મેન ઓફ ધ મેચ મેળવવાનો રેકોર્ડ સૌરવ ગાંગુલીને નામે છે, જે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર કે રિકિ પોન્ટિંગ યા વિવિયન રિચર્ડસ પણ મેળવી શક્યા નથી.
7) પાકિસ્તાનના બેટર કમ બોલર તરીકે જાણીતા ઈન્ઝમામ ઉલ હકને ખાસ કરીને તેના તંદુરસ્ત બોડીને કારણે આલુ નામથી જાણીતા હતા, પણ રન-આઉટ વધુ થતા હતા. રનઆઉટના વિક્રમ કરતા બોલિંગમાં એક વિક્રમ નોંધાયો હતો, જેમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલા બોલે વિકેટ ઝડપી હતી.
8) ક્રિકેટની હવે ત્રણ ફોર્મેટ છે, જેમાં વન-ડે અને ટેસ્ટની હતી. હવે ટવેન્ટી-20 ક્રિકેટનું આગમન થયું છે. આ ત્રણેય ફોર્મેટમાં ટીમના કેપ્ટનથી લઈને છેક અગિયાર નંબરના ખેલાડીની પોઝિશન નક્કી હોય છે, પરંતુ એવા ખેલાડી પણ રહ્યા છે, જે એકથી દસ પોઝિશનમાં રમવા માટે જાણીતા બન્યા હતા અને રેકોર્ડ પણ. ચાર ક્રિકેટર પૈકી દક્ષિણ આફ્રિકાના લાન્સ ક્લુઝનર, અબ્દુર રજાક, પાકિસ્તાનનો શોએબ મલિક અને શ્રીલંકાના હસન તિલકરત્નેએ તમામ પોઝિશન પર બેટિંગ કરી હતી.
sachin out by third umpire
9) 1992માં ભારતના બેટ્સમેન સચિન તેંડુલકરને ટીવી રિપ્લેમાં થર્ડ અમ્પાયરના દ્વારા આઉટ થનારા પહેલો બેટર બન્યો હતો. ફિલ્ડર જોન્ટી રોડ્સ હતો, જ્યારે બીજા દિવસે એ જ પોઝિશન પર સચિન તેંડુલકરે જોન્ટી રોડ્સને એ જ રીતે આઉટ કર્યો હતો એ પણ સંયોગ આજની તારીખે પણ અકબંધ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!