વિશ્વના ટોપ 5 હેલ્ધી દેશો: ભારત કયા ક્રમે?
ગ્લોબલ હેલ્થ ઈન્ડેક્સમાં નોર્વે અને સ્વિટઝર્લેન્ડ મોખરે, જાણો શું છે આ દેશોની તંદુરસ્તીનું રહસ્ય.
જો તમે વિદેશમાં સેટલ થવા ઈચ્છતા હો તો અમુક માપદંડ ધ્યાનમાં રાખવા જોઈએ. જેમ કે બેસ્ટ હેલ્ધી ક્રાયટેરિયા પણ જાણી લો. પર્યાવરણ અને હેલ્થ સિસ્ટમ પણ સારી હોય તો વધુ સારી રીત રહી શકાય છે. તાજેતરમાં ગ્લોબલ હેલ્થ ઈન્ડેક્સ રજૂ કરવામાં આવ્યો છે. આ રેન્કિંગ એવા દેશોને આપવામાં આવ્યું છે, જ્યાં નાગરિકો દીર્ઘાયુ ભોગવે છે. એ દેશની હવા અને પાણી પણ શુદ્ધ મળે છે, જ્યારે હેલ્થ કેર સિસ્ટમ પણ મજબૂત છે. આ ઉપરાંત, હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવે છે. રેન્કિં તૈયાર કરવા માટે આંતરરાષ્ટ્રીય માપદંડોને પણ તૈયાર કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ શું વિશેષતા. દુનિયાના એવા પાંચ દેશ છે, જ્યાં તમામ માપદંડોમાં પાવરદા છે, ત્યારે જાણીએ ભારત જેવા દેશનો ક્રમ કયો છે.
સૌથી પહેલા ક્રમે નોર્વેને હેલ્ધી માનવામાં આવે છે. દુનિયાના સૌથી હેલ્ધી દેશમાં નોર્વેનો પહેલો ક્રમ છે. અહીંના લોકોનું સરેરાશ જીવન 83.46 વર્ષ છે, જ્યાંની શુદ્ધ હવા, પર્યાવરણ પણ મજબૂત હોવાથી હેલ્થ સિસ્ટમ પણ મજબૂત છે. નોર્વેના પાટનગર ઓસ્લોને યુરોપના સૌથી ગ્રીન સિટી પૈકીનું શહેર માનવામાં આવે છે, જ્યાંના લોકો પગપાળા ચાલવાનું પસંદ કરે છે. વોકિંગ, સાઈકલિંગ અને આઉટડોર એક્ટિવિટી તેમની લાઈફસ્ટાઈલનો હિસ્સો છે.
નોર્વે પછી સ્વિટર્ઝલેન્ડ બીજા ક્રમે છે. અહીંના લોકોનું સરેરાશ જીવન 84 વર્ષથી વધુ છે. સ્વિટઝર્લેન્ડમાં હેલ્થ ઈન્શ્યોરન્સ સિસ્ટમ અનિવાર્ય છે, જેમાં નાગરિકોને બેઝિક હેલ્થ સેવા મળે છે, જ્યારે વ્યક્તિદીઠ ડોક્ટર અને નર્સની સંખ્યા પણ સૌથી વધુ છે. સ્વચ્છ વાતાવરણ અને સંતુલિત જીવનશૈલી પણ આ દેશની હેલ્ધી દેશની યાદીમાં મોખરાનું સ્થાન ધરાવવાનું કારણ જવાબદાર છે.
નોર્વે-સ્વિટઝર્લેન્ડ પછી ત્રીજા ક્રમે આ યાદીમાં ફિનલેન્ડનું નામ આવે છે. યુરોપમાં પણ ફિન્ડલેન્ડ પણ શુદ્ધ હવા અને પર્યાવરણની દૃષ્ટિએ શ્રેષ્ઠ દેશ માનવામાં આવે છે. અહીંયા દારુ અને માદકપદાર્થોના સેવનનું પ્રમાણ વધારે છે, પરંતુ એના પછી જાહેર જનતામાં ચલાવવામાં આવેલા જાગૃતિ અભિયાનની સરકારને પણ નોંધ લેવી પડી છે.
ફિનલેન્ડ સિવાય ચોથા અને પાંચમા ક્રમે ઓસ્ટ્રેલિયા અને સ્વીડનનો ક્રમ છે. ઓસ્ટ્રેલિયામાં પણ લાઈફસ્ટાઈલ અને હેલ્થકેર સેક્ટરમાં વિશેષ ફોક્સ કરવામાં આવે છે. સરકાર ઓસ્ટ્રેલિયામાં આરોગ્યાના કાર્યક્રમો પર વિશેષ ધ્યાન આપે છે. મેડિકેર નામની જાહેર આરોગ્ય સેવા નાગરિકો અને સ્થાનિક વસાહતીઓને સસ્તાભાવમાં પૂરી પાડે છે. ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓનું સરેરાશ આયુષ્ય 84 વર્ષની આસપાસ છે. ઓસ્ટ્રેલિયા સિવાય સ્વીડનમાં પણ યુનિવર્સલ હેલ્થકેર સિસ્ટમ લાગુ છે. સરકારનો જીડીપીનો મોટો હિસ્સો આરોગ્ય પર ખર્ચ કરે છે.
આ પાંચ દેશ સિવાય ભારતની વાત કરીએ તો ટોપ-20 દેશોની યાદીમાં પણ તેનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી. વિકસિત દેશોની તુલનામાં ભારત-પાકિસ્તાન જેવા દેશમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણની ગુણવત્તાના ધોરણો નબળા છે. ગ્લોબલ હેલ્થ ઈન્ડેક્સ 2025ના આંકડા અનુસાર સૌથી નીચા ક્રમના દેશમાં સોમાલિયા, ઉત્તર કોરિયા, તિમોર-લેસ્તે જેવા દેશનો નંબર આવે છે, જ્યાં હેલ્થકેર ફેસિલિટી મર્યાદિત છે.
