June 30, 2025
બિઝનેસમની મેનેજમેન્ટ

શેર યા સવાશેરઃ એક વર્ષમાં શેરબજારમાં જબરદસ્ત વળતર આપનારા ટોચના 10 શેર આ રહ્યાં

Spread the love

મુંબઈઃ વૈશ્વિક સ્તરે ટેરિફના ડર અને ઘરઆંગણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વણસેલા સંબંધો વચ્ચે અત્યારે મુંબઈ શેરબજારમાં અસ્થિર માહોલનો પણ રોકાણકારોમાં ડર છે. એની વચ્ચે શેરબજારના એક એનાલિસિસ રિપોર્ટ અનુસાર 25 એપ્રિલ 2025 સુધીના એક વર્ષમાં બીએસઈ સેન્સેક્સ અને બીએસઈ 500માં ફક્ત આઠ ટકા અને પાંચ ટકાનો ઉછાળો આવ્યો છે. શેરબજારના સામાન્ય પ્રદર્શનની વચ્ચે બીએસઈ 500ના 10 શેરમાં 150 ટકાથી વધુ રિટર્ન રોકાણકારોને મળ્યું હતું, જ્યારે અમુક શેરે તો 158 ટકા જટલું વળતર આપ્યું હતું. વળતરની દૃષ્ટિએ માર્કેટના ટોપટેન બાદશાહ શેર કયા એ પણ જાણીએ.

મઝગાંવ, ગોડફ્રે ફિલિપ્સ અને વન97 કમ્યુનિકેશન ટોપ થ્રી
મઝગાંવ ડોક શિપબિલ્ડર્સની વાત કરીએ તો રોકાણકારોને આ સ્ટોકે 158 ટકા રિટર્ન આપ્યું છે. કંપનીનો શેરનો ભાવ 1,174 રુપિયાથી વધીને 3,028 રુપિયાને મથાળે પહોંચ્યો છે. કંપનીનું માર્કેટ કેપ 47,371 કરોડથી વધીને 1.22 લાખ કરોડે પહોંચ્યું છે. ડિફેન્સ સેક્ટરના સ્ટોકમાં જોરદાર લેવાલીને કારણે મઝગાંવ ડોક શિપબિલ્ડર્સની પણ બોલબાલા વધી છે. ઉપરાંત, તમાકુ ઉત્પાદક ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયાના શેરમાં 145 ટકાનો ઉછાળો આવ્યો છે. વળતરની દૃષ્ટિએ બીજા નંબરનો ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયા સ્ટોકનો ભાવ 3,346 રુપિયાના મથાળેથી 8,191 રુપિયાએ રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપ 42,586 કરોડ રહ્યુ છે. વન97 કમ્યુનિકેશન (પેટીએમ)માં અગાઉ ઐતિહાસિક નુકસાન પરછી પણ 134 ટકાના રિટર્ન સાથે શેરનો ભાવ 372 રુપિયાના ભાવથી 871 રુપિયાએ રહ્યો છે, જ્યારે કંપનીનું માર્કેટ કેપ 55,531 કરોડનું રહ્યું છે.

કેન્સ ટેક્નોલોજી, દીપક ફર્ટિલાઈઝર્સ, ઓથમનું પણ નામ
ચોથા નંબરના બેસ્ટ વળતરવાળા સ્ટોકમાં કેન્સ ટેક્નોલોજીનો સમાવેશ પણ થાય છે. 122 ટકાના રિટર્ન આપનાર કેન્સ ટેક્નોલોજીનો સ્ટોક 2,660 રુપિયાના મથાળેથી 5,910 રુપિયાના મથાળે પહોંચ્યો છે. ઈલેક્ટ્રોનિક્સના નિર્માણ ક્ષેત્રમાં કંપનીએ નામ કમાવ્યું છે. ફર્ટિલાઈઝર્સ સેક્ટરમાં જાણીતા દીપક ફર્ટિલાઈઝર્સે એક વર્ષમાં 115 ટકાનો ફાયદો આપ્યો છે. સ્ટોકનો ભાવ 606 રુપિયાથી 1,301 રુપિયાએ રહ્યો છે. ફાઈનાન્સ સેક્ટરના સ્ટોકમાં ઓથમ મોખરે છે. 114 ટકાનો વળતર સાથે સ્ટોકનો ભાવ વર્ષમાં 839થી વધીને 1,795 રુપિયાએ રહ્યો છે. ઓથમ ઈન્વેસ્ટમેન્ટ સ્ટોકનું માર્કેટ કેપ 30,482 કરોડ રુપિયાએ રહ્યું છે.

ડિક્સન ટેક્, ગાર્ડન રિચ અને કોમોમંડલ ઈન્ટરનેશનલ ગાજ્યા
એક વર્ષમાં પોતાના રોકાણકારોને મહત્ત્વનું વળતર આપનારા સ્ટોક પૈકી ડિક્સન ટેક્નલોજીએ એક વર્ષમાં 99 ટકાનું વળતર આપ્યું છે. સ્ટોકનો ભાવ 8,341 રુપિયાથી વધીને 16,612 રુપિયાનો ભાવ થયો હતો. જહાજ નિર્માણ સેક્ટરની કંપની ગાર્ડન રિચ શિપબિલ્ડર્સે એક વર્ષમાં 98 ટકાનું વળતર આપ્યું છે જ્યારે સ્ટોકનો ભાવ 990થી વધીને 1957 રુપિયાએ રહ્યો હતો. કોમોમંડલ ઈન્ટરનેશનલે 86 ટકા અને ભારતી હેક્સાકોમે 84 ટકા રિટર્ન આપ્યું હતું. કોરોમંડલ 1,290થી 2245 રુપિયા અને હેક્સાકોમ 868થી 1,597 રુપિયાના મથાળે રહ્યો હતો.

(અહીંના લેખ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!