February 20, 2026
ટોપ ન્યુઝમુંબઈરમત ગમત

મુંબઈમાં આ રીતે થશે Team Indiaનું Grand Welcome, BCCIએ પ્લાન કર્યું ખાસ ઈવેન્ટ…

Spread the love

મુંબઈ: રોહિત શર્મા (Team India’s Captain Rohit Sharma)ની કેપ્ટન્સી હેઠળ ટીમ ઇન્ડિયા ટી20 વર્લ્ડકપ-2024 (T20 World Cup-2024) જિતીને 17 વર્ષ બાદ જિતીને ચોથી વખત વર્લ્ડ કપની ચમચમાતી ટ્રોફી પર કબજો કરી લીધો છે. પરંતુ ટીમ ઈન્ડિયા બેરિલ વાવાઝોડાને કારણે 29મી જૂનથી બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી જેને કારણે ઈન્ડિયા પાછા ફરવામાં તેમને મોડું થયું હતું, પણ હવે ટીમ ઈન્ડિયાનું આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે આવતીકાલે સવારે 6 વાગ્યે ટીમ ઈન્ડિયા દિલ્હી પહોંચશે અને ત્યાર બાદ દિલ્હીથી મુંબઈ આવવા રવાના થશે.


મળી રહેલી માહિતી પ્રમાણે મુંબઈમાં ટીમ ઈન્ડિયાનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવશે અને અહીં એક રેલી કાઢવામાં આવશે. આ રેલી બાદ બીસીસીઆઈ દ્વારા ટીમ ઈન્ડિયા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયાનું સ્વાગત કરવા માટે ફેન્સ એકદમ આતુર છે અને હવે તેમની આ આતુરતાનો અંત આવ્યો છે, કારણ કે આવતીકાલે એટલે કે ચોથી જુલાઈના સવારે 6 વાગ્યે ટીમ ઈન્ડિયાનું દિલ્હી એરપોર્ટ પર આગમન થશે. અગિયાર વાગે ટીમ ઈન્ડિયા પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત લેશે. બપોરે એક વાગ્યે ટીમ ઈન્ડિયા મુંબઈ આવવા માટે રવાના થશે.


મુંબઈ આવ્યા બાદ સાંજે પાંચ વાગ્યે નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી વિજય સરઘસ કાઢવામાં આવશે. આ રેલી બાદ વાનખેડે સ્ટેડિયમ ખાતે ટીમ ઈન્ડિયા માટે બીસીસીઆઈ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!