February 20, 2026
ટોપ ન્યુઝમહારાષ્ટ્રમુંબઈ

ટામેટાં 120ને પાર તો કાંદા-બટેટાં સેંકચ્યુરીની નજીક… ખોરવાઈ ગયું આમ આદમીનું બજેટ

Spread the love

મુંબઈ: દેશભરમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે અને ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં વરસાદે દમદાર હાજરી લગાવી છે અને તેની અસર શાકભાજીની કિંમતો પર પણ જોવા મળી રહી છે. દેશના ગ્રામીણ સહિત શહેરોમાં પણ શાકભાજીની કિંમતો આસમાનને આંબી રહી છે. ગ્રાહક મંત્રાલયની વેબસાઈટ શાકભાજી, ચોખા અને દાળના ભાવ વધી જવાને કારણે સર્વસામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાઈ ગયું છે.

આ વખતે તીવ્ર ગરમી પડી હોવાને કારણે શાકભાજીના ઉત્પાદન ઘટી ગયું હતું અને હવે ચોમાસાને કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. એક કિલો ટામેટાંનો ભાવ 130 રૂપિયા પર પહોંચી ગયો છે તો કાંદા પણ 90 રૂપિયા કિલો પર પહોંચી ગયા છે. આ સિવાય બીજા શાકભાજી અને અન્ય જીવનજરૂરિયાતની વસ્તુના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી શાકભાજીના ભાવે પણ અડધી સદી ફટકારી દીધી છે.

બીજી જુલાઈના ભાવની વાત કરીએ કાંદા 90 રૂપિયા તો બટાટા 80 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ટામેટાં 130 રૂપિયા કિલોના ભાવે વેચાય છે. સરાસરી ભાવની વાત કરીએ તો મંગળવારના દિવસે શાકભાજીના ભાવ વધારે હતો. ઉત્તર ભારતમાં ટામેટાંનો ભાવ સૌથી વધારે જોવા મળ્યો હતો. જ્યારે કાંદા 40થી 45 રૂપિયાના ભાવે તો બટેટા 10થી 15 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા હતા અને હવે તો એ ભાવ પણ 40 રૂપિયા કિલોના આંકડાને પાર કરી ગયા છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પહેલા ગરમીને કારણે તો હવે વરસાદને કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત દાળના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. બજારમાં શાકભાજીની આવક ઘટવાને કારણે તેની કિંમતોમાં વધારો કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!