February 26, 2026
નેશનલ

આજે આ રાજ્યોમાં વરસાદ બોલાવશે ધમધમાટી, જોઇ લો તમારા રાજ્યમાં કેવી હશે સ્થિતિ?

Spread the love

નવી દિલ્હી/મુંબઈ: મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ સપ્ટેમ્બરે દમદાર હાજરી પુરાવી છે. હવામાન ખાતાના નિષ્ણાતો પણ સપ્ટેમ્બરના છેલ્લાં અઠવાડિયામાં દેશના અનેક રાજ્યોમાં ચોમાસાની ગતિવિધિ વધી તેજ થઈ રહી છે. દરમિયાન ભારતીય હવામાન ખાતા (IMD) દ્વારા આગામી 24 કલાકમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ભારત સહિત દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ
આગામી 24 કલાકમાં પશ્ચિમ બંગાળ, બિહાર, વિદર્ભ, દક્ષિણ મધ્યપ્રદેશ, ઉત્તર કોંકણ અને ગોવા અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ઝારખંડ, ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, તેલંગણા તેમ જ પશ્ચિમના ગંગાના મેદાનોમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદથી લઈને હળવા તેમ જ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
મધ્ય મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડવાનું જોખમ
પૂર્વોત્તર ભારત, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, તમિલનાડુના ભાગો અને લક્ષદ્વીપમાં પણ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. આ વિસ્તારોમાં હવામાન સામાન્ય રીતે ભેજવાળું રહેશે. હરિયાણા, પંજાબ, મરાઠવાડા, કર્ણાટક, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હળવો વરસાદ થઈ શકે છે. જોકે, આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ હળવો વરસાદ હવામાનને ઠંડુ અને આનંદદાયક બનાવશે.
હજુ બે દિવસ વરસાદનું તોળાશે સંકટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉપરોક્ત વિસ્તારોમાં 29 અને 30 સપ્ટેમ્બરે વરસાદ ચાલુ રહી શકે છે. ખાસ કરીને એવા સ્થળોએ જ્યાં ભારે વરસાદની અપેક્ષા છે, લોકોને સાવચેતી રાખવા અને હવામાનની સ્થિતિ પર ખાસ ધ્યાન રાખવાની ભલામણ પણ કરવામાં આવી છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં વરસાદ પડવાને કારણે એવરેજ તાપમાનમાં પણ ઘટાડો થશે, જ્યારે લાંબા સમયગાળા માટે પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવી શકે પણ જો વરસાદ નિરંતર પડતો રહેશે તો લીલા દુકાળની સ્થિતિ ઊભી થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!