July 1, 2025
ટોપ ન્યુઝધર્મ

Mahakumbh 2025: આજે માઘ પૂર્ણિમાના દિવસે 2 કરોડથી વધુ શ્રદ્ધાળુ સંગમમાં કરશે સ્નાન

Spread the love

મહાકુંભમાં માઘ પૂર્ણિમાના મહાસ્નાન પર સવારે 6 વાગ્યા સુધી 70 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું. સરકારના અહેવાલ મુજબ આજે આશરે બે કરોડથી લોકો સંગમમાં ડૂબકી લગાવી શકે છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી પોતે મહાકુંભ પર નજર રાખી રહ્યા હતા, જ્યારે સંગમકિનારે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર છે. હજારો પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

આજે માઘ પૂર્ણિમાના દિવસે, નાગા સાધુઓના અખાડાઓએ સૌથી પહેલા સ્નાન કર્યું. ત્યાર બાદ અખાડાઓએ અને પછી સંતોએ ડૂબકી લગાવી. આ પ્રક્રિયા પછી જ સામાન્ય ભક્તોએ સ્નાન કરવાનું શરૂ કર્યું હતું. આજે સંગમકિનારે સ્નાન કરી રહેલા શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 46.25 કરોડથી વધુ ભક્તો મહાકુંભમાં ડૂબકી લગાવી ચૂક્યા છે.

માઘી પૂર્ણિમાના અમૃત સ્નાનને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે મેળા વિસ્તારમાં એક નવો ટ્રાફિક પ્લાન અમલમાં મૂક્યો છે. હવે મેળા વિસ્તાર સહિત સમગ્ર શહેરને નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, કલ્પવાસીઓના વાહનોને પણ ફક્ત પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એના સિવાય સરકારી પ્રશાસને મેળા વિસ્તારમાં ફક્ત વહીવટી અધિકારીઓના વાહનો અને આરોગ્ય વિભાગના વાહનો ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. જોકે, ઉપરાંત, VVIP પાસ પણ રદ કરવામાં આવ્યા છે.


મંગળવારે જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પરિવાર કુંભ ખાતે પહોંચીને સંગમમાં સ્નાન કર્યું હતું. મંગળવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર મંગળવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેમની સાથે, તેમના બે પુત્રો અને પુત્રવધૂઓ, પૌત્રો, બહેનો અને માતા પણ મહાકુંભમાં હાજરી આપવા આવ્યા હતા. પરિવારની ચાર પેઢીઓએ સાથે મળીને સંગમમાં ડૂબકી લગાવ્યા પછી ગંગાજીની પૂજા કરી અને ભેટ પણ આપી.

આ અગાઉ જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ તેમના સમગ્ર પરિવાર સાથે મહાકુંભમાં હાજરી આપી ચૂક્યા હતા, જ્યાં તેમણે પરિવાર સાથે સૌ શ્રદ્ધાળુઓને પ્રસાદ વિતરણ કર્યું હતું, જ્યાં તેમના પત્ની પ્રીતિ અદાણી અને મોટી પુત્રવધૂ પરિધિ પ્રસાદ તૈયાર કરવામાં વ્યસ્ત જોવા મળી હતી. અદાણી પરિવારે અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સહયોગથી મહાકુંભ દરમિયાન દરરોજ લાખો લોકોને ભોજનનું વિતરણ કર્યું અને ગીતા પ્રેસ ગોરખપુરના આરતી સંગ્રહની 1 કરોડ મફત નકલોનું વિતરણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!