આજે નવરાત્રિનો પહેલો દિવસઃ કરો માતા શૈલપુત્રીની પૂજા અને જાણો મહત્ત્વ
નવરાત્રિનું પર્વ હિંદુઓનો મુખ્ય તહેવારો પૈકી એક છે, જે માતા દુર્ગાને સમર્પિત છે. માઈ ભક્તો આજથી નવ દિવસ માટે માતાજીની ભક્તિભાવપૂર્વક પૂજાપાઠ કરે છે. અમુક લોકો ઉપવાસ રાખીને પૂજન કરે છે. આજે અષાઢ મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એટલે ત્રીજી ઓક્ટોબરના પહેલું નોરતું આવે છે. નવરાત્રિનો આજે પહેલો દિવસ. પહેલા દિવસ માતા શૈલપુત્રીનું પૂજન કરવામાં આવે છે.
આજના દિવસ કળશ સ્થાપન પણ કરવામાં આવે છે. આજે કળશ સ્થાપના અથવા ઘટ સ્થાપન કરવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે શૈલપુત્રીની વિધિવત રીતે પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આજના પાવન પર્વે માતાજી પૂજા પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાં મંગલ થવાની કામના કરવામાં આવે છે. તિથિની શરુઆત ત્રીજી ઓક્ટોબરના સવારના 12.18 મિનિટથી પ્રતિપદા તિથિ શરુ થશે, જ્યારે ચોથી ઓક્ટોબરના સવારના 2.58 વાગ્યે પૂરી થશે, જ્યારે ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત સવારે 6.14 વાગ્યાથી 7.21 વાગ્યા સુધી રહેશે.
મૂળ વાર્તા જાણી લો…
હવે વાત કરીએ વિધિ વિધાન અને માતાજીની. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રીને હિમાલયની પુત્રી હોવાથી આ નામથી પણ ઓળખાય છે. શૈલપુત્રીને દેવી દુર્ગાના નવ સ્વરુપ પૈકી પહેલું માનવામાં આવે છે. હિમાલયની પુત્રી તરીકે જન્મ લેવાથી શૈલપુત્રી નામ પડ્યું હતું. મૂળ કથા અનુસાર દક્ષ પ્રજાપતિએ યજ્ઞમાં સમસ્ત દેવતાઓને બોલાવ્યા પણ શિવજીને આમંત્રણ આપ્યું નહોતું. સતી આમંત્રણ વિના પહોંચ્યા અને અપમાન થયું. દુખી થઈને સતીએ હવનકુંડમાં સમાધિ લીધી, ત્યારે ભગવાન શિવ ગુસ્સે થયા યજ્ઞને તહસનહસ કર્યા હતા. સતી બીજા જન્મમાં શૈલરાજ હિમાલયની પુત્રી તરીકે જન્મ લીધો અને શૈલપુત્રી કહેવાયા. કાશીમાં આ જગ્યાને મઢિયા ઘાટ કહેવાય છે, જે હાલમાં અલઈપુર ક્ષેત્ર છે.
પૂજાપાઠ સાથે આ જાપ કરી શકો.
નવરાત્રિના પહેલા દિવસે સ્નાન આદિ કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. માતાજીની સમક્ષ ધૂપ આદિ, દીવો પ્રગટાવીને ભોગ પણ ધરાવો. એના પછી માતાજીની આરતી ઉતારો અને પાઠ પણ કરી શકો છો. મા શૈલપુત્રીને લાલા રંગ સૌથી વધુ પ્રિય છે, તેથી આજના દિવસ દરમિયાન એટલે નવરાત્રિના પહેલા દિવસે પૂજામાં લાલ રંગનો ઉપયોગ કરી શકો છો. માતા શૈલપુત્રીની સવારી ગાય છે, તેથી ગાયના દૂધથી બનેલી વસ્તુનો ભોગ લેવાનું શુભ માનવામાં આવે છે. માતા શૈલપુત્રીને તમે ખીર યાદ દૂધથી બનાવવામાં આવેલી વસ્તુનો પણ ધરાવવામાં આવે છે. આજના પાવન દિવસે માતાજીની કૃપા માટે તમે યા દેવી સર્વભૂતેષુ મા શૈલપુત્રી રુપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ તેમ જ મા શૈલપુત્રી મંત્ર માટે તમે ઓમ એં હ્રીં ક્લીં ચામુન્ડાયૈ વિચ્ચે ઓમ શૈલપુત્રી દેવ્યૈ નમ. તેમજ વન્દેવાંછિતલાભાય ચન્દાર્ધકૃતશેખરામ, વૃષારુઢાં શૂલધરાં શૈલપુત્રીં યશસ્વિનીમ.