આજે મૌની અમાવસ્યાઃ મહાકુંભનું બીજું શાહી સ્નાન, આ ત્રણ રાશિના જાતકોને થશે ધનલાભ…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ 2025નું વર્ષ ખૂબ જ મહત્ત્વનું રહેશે. આ વર્ષની શરૂઆતમાં જ અનેક મહત્ત્વના ગ્રહોએ ગોચર કરીને અમુક રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવી દીધું છે. આવું જ એક મહત્ત્વનું ગોચર ગઈકાલે એટલે કે 28મી જાન્યુઆરીના મૌની અમાવસ્યા પહેલાં થયું છે. ગ્રહોના સેનાપતિ શુક્રએ સવારે 6.42 કલાકે મીન રાશિમાં ગોચર કર્યું છે.
આજે 29મી જાન્યુઆરીના મૌની અમાવસ્યા છે અને મહાકુંભનું બીજું શાહી સ્નાન પણ છે. જ્યોતિષાચાર્યની વાત પર વિશ્વાસ કરીએ તો શુક્રનું આ ગોચર તમામ રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહેવાનું છે, પણ ત્રણ રાશિઓ એવી છે કે જેમના માટે આ ગોચર લાભદાયી રહેશે.
મેષઃ મેષ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર ખૂબ જ લાભદાયી રહેશે. આ રાશિના જાતકો માટે કમાઈના નવા નવા સ્રોત ખુલશે. આવકની સાથે સાથે તમને બચત કરવામાં પણ સફળ રહેવાનો છે. ખર્ચમાં કમી આવશે. નવી નોકરી કે વેપાર શરૂ કરવા માટે આ બેસ્ટ સમય છે. જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે. કુંવારા લોકો માટે સારા સારા માંગા આવી શકે છે.
મિથુનઃ મિથુન રાશિના જાતકોને આ ગોચરથી કરિયર અને કારોબારમાં પ્રગતિ લઈને આવશે. વેપાર કરી રહેલાં લોકોને કોઈ મોટો મોકો હાથ લાગશે. જીવનસાથીના સહયોગથી મહત્ત્વનું કામ થશે. નોકરી કે વેપારમાં આજે સખત મહેનત અને લગનથી પૈસા કમાવશો. આ સમયગાળા દરમિયાન કોઈ પુરસ્કાર વગેરે માટે તમારું નોમિનેટ કરવામાં આવી શકે છે.
તુલાઃ ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ રહેશે. મિત્રો અને પરિવારના સંબંધીઓ વચ્ચેના મતભેદ પૂરા થશે. કોઈ જૂની બીમારી સતાવી રહી હશે તો આ ગોચરને કારણે એમાંથી રાહત મળી શકે છે. આ ગોચરને કારણે વેપારીઓને નફો પણ થશે. ધન-સંપત્તિમાં પણ વૃદ્ધિ થશે. કરિયરમાં પ્રગતિ થશે.