ઈસરો માટે આજે ઐતિહાસિક દિવસ, રોકેટ અને સેટેલાઈટ લોન્ચ કરશે
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા આજે ઐતિહાસિક લોન્ચિંગ કરશે, જેનાથી આજે દેશને સત્તાવાર રીતે નવું રોકેટ મળશે. એની સાથે સેટેલાઈટ પણ લોન્ચ કરવામાં આવશે, તેનાથી કુદરતી આફતો અંગે પણ જાણકારી મળશે.
શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પર સવારે રોકેટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ રોકેટ દેશનું નવું અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ઈઓએસ-8 લોન્ચ કરી રહ્યું છે એના સિવાય સ્મોલ સેટેલાઈટ એસઆર-0 ડીઈએમઓએસએટી પણ પેસેન્જર સેટેલાઈટ માફક લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ બંને સેટેલાઈટ્સ ધરતીથી 475 કિલોમીટરની ઊંચાઈના ગોળાકાર ઓર્બિટમાં ચક્કર પણ લગાવશે.
એસએસએલવી એટલે સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ અને ડીથ્રી એટલે થર્ડ ડિમોનેસ્ટ્રેશન ફલાઈટ. આ રોકેટનો ઉપયોગ મિનિ, માઈક્રો અને નેનો સેટેલાઈટ્સના લોન્ચિંગ માટે કરવામાં આવશે. આ લોન્ચિંગને સફળ થશે તો દેશને ત્રીજા ક્રમનું સૌથી શાનદાર રોકેટ જાહેર કરવામાં આવશે.
ધરતીની નીચલી કક્ષામાં 500 કિલોગ્રામ સુધીના સેટેલાઈટ્સને 500 કિલોમીટરના ઉપર હોય છે. આ લોન્ચિંગમાં 475 કિલોમીટરની ઊંચાઈ સુધી જશે, ત્યારબાદ આ સેટેલાઈટને છોડવામાં આવશે.
એસએસએલવી રોકેટની લંબાઈ 34 મીટરની છે તથા એનો વ્યાસ બે મીટર છે. એસએસએલવીનું વજન 120 ટન છે. એસએસએલવી 10થી 500 કિલોના પેલોડ્સને 500 કિલોમીટર સુધી પહોંચી સખે છે. 72 કલાકમાં તૈયાર થાય છે. એસએસએલવીને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ પેડ એક નંબરથી લોન્ચ કરવામાં આવે છે.
અર્થ ઓબ્ઝરવેશન સેટેલાઈટ (ઈઓએસ) પર્યાવરણના મોનિટરિંગ, કુદરતી આફત અને ટેક્નિકલ ડેમોન્સ્ટ્રેશનનું કામ કરશે. 175.5 કિલોગ્રામ વજનનું આ સેટેલાઈટ થર્ડ સ્ટેટ ઓફ ધ આર્ટ પેલોડ છે. ઈલેક્ટ્રો ઓપ્ટિકલ ઈન્ફ્રારેડ પેલોડ (ઈઓઆઈઆર), ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ રિફ્લેક્ટોમેટ્રી પેલોડ (જીએનએસએસ-આર અને સિક યુવી ડોઝિમીટર (એસઆઈસી યુએન ડોઝિમીટર), જેમાં ઈઓઆઈઆર દિવસ રાતે મિડ અને લોંગ વેવ ઈન્ફ્રારેડની તસવીરો લેશે.
આ તસવીરોથી કુદરતી આફત સંબંધિત વિવિધ જાણકારી મળશે જેમ કે જંગલમાં આગ, જ્વાળામુખીની ગતિવિધિ સહિત વરસાદ વગેરેનો સમાવેશ થાય છે. જીએનએસએસ-આર મારફત દરિયાઈ સપાટી પર હવામાનનું વિશ્લેષણ કરવામાં આવશે, જેમાં ભેજ-પૂરનો સમાવેશ થાય છે. ઉપરાંત, એસઆઈસી યુવી ડોઝિમીટરથી અલ્ટ્રાવાયોલેટ રેડિએશનની તપાસ થશે, જેમાં ગગનયાન મિશનમાં મદદ મળશે.