આજે છે ગંગા દશેરા, જાણી લો આજના દિવસનું મહત્ત્વ?
હિંદુ ધર્મ અને પરંપરા પ્રમાણે ગંગાજીનું વિશેષ મહત્ત્વ છે. વ્યક્તિના અંતિમ સમયે ગંગાજળ પીવડાવવામાં આવે છે એની સાથે ઘરને પવિત્ર કરવા માટે ગંગાજળને છાંટવામાં આવે છે. એનાથી આજે મોટી વાત કરીએ તો આજે ગંગા દશેરા છે. ઘરમાં ગંગાજળ રાખવા માટે ખાસ કરીને તાંબા, ચાંદી કે સોનાના વાસણમાં ગંગાજળ પણ રાખવામાં આવે છે. એના સિવાય લોકો આખું વર્ષ ગંગાજળને પાણીની બોટલમાં પણ રાખતા રાખતા હોય છે પણ એમાં નહીં રાખવું.
ગંગા દશેરાની વાત કરીએ તો આજે જેઠ મહિનાના સુદ પક્ષની દશમની તિથિ છે. આજના દિવસે એટલે રવિવારના મોટા દિવસે ગંગા દશેરાની ઉજવણી કરવામાં આવે છે. ભગીરથ રાજાએ ગંગાજીને સ્વર્ગથી ધરતી ઉપર લાવવા માટે તપસ્યા કરી હતી. ગંગાજી પ્રસન્ન થઈને ધરતી પર વાસ કર્યો. ધરતી પર ગંગાજીના અવતરણના દિવસને ગંગા દશેરા તરીકે ઉજવે છે. આ દિવસે લોકો ગંગાજીમાં સ્નાન કરવાનું પણ મહત્ત્વ છે. ગંગાજીમાં સ્નાન કરીને લોકો પોતાના પાપનો નાશ કરે છે.
અને એ દિવસથી ઘરમાં ગંગાજળ રાખવાની પરંપરા શરુ થઈ હોવાનું કહેવાય છે. ઘરમાં ગંગાજળ રાખવાથી પરિવારના સભ્યોમાં સકારાત્મક દૃષ્ટિકોણ વધે છે. ઘણા લોકો પ્લાસ્ટિકની બોટલમાં પણ ગંગાજળ રાખતા હોય છે, પરંતુ ગંગાજળને ખાસ કરીને લોકોએ તાંબા કે ચાંદીના વાસણમાં ભરીને રાખવું. ગંગાજળને સાફ સફાઈવાળી જગ્યાએ મૂકવાનું રાખો.
ઘરમાં પોઝિટિવિટી વધે એના માટે સમયાંતરે ગંગાજળ છાંટવું જોઈએ. એમ કરવાથી વાસ્તુ દોષની અસર દૂર કરી શકાય તેમ જ નકારાત્મકતા પણ દૂર થાય છે. ગંગાજળના ઉપયોગ પણ યોગ્ય રીતે કરવો જોઈએ. ગંગા દશેરાની દિવસે ગંગા અને રાજા શાંતનુના લગ્ન થયા હોવાની પણ પ્રાચીન ધર્મગ્રંથોમાં કહેવાયું છે.
પ્રાચીન કથા પ્રમાણે ગંગાના લગ્ન શાંતનુ રાજા સાથે થયા હતા. મહાભારતમાં રાજા શાંતનુને ગંગાજી સાથે પ્રેમ થયો હતો. રાજાએ ગંગાજી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ગંગાએ શાંતનુ સામે શરત રાખી કે પોતાના પ્રમાણે કામ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ અને જે દિવસે રોકવામાં આવશે એ દિવસે છોડી દેશે. એની પણ મોટી કથા છે. પણ ગંગાજીને ઘરમાં રાખવાનું વિશેષ મહત્ત્વ છે અને એનું પણ પાલન થવું જોઈએ. જો ખોટી જગ્યાએ રાખવામાં આવે તો પણ તેનાથી નકારાત્મકતા વધે છે. આજના દિવસે વારાણસી, હૃષિકેશ સહિત હરદ્રારમાં લોકો ગંગાજીના ઘાટે સ્નાન કરીને વિશેષ પૂજાપાઠ કરવાનું પણ મહત્ત્વ છે.