આજે તુલસીને અર્પણ કરો આ વસ્તુ, લક્ષ્મીજી દિલ ખોલીને આપશે ધન…
આજે 23મી મેના વૈશાખી પૂર્ણિમાનો દિવસ. વૈશાખ પૂર્ણિમાને હિંદુ ધર્મમાં બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે તુલસી સંબંધિત કેટલાક ઉપાયો કરવાથી મા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જેના વિશે આજે આપણે વાત કરીશું…
મુંબઈના જ એક જ્યોતિષાચાર્ય દ્વારા આ દિવસનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવી છે અને આ દિવસે જો જાતક પૂર્ણિમાનું વ્રત રાખે છે, તો તેના પર શ્રીહરિ અને માતા લક્ષ્મીની કૃપા વરસે છે અને જાતકની દરેક મનોકામના પૂર્ણ પણ કરે છે. આ દિવસ માટે એવું પણ કહેવાય છે કે, ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે, તેથી વૈશાખ પૂર્ણિમાના દિવસે તેમના પ્રિય છોડ તુલસીને કેટલીક વસ્તુઓ અર્પણ કરવી જોઈએ.
ચાલો, આજે તમને જણાવીએ કે આજના દિવસે એટલે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે તુલસી માતાને કઈ કઈ વસ્તુ ચઢાવવી જોઈએ, જેને કારણે શ્રીહરિ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.
* વૈશાખ પૂર્ણિમાના દિવસે તુલસી માતાને લાલ રંગની ચુંદડી ચઢાવવી જોઈએ. આ પાછળ એવી માન્યતા છે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે તુલસી માતાને લાલ રંગની ચુંદડી અર્પણ કરવાથી જીવનમાં ધન- ધાન્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
* લાલ ચુંદડી સિવાય વૈશાખ પૂર્ણિમાના દિવસે પીળા રંગના દોરામાં 108 ગાંઠ બાંધીને તુલસીના કુંડા પર બાંધો. આ પછી તુલસી માતાને સર્વસુખ માટે પ્રાર્થના કરો.
* આજના દિવસે તુલસીને લાલ રંગની નાડા-છડી જરુર બાંધો, આવું કરવાથી તમારા જીવનની દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ જશે અને શ્રી હરિ અને માતા લક્ષ્મીની કૃપા સદાય બની રહે છે.
* આજના દિવસે માતા તુલસીને કાચું દૂધ ચઢાવવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ એ પહેલાં તુલસીના છોડની સામે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાથી મનોકામના પૂરી થાય તે માટે તુલસી માતાને પ્રાર્થના કરો.