કડી-વિસાવદર પેટા-ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગઃ અપક્ષ અને નાની પાર્ટીઓનો પણ પ્રવેશ
ગાંધીનગરઃ દેશમાં ગુજરાત સહિત અન્ય રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં સત્તાધારી પાર્ટી સિવાય વિપક્ષી પાર્ટી હજુ તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે અપક્ષના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટી (આપ)એ અગાઉથી ગોપાલ ઈટાલિયાના નામની જાહેરાત કરી છે, જ્યારે બીજી બાજુ કડીની બેઠક પર દિવંગત વિધાનસભ્ય કરસન સોલંકીના પુત્ર પિયૂષ સોલંકીએ ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી છે. જિલ્લા પ્રમુખ સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી છે. કડી અને વિસાવદરની બેઠક માટે બે ઉમેદવારોએ ઉમેદવારના નામનો સમાવેશ થાય છે.
વિસાવદરની બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાઈ શકે છે, જ્યારે કડીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. ભાજપમાંથી કડીની બેઠક પર પિયૂષ સોલંકીએ જિલ્લા પ્રમુખ સમક્ષ પોતાનો બાયોડેટા રજૂ કર્યો હતો. બીજી બાજુ કડી પાલિકાનું સંગઠન છ નામો લઈને નિરીક્ષક સામે રજૂ કર્યાં હતા.
હાલમાં કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસ બે દિગ્ગજ પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા ચાલુ છે અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ ચાલુ છે ત્યારે કડી વિસાવદરની બેઠક પર એક અપક્ષ અને સરદાર વલ્લભભાઈ પટેલ નામની પાર્ટીમાંથી એક ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. કડીની બેઠક પર મકવાણા કમલેશભાઈએ સરદાર વલ્લભભાઈ પટેલ નામની પાર્ટી તરફથી ફોર્મ ભર્યું હતું, જ્યારે વિસાવદરમાં પ્રજાપતિ રાજભાઈ ચંદ્રકાંતભાઈએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે.
ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા પેટા-ચૂંટણીઓ માટે રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ તો તૈયારીઓમાં લાગેલી છે, પરંતુ આ વખતે અપક્ષ ઉમેદવારો અને નાની રાજકીય પાર્ટીઓના પ્રવેશથી રાજકીય ગરમાવો વધ્યો છે. વિસાવદર બેઠક પર આપના ગોપાલ ઇટાલિયા મેદાનમાં છે, જ્યારે કડીમાં દિવંગત કરસન સોલંકીના પુત્ર પિયૂષ સોલંકીએ દાવેદારી નોંધાવી છે. સાથે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા છે, જેને કારણે આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જોવાની શક્યતા છે.
ગુજરાત રાજ્યની બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચુકી છે. ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂનના રોજ મતગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ બંને બેઠકો પર પેટા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે.