Sunday Special: ગુરુ પૂર્ણિમાના દિવસે તમે આજે આટલું કરી શકો…
હિન્દુ શાસ્ત્રોમાં પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ આંકવામાં આવ્યું છે. અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિને ગુરુ પૂર્ણિમાના નામે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે આજના દિવસે ગુરુજીની પૂજા અને આશીર્વાદ પ્રાપ્ત કરવાનું મહાત્મય છે. આજના ગુરુ પૂર્ણિમાના દિવસે તમે ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરવાની સાથે અમુક પૂજાપાઠ પણ કરવામાં આવે છે.
વૈદિક પંચાગ અનુસાર દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિના દિવસે ગુરુ પૂર્ણિમાનું વ્રત પણ કરવામાં આવે છે. ગુરુજી ઉપાસના કરવાની સાથે ગુરુ પૂજન કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે તમે તમારા ગુરુજીને મળી શકો છો અથવા મેસેજ પાઠવીને પણ તેમના શુભાશિષ લઈ શકો છો. ગુરુનો અર્થ જ સાચા અર્થમાં તમને સારો અને સાચો રસ્તો ચિંધનાર વ્યક્તિ છે. ચાહે એની કોઈ પણ ઉંમર કેમ ન હોય.
વૈદિક પંચાગમાં જણાવ્યું છે કે આ વખતે 21મી જુલાઈના રવિવારના દિવસે ગુરુ પૂર્ણિમા છે. 20મી જુલાઈના સાંજના 5.59 મિનિટથી શરુ થઈને 21મી જુલાઈના અષાઢ પૂર્ણિમાના બપોરના 3.46 વાગ્યા સુધી પૂરી થશે. આજના દિવસે ચંદ્ર દેવની પણ પૂજા કરવામાં આવે છે. ચંદ્રમાના પૂજન સાથે પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનો સમય સાંજના 6.48 વાગ્યે રહેશે. આજના દિવસે તમે શિવ પૂજન કરી શકો છો. ભગવાન શિવ મંત્રની પૂજા સાથે તેનું પઠન કરી શકો છો.
નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માડ્ગરાગાયા મહેશ્વરાય।
નિત્યાય શુદ્ધાય દિગમ્બરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય।।
ઓમ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ।
ઉર્વારુકમિવ બન્ધાનન મૃત્યુર્મુક્ષીય મામૃતાત।।
આજના દિવસે તમે ગુરુ મંત્રનો પણ પાઠ કરી શકો છો.
ગુરુર્બ્રહ્મા ગ્રુરર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ।
ગુરુ સાક્ષાત્ પરં બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ।।
ધર્મજ્ઞો ધર્મકર્તા ચ સદા ધર્મપરાયણઃ।
તત્ત્વેભ્યઃ સર્વશાસ્ત્રાર્થાદેશકો ગુરુરુચ્યતે।।
ગુરુ મંત્રની સાથે તમે વિઘ્નેશ્વરાય ગણપતિ મહારાજનું પૂજન કરી શકો અને આ શ્લોકના પઠન સાથે દાદાનું પૂજન કરી શકો.
વક્રતુંડ મહાકાય, સૂર્ય કોટિ સમપ્રભઃ।
નિર્વિઘ્નં કુરુ મે દેવ શુબ કાર્યેષુ સર્વદા।।
નમામિ દેવ સકલાર્થદં તં સુવર્ણવર્ણં ભુજગોપવીતમ્ં।
ગજાનનં ભાસ્કરમેકદન્તં લમ્બોદરં વારિભાવસનં ચ।।
એકદંત મહાકાયં લમ્બોદરગજાનનમં।
વિઘ્નાશકરં દેવં હેરમ્બં પ્રણમામ્યહમ્ ।।
