July 1, 2025
બિઝનેસમની મેનેજમેન્ટ

આ છે સૌથી સસ્તા ભાવે સોનું ખરીદી શકાય એવી જગ્યા, પાંચમા નંબરે આવતી જગ્યા વિશે જાણીને તો…

Spread the love

સોનું દેખાવમાં ભલે એક પીળી ધાતુનો ટુકડો લાગતો હોય, પણ આ પીળી ધાતુના ટુકડા માટે ઈતિહાસમાં અનેક લોહિયાળ યુદ્ધ ખેલાયા હોય એના દાખલાઓ જોવા મળે છે. આજની તારીખમાં પણ સોનાની કિંમતમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, જેને કારણે તે આમ આદમીની પહોંચની બહાર નીકળી રહ્યું છે. પરંતુ આજે અમે અહીં તમને દુનિયાની કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં સોનું ખૂબ જ સસ્તું છે અને તમે થોડાક રૂપિયામાં જ ઝોલો ભરીને સોનું ખરીદી શકશો. ચોંકી ગયા ને? ચાલો જાણીએ આ જગ્યાઓ વિશે…
હાલમાં જ Bahikhata.org દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં આ જગ્યાઓ વિશેનો ઉલ્લેખ જોવા મળે છે. આ રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર જેને લોકો ગોલ્ડ સિટી તરીકે પણ ઓળખાવે છે એ દુબઈનો નંબર સૌથી પહેલા આવે છે. દુબઈમાં સોનાની ખરીદી કરવા પર કોઈ પણ પ્રકારનો ટેકસ નથી લેવામાં આવતો જેને કારણે દુબઈમાં સૌથી સસ્તામાં સસ્તું સોનુ ખરીદી શકાય છે.
દુબઈ બાદ બીજો નંબર આવે છે હોંગકોંગનો. દુબઈની જેમ જ હોંગકોંગમાં પણ ગોલ્ડ પરચેઝ પર કોઈ એડિશનલ ટેકસ નથી લેવામાં આવતો એટલે અહીં પણ દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ખૂબ જ સસ્તા ભાવે સોનુ મળી જાય છે. ત્રીજા નંબરે આવે છે સિંગાપોર. સિંગાપોરની ટેકસ સિસ્ટમને કારણે અહીંથી પણ તમે સસ્તા ભાવે સોનુ ખરીદી શકો છો. સિંગાપોરમાં ટેકસ એકદમ નજીવો હોય છે એટલે અનેક લોકો દુબઈ હોંગકોંગ સિવાય અહીંથી સોનુ ખરીદવાનું પસંદ કરે છે. સિંગાપોરમાં મરીના બે અને ઓર્ચેડ રોડએ બે સૌથી ફેમસ ગોલ્ડ માર્કેટ છે.
યુરોપમાં આવેલું સ્વિટ્ઝરલેન્ડ સસ્તું સોનુ મળનારા દેશોમાં પાંચમા સ્થાને આવે છે. અહીં પણ આપણે અત્યાર સુધી વાત કરીએ એ રીતે તમે સસ્તામાં સોનુ ખરીદી કરી શકો છો. આ દેશ સોનાની આયાત પર કોઈ પણ પ્રકારનો ટેકસ નથી લગાડતો એટલે અહીં સોનાના ભાવ ખૂબ જ ઓછા હોય છે.
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ પરંતુ પાંચમા નંબર પર આવે છે મેરા ભારત મહાન. જી હા, ભારતમાં પણ તમે સસ્તું સોનુ ખરીદી શકો છો. ભારતમાં ફેસ્ટિવલ સીઝનમાં મુંબઈ, દિલ્હી જેવા મોટા શહેરોમાં આકર્ષક ઓફર અને અનેક રાજ્યમાં ટેકસમાં આપવામાં આવતી છુટને કારણે સસ્તુ સોનુ ખરીદી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!