December 20, 2025
નેશનલ

Ayodhya જનારા ભકતો માટે આવ્યા આ મહત્વના સમાચાર, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

Spread the love

અયોધ્યા: જો તમે પણ અયોધ્યા ખાતે રામલલ્લાના દર્શન કરવા જાવ છો તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. દેશ જ નહીં પણ દુનિયાભરથી લોકો ભગવાન રામના દર્શન કરવા માટે અયોધ્યા આવી રહ્યા છે. પરંતુ હવે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે જેને કારણે અયોધ્યા આવનારા ભક્તો અને પુજારીઓએ પણ પસંદ નથી આવ્યો, તેમ જ એ લોકો નારાજગી વ્યક્ત કરાઈ રહી છે.
હવેથી ભગવાન રામના દર્શન કરવા આવનારા ભક્તોના કપાળ પર ચંદનનું તિલક નહીં કરવામાં આવે. મંદિર ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક ગર્ભ ગૃહમાં પૂજારીઓને આવું કરવા પર રોક લગાવવામાં આવી છે. એટલું જ નહીં પણ ચરણામૃત આપવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ પૂજારીઓને મળનારી દક્ષિણા પણ હવેથી દાનપેટીમાં જમા કરાવવાની રહેશે. ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય અંગે પુજારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
ટ્રસ્ટ દ્વારા આ બંને વાતો પર પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ આપતાં ટ્રસ્ટ સાથે સંકળાયેલા એક ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પુજારીઓ ભક્તોના કપાળ ચંદનનું તિલક નહીં લગાવી શકે. મંદિર ટ્રસ્ટ દ્વારા ઈમિડિયેટ ઈફેકટથી આ નિર્ણયની અમલ બજાવણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત ભક્તોને ચરણામૃત આપવા પર પણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલમાં વીઆઈપી દર્શન કરવા આવતા ભક્તોનો થોડું નજીકથી દર્શન કરવા આપવામાં આવે છે, જ્યારે અન્ય ભક્તોને બેરિકેડસ પાછળથી દર્શન કરવા આપવામાં આવે છે. અત્યાર સુધી રામલલ્લાના દર્શન કર્યા બાદ ભક્તોને કપાળ પર ચંદનનું તિલક અને ચરણામૃત આપવામાં આવે છે, પણ હવે આ બંધ કરવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે.
આ બાબતે પોતાનું મંતવ્ય આપતા મંદિરના એક પુજારીએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા મને અને મંદિરના પૂજારીઓને દક્ષિણા લેતા અને ચંદનનું તિલક લગાવવાથી રોકી દીધા છે. અમે લોકો તમામ ભક્તોને ચંદનનું તિલક નહીં લગાવી શકીએ. દક્ષિણા પણ દાનપેટીમાં જ નંખાવવામાં આવશે, ચરણામૃત પણ આપવાની મનાઈ કરવામાં આવી છે. આ ટ્રસ્ટનો નિર્ણય છે તો તેનું ચોક્ક્સ પાલન કરવામાં આવશે. પરંતુ આ પહેલ રામાનંદી પરંપરા મુજબ આ નિર્ણય એકદમ અયોગ્ય છે. રામાનંદી પરંપરા મુજબ દર્શન બાદ ભક્તોને તિલક અને ચરણામૃત આપવાની પરંપરા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!