આજના દિવસે ચંદ્રઘંટા માતાજીને પૂજા કરજો, કલ્યાણ કરશે સૌનું માતાજી
નવરાત્રીના જોતજોતામાં બે દિવસ પૂરા થયા અને આજે ત્રીજો દિવસ. માતા દુર્ગાના ત્રીજા સ્વરુપની વાત કરીએ તો આજનો દિવસ ચંદ્રઘંટા માતાજીનો છે. માતા ચંદ્રઘંટાના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંદ્ર બન્યો છે, તેથી ભક્તો માતાજીને ચંદ્રઘંટા કહે છે.
આજે પાંચમી ઓક્ટોબરના શનિવારના દિવસે નવરાત્રીનો દિવસ પડે છે.
ત્રીજા દિવસે ચંદ્રઘંટા માતાજીની પૂજા-અર્ચનાની માન્યતા છે. માતાજીની પૂજા કરવાથી ભક્તોના દુખ દૂર થાય છે અને સમૃદ્ધિમાં વધારો કરે છે. ચંદ્રઘંટા માતાજીના હાથમાં ત્રિશુળ, તલવાર અને ગદા છે. ધાર્મિક માન્યતા અનુસાર માતા ચંદ્રઘંટાએ રાક્ષસોના સંહાર કરનારી દેવીમા છે. આજના દિવસે તમે તમારા પરિવાર સાથે પણ માતાજીની પૂજા કરશો તમારી સુખ-સમૃદ્ધિમાં વધારો માતાજી કરશે.
નવરાત્રીના ત્રીજા દિવસ દરમિયાન વિધિ પૂર્વક માતા દુર્ગાના ત્રીજા સ્વરુપ ચંદ્રઘંટાની પૂજા કરવાનું મહત્ત્વ છે. માતાજીની ભક્તિ માટે ખાસ કરીને ઉં દેવી ચંદ્રઘંટાયૈ નમઃનો જાપ કરવામાં આવે છે. માતા ચંદ્રઘંટાને કંકુસ અક્ષત, ધૂપ અને પુષ્પ અર્પણ કરવામાં આવે છે. માતાજીને તમે દૂધથી બનાવવામાં આવેલી મીઠાઈનો પણ ભોગ ધરાવી શકો છો. નવરાત્રીના દિવસોમાં ખાસ કરીને દુર્ગા ચાલીસા અને દુર્ગા માતાજીની આરતી કરી શકો છો.
ચંદ્રઘંટા માતાજીની આરતી પણ યાદ રાખી લો
જય માં ચંદ્રઘંટા સુખ ધામ, પૂર્ણ કિજો મેરે સભી કામ,
ચંદ્ર સમાન તુમ શીતલ દાતી, ચંદ્ર તેજ કિરણો મેં સમાતી.
ક્રોધ કો શાંત કરને વાલી, મીઠે બોલ શિખાને વાલી,
મન કી માલક મન ભાતી હો, ચંદ્ર ઘંટા તુમ વરદાતી હો.
સુંદર ભાવ કો લાને વાલી, હર સંકટ મે બચાને વાલી,
હર બુધવાર જો તુઝે ધ્યાયે, શ્રદ્ધા સહિત જો વિનય સુનાયેં.
મૂર્તિ ચંદ્ર આકાર બનાયે, સન્મુખ ઘી કી જ્યોતિ જ્લાયે,
શીશ ઝુકા કહે મન બાત, પૂર્ણ આસ કરો જગદાતા.
કાંચીપુર સ્થાન તુમ્હારા, કરનાટિકા મેં માન તુમ્હારા,
નામ તેરા રટું મહારાની, ભક્ત કી રક્ષો કરો ભવાની.