કેતુ ગોચરથી આ રાશિઓને મળશે સફળતા, થઈ જશે માલામાલ…
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં રાહુની જેમ જ કેતુને પણ છાયા અને પાપી ગ્રહ માનવામાં આવે છે. કેતુને ખૂબ જ પ્રભાવી ગ્રહ હોવાનું કહેવાય છે. જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દર 18 મહિને કેતુ રાશિ પરિવર્તન કરે છે અને એનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. આવા કેતુ આ વર્ષે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે જેને કારણે અમુક રાશિના જાતકોને લાભ થશે. આવો જોઈએ ક્યારે કેતુ રાશિ પરિવર્તન કરશે અને એનાથી કઈ રાશિના લોકોને લાભ જ લાભ થઈ રહ્યો છે.
કેતુ હાલમાં કન્યા રાશિમાં બિરાજમાન છે અને 18મી મે, 2025ના સિંહ રાશિમાં પ્રવેશ કરશે. કેતુના આ રાશિ પરિવર્તનને કારણે તમામ રાશિના જાતકો પર ઓછા વધતા પ્રમાણમાં અસર જોવા મળશે. પણ કેટલીક રાશિઓ એવી છે કે જેમને આ રાશિ પરિવર્તનથી વિશેષ લાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ…
મિથુનઃ કેતુ મિથુન રાશિના ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે અને એને કારણે આ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ વિશેષ રહેવાનો છે. મિથુન રાશિના જાતકોને વિશેષ લાભ થશે. આ રાશિના જાતકો પોતાના તમામ લક્ષ્ય હાંસિલ કરશે. કામના સ્થળે પ્રમોશન મળશે. પરિવારનો સાથ-સહકાર મળશે. આજે અટકી પડેલાં કામ પૂરા થશે. આવકમાં વૃદ્ધિ થશે.
વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિના જાતકોના દસમા ભાવમાં કેતુ પ્રવેશ કરશે. કરિયરમાં નવી નવી ઊંચાઈઓ હાંસિલ થશે. જેટલી વધારે મહેનત કરશો એટલો વધારે લાભ થશે. વિદેશ જવા માટે આ સમય સારો રહેશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે. સંબંધો સુધરશે. જીવનસાથી સાથે વધારે સમય પસાર કરશો.
ધનઃ ધન રાશિના જાતકોના નવમા ભાવમાં કેતુ ગોચર કરશે. ધન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે. જો કોઈ આર્થિક સમસ્યા સતાવી રહી હશે તો એ પણ પૂરી થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય સારો રહેશે. કામના સ્થળે વરિષ્ઠ અધિકારી તમારા કામની પ્રશંસા કરશે. કરિયરમાં પ્રગતિ થશે.