રન-ચોરઃ વર્લ્ડ ક્રિકેટમાં ક્યારેય રન-આઉટ થયા નથી આ પાંચ ક્રિકેટર
વર્લ્ડ ક્રિકેટમાં નિરંતર અનિશ્ચિતતા, રોમાંચ અને અજબગજબ નિયમોનો ખેલ છે. સતત ક્રિકેટમાં નિયમો બદલાતા રહે છે. ટેસ્ટ, વન-ડે પછી ટવેન્ટી-ટવેન્ટી અને ટેન-10 જમાનો આવી જશે, પરંતુ એક જમાનામાં આ જેન્ટલમેનગેમમાં એક એવો અનોખો વિક્રમ છે, જે અત્યાર સુધીમાં માત્ર પાંચ ક્રિકેટર પોતાના નામે રાખી શક્યા છે. ક્રિકેટ ઈતિહાસમાં એવા પાંચ થુરંધર ખેલાડી છે, જે ક્યારેય ટેસ્ટ ફોર્મેટમાં રન-આઉટ થયા નથી. કોણ છે એ જાણીએ, જેમાં એક ભારત અને પાકિસ્તાનના અને બાકી ત્રણ ઇંગ્લેન્ડના ખેલાડીનો સમાવેશ થાય છે.
1 કપિલ દેવઃ ભારતીય ક્રિકેટ ટીમ જ નહીં, પરંતુ દુનિયાના દરેક ભારતીય એ પણ ક્રિકેટ પ્રેમી માટે કપિલ દેવનો પરિચય આપવો પડે નહીં. ભારતને વર્લ્ડ કપની ભેટ આપનારા પૂર્વ કેપ્ટન કપિલ દેવ એક ઓલ રાઉન્ડર તરીકે જાણીતા હતા. વિસ્ફોટક બેટ્સમેન સાથે આક્રમક બોલર તરીકે જાણીતા કપિલ દેવે ભારતીય ટીમ વતીથી 131 ટેસ્ટ મેચ રમીને 5,248 રન બનાવ્યા હતા, જ્યારે 434 વિકેટ ઝડપી હતી. એ જ રીતે વન-ડે ક્રિકેટમાં 3,000થી વધુ રન બનાવવા સાથે 253 વિકેઠ ઝડપી હતી. કપિલ દેવે પોતાની ટેસ્ટની કારકિર્દીમાં ક્યારેય રન આઉટ થયા નહોતા.
2 મુદસ્સર નઝરઃ પાકિસ્તાનમાં એકથી એક ચઢિયાતા બોલર હતા, પરંતુ એક બેટસસેન પણ એવો હતો જે પોતાની કારકિર્દી દરમિયાન રનઆઉટ થયો નહોતો અને એનું નામ હતું મુદસ્સર નઝર. પાકિસ્તાન વતીથી મુદસ્સર નઝરે 76 ટેસ્ટ મેચમાં 4,114 રન બનાવ્યા હતા, જેમાં 10 સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 122 વન-ડેમાં 2,653 રન બનાવ્યા હતા. મુદસ્સર નઝર સુપરફાસ્ટ રન લેવામાં માહિર હતો. પાકિસ્તાનને અનેક મેચ જીતાડનારા મુદસ્સર નઝર પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કોચ પણ રહી ચૂક્યા હતા.
3 પીટર મેઃ ઇંગ્લેન્ડની ટીમના પૂર્વ કેપ્ટન અને આક્રમક બેટસમેન પીટર મે પોતાની કારકિર્દીમાં ક્યારેય રન આઉટ થયો નહોતો. ક્લાસિક બેટસમેન અને બેસ્ટ કેપ્ટન તરીકે ઝળકેલા પીટર મેએ ઇંગ્લેન્ડ માટે 1951માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ડેબ્યૂ કર્યું હતું. પીટર મેએ ઇંગ્લેન્ડ વતીથી 66 ટેસ્ટ મેચમાં 4,537 રન બનાવ્યા હતા, જેમાં 13 સદીનો સમાવેશ થાય છે. પીટરનો સર્વોચ્ચ સ્કોર 235 રનનો હતો, જ્યારે રન લેવામાં એટલો ઝડપી હતો કે સામેની ટીમના ખેલાડીઓ ક્યારેય રનઆઉટ કરી શક્યા નહોતા.
4 ગ્રેહામ હિકઃ ઝિમ્બાબ્વેમાં જન્મેલા પણ ઇંગ્લેન્ડ વતીથી ક્રિકેટ રમનારા ગ્રેહામ હિકનું નામ પણ આ રેકોર્ડમાં નામ ધરાવે છે. ઇંગ્લેન્ડ વતીથી 65 ટેસ્ટ અને 120 વન-ડે રમનારા ગ્રેહામે બંને ફોર્મેટમાં 3,000થી વધુ રન બનાવ્યા હતા. બેટિંગથી પણ તેના ચાહકો વિશેષ ખુશ થતા. સૌથી મહત્ત્વની વાત એ હતી કે ગ્રેહામ હિકને ક્યારેય વિરોધી ટીમના ખેલાડીઓ રન આઉટ કરી શક્યા નહોતા, જ્યારે પોતાના દમ પર અનેક વખત ટીમને જીત પણ અપાવી હતી.
5 પોલ કોલિંગવુડઃ ઇંગ્લેન્ડ વધુ ક્રિકેટર પોલ કોલિંગવુડે તમામ ફોર્મેટમાં ક્રિકેટ રમવા સક્ષમ હતો. ઇંગ્લેન્ડ વતીથી 68 ટેસ્ટ મેચમાં 4,000થી વધુ રન બનાવ્યા હતા. કોલિંગવુડ આક્રમક બેટિંગ માટે જાણીતો હતો. ઇંગ્લેન્ડ વતીથી 2010માં આઈસીસી ટવેન્ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી ટીમને અપાવવામાં શ્રેય મળ્યું હતું. પોલ કોલિંગવુડ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ક્યારેય રન આઉટ થયો નહોતો.