યહાં કે હમ સિકંદરઃ માર્ચમાં 32થી 65 ટકા રિટર્ન આપનારા આ છે ટોપ 10 સ્ટોક
વૈશ્વિક બજારમાં બેતરફી અફડાતફડી વચ્ચે ભારતીય શેરબજારમાં પણ મોટી ઉથલપાથલ રહી. વીતેલા માર્ચ મહિનામાં સ્ટોકમાર્કેટમાં મોટી વધઘટ વચ્ચે રોકાણકારોને મોટો ફટકો પડ્યો, પરંતુ આ સમયગાળા દરમિયાન નિફ્ટીના 500 સ્ટોકમાંથી દસ સ્ટોક એવા રહ્યા છે, જે સિકંદર સાબિત થયા હતા. અમુક સ્ટોકે રોકાણકારોને 32 ટકાથી લઈને 65 ટકા સુધીનું રિટર્ન આપ્યું હતું.
ટોચનું વળતર આપનારા શેરમાં અદાણીના શેરનો સમાવેશ
અનેક રોકાણકારોને નકારાત્મક માહોલમાં રોકાણ પર અસર પડી હતી, જ્યારે મિડિયમ રિટર્ન આપનારા ટોચના દસ સ્ટોકમાં પીટીસી ઈન્ડસ્ટ્રી, જેન ટેક્નોલોજીસ, જેએસડબલ્યુ હોલ્ડિંગ્સ, ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર ઈન્ડિયા, ચેન્નઈ પેટ્રો, એચએએલ, એઈજી, જીઆરએસઈ, અદાણી ટ્રાન્સમિશન અને જ્યોતિ સીએનસીનો સમાવેશ થાય છે. માર્કેટના વિવાદાસ્પદ જૂથ અદાણી ગ્રુપનો પણ સમાવેશ થાય છે. નિરંતર વિવાદમાં રહેવા છતાં અદાણી ટ્રાન્સમિશને રોકાણકારોને માર્ચમાં 34 ટકાથી વધુ વળતર આપ્યું છે.
સેન્સેક્સ 5.76 ટકા અને નિફ્ટી 6.30 ટકાનો ઉછાળો રહ્યો
વીતેલા માર્ચ મહિનામાં સેન્સેક્સમાં 4216 પોઈન્ટ અથવા 5.76 ટકાનો ઉછાળો રહ્યો હતો, જ્યારે 50 સ્ટોક આધારિત નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સમાં 6.30 ટકા અથવા 1,394 પોઈન્ટનો ઉછાળો રહ્યો હતો, જ્યારે આ જ સમયગાળા દરમિયાન 10 શેર માર્ચમાં સિકંદર સાબિત થયા હતા. દસમાંથી મોટા ભાગના સ્ટોકે 32થી 65 ટકાથી વધુ વળતર આપ્યું હતું. ટોપ ટેન સ્ટોકમાં અમુક સ્ટોકે તો 65 ટકાથી વધુ રિટર્ન આપ્યું હતું.
ટોપ ટેનમાં બાહુબલી સ્ટોક પીટીસી ઈન્ડિયા રહ્યો
પીટીસી ઈન્ડસ્ટ્રીઝે પ્રત્યેક સ્ટોકમાં રોકાણકારોને 4740 રુપિયાનું રિટર્ન આપ્યું હતું. માર્ચમાં આ સ્ટોકમાં 64.45 ટકા વધીને 14,945 રુપિયા (શુક્રવારનો બંધ ભાવ)ના મથાળે હતો. ડ્રોન ઉત્પાદક કંપની જેન ટેકનોલોજીએ 41.45 ટકા વધીને 1,479 રુપિયાની સપાટીએ હતો. જેએસડબલ્યુ હોલ્ડિંગ્સ 40 ટકા વધીને 22,986, ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર ઈન્ડિયા 39 ટકા (536 રુપિયા), ચેન્નઈ પેટ્રો 36 ટકા (615), હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ 35 ટકા વધીને 4,177 રુપિયા (હજાર રુપિયાનું રિટર્ન), એચઈજી 35 ટકા, ગાર્ડન રિચ શિપ બિલ્ડર્સ 34 ટકા, અદાણી ટ્રાન્સમિશન 34 ટકા અને જ્યોતિ સીએનસી ઓટોમેશન 32 ટકા વધીને એક હજાર રુપિયાની સપાટી પાર કરી હતી.