પહેલી નવેમ્બરથી બેન્કિંગના આ મહત્વના નિયમમાં થશે ફેરફાર, RBIએ શું કહ્યું જાણો એક ક્લિક પર…
નવી દિલ્હીઃ આજકાલ દરેક વ્યક્તિનું બેંક એકાઉન્ટ હોય જ છે. જો તમારું પણ બેંક એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે જ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હવે બેંકોને કડક નિર્દેશો આપવામાં આવ્યા છે અને આ નિર્દેશ હેઠળ બહારના ખાતામાં કરવામાં આવેલા કેશ પેમેન્ટનો રેકોર્ડ રાખવો ફરજિયાત છે. આ નવો નિયમ પહેલી નવેમ્બર 2024થી લાગ કરવામાં આવશે. આરબીઆઈ દ્વારા કરવામાં આવેલા આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનમાં ટ્રાન્સપરન્સી લાવવાનો અને અને સિક્યોરિટી વધારવાનો છે.
વાત કરીએ આરબીઆઈના નવા આદેશની તો ઓક્ટોબર 2011ના ઘરેલૂ કેશ ટ્રાન્સફર ફ્રેમવર્કમાં ફેરફાર કરતા જણાવ્યું હતું કે, બેંકોએ હવે કેશન પેમેન્ટના લાભાર્થીઓના નામ અને સરનામાંનો રેકોર્ડ રાખવો પડશે. આ સિવાય પૈસા મોકલનારી બેંકે પ્રત્યેક ટ્રાન્ઝેક્શનની પુષ્ટિ કરવા માટે એક વધારાનું ઓથેન્ટિકેશન પણ ફરજિયાત કરાવવું પડશે. જોકે, અત્યાર સુધી તો કાર્ડ ટુ કાર્ડ ટ્રાન્ઝેક્શન આ નિયમમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.
સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવેલા એક અધ્યયનમાં એવું જાણવા મળ્યું હતું કે, ઈક્વિટી કેશ કેટેગરીમાં 71 ટકા ઈન્ટ્રા ડે રોકાણકારોને 2022-23માં નુકસાન થયું હતું અને તેમ છતાં પણ આ સમયગાળામાં આ કેટેગરીમાં કારોબાર કરનારાની સંખ્યામાં 300 ટકાનો વધારો જોવા મળ્યો છે.
આ અધ્યયનમાં એવું પણ જાણવા મળ્યું હતું કે, 30 વર્ષથી ઓછી ઉંમરના રોકાણકારોની સંખ્યામાં વધારો થયો છે. 2022-23માં, આ રોકાણકારોની ભાગીદારી વધીને 48 ટકા થઈ ગઈ, જે વર્ષ 2018-19માં ઓછી હતી. રસપ્રદ વાત તો એ છે કે, જે રોકાણકારો બહુ જ વધારે ટ્રાન્ઝેક્શન કરે છે, તેમાંથી 80 ટકાને નુકસાન થયું છે.