July 1, 2025
નેશનલ

Vande Bharat Trainમાં છે આ Secrete Feature, જેનાથી રેલવેને થાય છે અઢળક કમાણી..

Spread the love

Indian Railway એ દેશ જ નહીં પણ દુનિયાના સૌથી વિશાળ નેટવર્કમાંથી એક છે. રિપોર્ટ પર વિશ્ર્વાસ કરીએ તો Indian Railway એ દુનિયાનું ચોથા નંબરનું વિશાળ નેટવર્ક છે. આટલા વર્ષોમાં સમયાંતરે ભારતીય રેલવેમાં અનેક મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે અને વાત કરીએ અત્યારની સૌથી લોકપ્રિય અને અદ્યતન ટ્રેનની તો એમાં Vande Bharat Trainનું નામ આવે આવે ને આવે જ. અત્યાર સુધીમાં તો તમે પણ આ Vande Bharat Trainમાં મુસાફરી તો કરી જ લીધી હશે, પણ તેમ છતાં તમને આ આધુનિક ટ્રેનના એક સિક્રેટ ફીચર વિશે તો માહિતી નહીં જ હોય, જે અમે તમને અહીં જણાવવા જઈ રહ્યા છીએ.
હાલમાં Indian Railways દ્વારા હાલમાં 50 જેટલી Vande Bharat trein દોડાવવામાં આવે છે. Vande Bharat Trainએ ભારતની સૌથી ઝડપી દોડનારી સેમી હાઈ સ્પીડ ટ્રેન છે જે Advance Technologyની સાથે સાથે જ કેટલીક ખાસ સુવિધાઓથી સજજ પણ છે. આ ટ્રેનમાં એક ગજબની સિસ્ટમ આપવામાં આવી છે જેને કારણે જેટલી પણ વખત Vande Bharat Trainને બ્રેક મારવામાં આવે છે એટલી વખત રેલવેને ફાયદો પહોંચે છે. આવો જોઈએ શું છે આ સિસ્ટમ…
વાત જાણે એમ છે કે Vande Bharat Trainમાં Regenrative Breaking System બેસાડવામાં આવી છે. જેને કારણે જ્યારે જ્યારે Vande Bharat Trainને બ્રેક મારવામાં આવે છે ત્યારે ત્યારે Electricity Generat થાય છે.

રેલવેના એક અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર Vande Bharat Trainમાં લગાવવામાં આવેલી આ ટેકનોલોજીથી 30 ટકા જેટલી વીજળીની બચત થાય છે. આ ટ્રેનમાં લગાવવા આવેલી આ રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ અન્ય ટ્રેન કરતાં અલગ છે અને તે કાઈનેટિક એનર્જી એટલે કે ચાલું ઊર્જાને સ્ટોર કરે છે.

આ પ્રકારનાં રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમથી સ્જજ વંદે ભારત ટ્રેનમાં જ્યારે બ્રેક મારવામાં આવે છે ત્યારે તે એક જનરેટરની જેમ કામ કરે છે અને પાવર સપ્લાય સિસ્ટમમાં પાવર પાછું મોકલાવે છે. આ પાવરનો ઉપયોગ એ જ ફીડરથી પાવર લઈ રહેલી બીજી ટ્રેન દ્વારા કરવામાં આવે છે અને આને કારણે રેલવે 30 ટકા વીજળીની બચત કરે છે.
25મી એપ્રિલ, 2024 સુધીની ઓફિશિયલ ઈન્ફર્મેશન અનુસાર અત્યાર સુધીમાં 50 જેટલી વંદે ભારત ટ્રેન રેલવે દ્વારા દોડાવવામાં આવે છે અને રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમથી સજજ આ ટ્રેનો રેલવેને વીજળી બચાવીને વધારાની કમાણી કરવી આપે છે. ચોક્ક્સ જ તમને પણ Vande Bharat ટ્રેનના આ સિક્રેટ ફીચર વિશે માહિતી નહીં જ હોય, પણ હવે તમે પણ લોકો સાથે આ ઇન્ફોર્મેશન શેર કરીને એમના નોલેજમાં પણ વૃદ્ધિ કરજો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!