July 1, 2025
ગુજરાતટોપ ન્યુઝ

ભુજની એ 300 મહિલાની બહાદૂરી આગળ પાકિસ્તાન ઊંધા માથે પટકાયું હતું, એ નાપાક ભૂલ્યું?

Spread the love

પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે આંતરિક અને સરહદી ઘર્ષણ વધ્યા છે.એલઓસી પર રોજ બોમ્બમારો કરે રાખે છે, જ્યારે તેના નેતાઓ પણ ડરેલા છે. કોઈ કહે છે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે તો કોઈક ડરના માર્યા કહે છે કે જો ભારત હુમલો કરશે તો દેશ છોડીને જતા રહેશે. ભૂતકાળમાંથી પાઠ ભણવા તૈયાર નથી, કારણ કે અત્યાર સુધીમાં પાકિસ્તાન ભારત સામે જેટલા યુદ્ધ કર્યાં છે તેમાં ઊંધા માથે પટકાયું છે. ચાહે 1965 હોય કે પછી 1971નું યુદ્ધ. 1971ના યુદ્ધ વખતે તો ફક્ત 300 મહિલાની બહાદુરીને કારણે પાકિસ્તાનને શસ્ત્રો હેઠા મૂકવાની નોબત આવી હતી.

ભુજ એરફોર્સ સ્ટેશન પર 35થી વધુ કર્યાં હતા હુમલા
1971ના યુદ્ધ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે અનેક મોરચે યુદ્ધ ચાલી રહ્યું હતું અને એની વચ્ચે પાકિસ્તાને આઠમી ડિસેમ્બરના ગુજરાતના ભુજ જિલ્લાના એરફોર્સ સ્ટેશન પર હુમલો કર્યો હતો. એક અઠવાડિયામાં 35થી વધુ વખત હવાઈ હુમલા કર્યા હતા, જેમાં બોમ્બ અને રોકેટને કારણે રન-વેને ભારે નુકસાન થયું હતું.

પર્લ હાર્બરની સાથે એ ઘટનાની સરખામણી કરાય છે
પાકિસ્તાનને જવાબ આપવા માટે Airstrip તૈયાર કરવાનું જરુરી હતું. ભુજ એરફોર્સ સ્ટેશનના કમાન્ડર અને સ્ક્ડ્રોન લીડર વિજય કુમાર કર્ણિકનું સંકટ માધાપરની 300 મહિલાઓએ દૂર કર્યું હતું. રફોર્સ અને બીએસએફની પાસે એટલા જવાન નહોતા કે મર્યાદિત સમયમાં કામ પાર પાડી શકે એમ નહોતા. માધાપરની મહિલાઓએ હિંમતપૂર્વક એરપોર્ટનો એરસ્ટ્રિપ તૈયાર કરવામાં મદદ કરી. સિમેન્ટ, ગારાને લઈ મહિલાઓએ ત્રણ દિવસમાં એર ફોર્સના લડાકુ વિમાન ઉતારવા માટે સફળ રહ્યા હતા. આ ઘટનાને પર્લ હાર્બર યુદ્ધ સાથે સરખાવવામાં આવે છે.

મહિલાઓની બહાદુરીનો એ કિસ્સો દેશ ભૂલ્યો નથી
પહલગામ હુમલા પછી હાલમાં આ કિસ્સો લોકોને યાદ આવી રહ્યો છે. પાકિસ્તાનને પાંસરું કરવા માટે દેશ એકતા અને બહાદૂરીપૂર્વક કામ કરી શકાય છે. આ સ્ટોરી એક કાનબાઈ શિવજી હિરાનીએ નિવેદન આપ્યું છે કે એરસ્ટ્રિપ તૈયાર કરનારી મહિલાઓની ટીમમાં મારો પણ સમાવેશ થયો હતો. પાકિસ્તાનના એર એટેકને કારણે ભુજના રનવેને નુકસાન પહોંચ્યું હતું. પણ 30-30 મહિલાની ટીમ દ્વારા સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી કામ કરતા હતા. લીલા રંગના કપડા પહેરીને મહિલાઓ કામ કરતી. પહેલી સાયરન વખતે મહિલાઓ છુપાઈ જતી અને બીજી સાયરન વખતે કામમાં લાગી જતી હતી. આ જ રીતે પાકિસ્તાનને જવાબ આપવો જોઈએ, એમ તેને જણાવ્યું હતું.

16 ડિસેમ્બરના પાકિસ્તાની સેનાને કર્યું આત્મ સમર્પણ
મહિલાઓએ પોતાના પરિવારની ચિંતા કર્યા વિના સતત 72 કલાક સુધી કામ કરવામાં એરફોર્સની મદદ કરી હતી. લીલા રંગની સાડીમાં મહિલાઓ ત્યાં પહોંચી હતી, જેથી પાકિસ્તાની એરફોર્સની નજર પડે નહીં. હવાઈ હુમલા વખતે જંગલમાં છુપાઈ જતી હતી. ગાયના છાણથી રન-વેને ઢાંકી દેવામાં આવ્યો હતો, જ્યારે ખાધા-પીધા વિના ત્રણ દિવસ સુધી રન-વેનું મરમ્મતનું કામ કર્યું હતું.
એટલે સુધી કે 16મી ડિસેમ્બર 1971ના પાકિસ્તાની સેનાએ આત્મસમર્પણ કરવાની નોબત આવી હતી. ભુજની મહિલાઓની બહાદુરીની ખુદ તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ પણ કરી હતી. મોદી સરકારે પણ 2018માં વિરાંગના સ્મારક બનાવીને મહિલાઓને શ્રદ્ધાંજલિ આપી હતી અને આ જ સ્ટોરી પર પણ વેબ સિરીઝ (ભુજ-ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા) બનાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!