February 19, 2026
મનોરંજન

શિવજીની ભક્તિમાં લીન અક્ષય કુમારે કર્યું કંઈક એવું કે…

Spread the love

બોલીવૂડના મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર શિવજીનો સૌથી મોટો ભક્ત છે અને તેણે મહાશિવરાત્રિ પહેલાં જ ફેન્સને એક સરપ્રાઈઝ આપ્યું છે. સોશિયલ મીડિયા પર અક્કીએ શિવભક્તો માટે ગાયેલા ગીતનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. તમે પણ અક્ષય કુમારનો આ વીડિયો ના જોયો હોય તો અહીંયા જોઈ લો.

અક્ષય કુમારનું ગીત મહાકાલ ચલો ગીત મહાશિવરાત્રિ પહેલાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીત સાંભળીને તમે પણ શિવભક્તિમાં લીન થઈ જશો. આ ગીત ભગવાન શિવને સમર્પિત કરવામાં આવ્યું છે. અક્ષય કુમારે આ ગીતને અવાજ આપ્યો છે અને આ સિવાય ફેમસ સિંગર પલાશ સેન પણ અક્ષય સાથે ગીતમાં જોવા મળશે.


વીડિયોમાં જોવા મળે છે એ રીતે બંને શિવભક્તિમાં લીન છે. આ ગીત અક્ષયના ચાહકો માટે ખૂબ જ ખાસ સાબિત થવાનું છે, કારણ કે આ પહેલાં ફેન્સે અક્કીને આ અવતારમાં નહીં જોયો હોય. ખુદ અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોની કેપ્શનમાં અક્કીએ લખ્યું છે કે શિવભક્તિની દિશામાં એક ડગલું આગળ. ચલો મહાકાલ! મને આશા છે કે, તમને પણ એ જ દિવ્ય અનુભવ થશે જેવો અનુભવ મને આ ગીતને રેકોર્ડ કરતી થયો હતો.

પલાશ સેને અક્ષય કુમારની શિવભક્તિની પ્રશંસા કરતા કહ્યું હતું કે અક્ષય કુમાર સાથે કામ કરવાની વાત એક અમૂલ્ય ક્ષણ હતી. સ્ટાર હોવા છતાં તેની કામ કરવા પ્રત્યેની નિષ્ઠા પ્રશંસનીય છે. સેટ પર આવ્યા પછી તેને ગીતના એક એક શબ્દો યાદ હોય છે. તે સિંગર નહીં હોવા છતાં વાસ્તવમાં તેને કુદરતી રીતે ભગવાને ગિફ્ટ આપી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં અક્ષય કુમાર ફિલ્મ સ્કાય ફોર્સમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. હવે અક્કીને આ રીતે શિવભક્તિમાં લીન જોવું આ દર્શકો માટે ખૂબ જ અલગ અનુભવ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!