July 1, 2025
ગુજરાતટોપ ન્યુઝ

Alert: ગુજરાતના તાપમાનમાં થઈ ગયો અચાનક વધારો, ગરમીથી બચવા શું કરશો?

Spread the love

રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત ગુજરાતમાં આકરા ઉનાળાની મોસમ શરુ થઈ ગઈ છે, જેમાં ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં આગ ઓકતી ગરમી પડી શકે છે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યું હતું હીટવેવની અસર ગુજરાતમાં જોવા મળી છે, તેમાંય વળી ગઈકાલે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી, જ્યારે દરિયાકાંઠો ધરાવતા સુરતમાં પણ અસહ્ય ગરમી અનુભવાઈ હતી, જ્યારે ગુજરાતના છ શહેરમાં ગરમીનો પારો જેટલી ડિગ્રીએ રહેવો જોઈએ એના કરતા 8 ડિગ્રી વઘુ રહ્યો છે.

હવામાન વિભાગે આજે કચ્છ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને સુરતમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે પોરબંદર, ભાવનગર અને સાબરકાંઠામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, હવામાન વિભાગે પાંચ જિલ્લામાં વોર્મ નાઈટ એટલે કે રાતના સમયગાળા દરમિયાન નાગરિકો આકરી ગરમીનો અનુભવ કરશે. ખાસ કરીને તાપમાનમાં સાતથી આઠ ડિગ્રીનો વધારો થયો છે, તેથી નાના બાળકો, સિનિયર સિટીઝન કે બીમાર દર્દીઓને ખાસ ગરમીના સમયગાળા દરમિયાન બહાર લઈ જવાનું ટાળવું જોઈએ નહીં તો મુશ્કેલીનું નિર્માણ થઈ શકે છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢમાં ગરમીએ બાર વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. જૂનાગઢમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો હતો, જ્યારે આગામી દિવસોમાં પારો વધુ ઉચકાઈ શકે છે. આ અગાઉ 2012માં માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી પડી હતી. હજુ આગામી બેથી ત્રણ દિવસ 40 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો રહી શકે છે, જેથી નાગરિકોએ ગરમીથી સાવધાની રાખવી જરુરી બની રહે છે.

માર્ચ મહિનાથી જ રાજ્યમાં શરૂ થઇ ગઇ આકરી ગરમી. હવામાન વિભાગે 7 જિલ્લામાં રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે, જ્યારે આગામી 24થી 48 કલાક માટે 19 જિલ્લામાં હીટવેવની આગાહી પણ વ્યક્ત કરી છે. સામાન્ય કરતા પાંચથી આઠ ડિગ્રી તાપમાન વધારે નોંધાયું છે. આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અનેક વિસ્તારમાં હીટ વેવની સંભાવના છે. ગુજરાતના છ શહેરના સામાન્ય તાપમાન કરતા ગઈકાલે આઠ ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે, જેની સામાન્ય જનતા પર વધુ અસર થઈ શકે છે.

તાપમાનમાં મહદઅંશે ઘટાડો થવાની શક્યતા છે. 12 માર્ચે પણ IMD દ્વારા ચાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને રાજકોટનો સમાવેશ થાય છે. ગંભીર પરિસ્થિતિને પગલે હવામાન વિભાગ દ્વારા કેટલાક કાળજી માટે સૂચનો પણ જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું નાગરિકોના હિતમાં રહેશે.

– આકરી ગરમીના સંપર્કમાં રહેવાનું ટાળો, બપોરે બહાર નીકળશો નહીં.

– શરીરને ઠંડુ રાખવાનો પ્રયત્ન કરો, ડિહાઇડ્રેશન ટાળો.

– તરસ ન હોય તો પણ પૂરતું પાણી પીવો.

– પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે ઓઆરએસ અથવા ઘરે બનાવેલા પીણાં જેવા કે લસ્સી-છાશનું સેવન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!