હાજી મસ્તાનઃ મુંબઈના સૌથી પહેલા અંડરવર્લ્ડ ડોનની બોલીવુડથી લઈ રાજકારણની અજાણી વાતો
ઈમરજન્સી વખતે જેલમાંથી બહાર આવવા ઈન્દિરા ગાંધીને પૈસાથી છોડવાની વાત કરી
બોલીવુડની દુનિયામાં અમુક કલાકારોની ઊંખો એટલી ઊંડી હતી કે તેમનો અભિનય એટલો શાનદાર હતો કે સીધા સ્ક્રીનને ભેદીને દિલમાં ઉતરી જતા. દીવાર ફિલ્મમાં અમિતાભ બચ્ચન હીરો કમ એક વિલન કલાકારા તરીકે પડદે છવાઈ ગયો હતો. દીવાર પછી વન્સ અપોન ટાઈમ ઈન મુંબઈમાં અજય દેવગનનો પણ એવો જ કંઈક અંદાજ જોવા મળ્યો હતો, જે દર્શકોને પણ પસંદ પડ્યો હતો. આ ફિલ્મનો રિયલ હીરો કોણ હતો જો તમારા દિમાગમાં સવાલ થાય તો જણાવી દઈએ મુંબઈનો સૌથી પહેલો ગેંગસ્ટર, જેને ન તો કોઈના પર ગોળી ચલાવી હતી કે કોઈની હત્યા, પણ પોતાના અંદાજથી લોકોના દિલમાં રાજ કરતો હતો એ હાજી મસ્તાન. મૂળ તમિલનાડુ પણ મુંબઈનો પહેલો અંડરવર્લ્ડનો ડોન હતો અને તેને બાહુબલી માફિયા સ્મગલર પણ કહેતા હતા. ગુનાહિત કુંડળીમાં નંબર વન હાજી મસ્તાન ઉર્ફે સુલ્તાન મિર્ઝા તરીકે ઓળખાતો હતો એટલે વાત કરીએ મુંબઈના ડોનની. હાજી મસ્તાને વરદરાજન મુદલિયાર અને કરીમ લાલાને સપોર્ટ આપ્યો હતો.
મસ્તાન ક્રાફડ માર્કેટમાં પંચરની દુકાન ચલાવતો
પહેલી માર્ચ 1926ના તમિલનાડુના કુડલોરમાં જન્મેલા મસ્તાન એક ગરીબ પરિવારમાં ખેડૂતનો દીકરો હતો. તેનું બાળપણનું નામ મસ્તાન હૈદર મિર્ઝા હતું. ઘરમાં એક ટંક ખાવાના પણ સાંસા હતા અને રોજગારી માટે નીકળો પડ્યો હતો મુંબઈના રસ્તે. મુંબઈમાં પરિવાર સ્થાયી થયો ત્યારે પરિવાર થોડો સદ્ધર થયો. એ જમાનો હતો બોમ્બેનો. બોમ્બેના ક્રાફડ માર્કેટ નજીકમાં મસ્તાનના પિતાએ સાઈકલના પંચરની દુકાન ખોલી હતી અને મસ્તાન પણ સાઈકલની દુકાનમાં કામ કરતો હતો.
મુંબઈ આવ્યો ને દુનિયા બદલાઈ ગઈ
મુંબઈમાં કામ કરતા કરતા 10 વર્ષ વીતી ગયા અને એ વખતે ભારત છોડો આંદોલન ચાલતું હતું અને એ વખતે મસ્તાનને ગાલિબ શેખ નામના શખસ સાથે થાય છે. ગાલિબને એક હોશિયાર છોકરાની જરુરિયાત હતી, જે બોમ્બેના ડોક પર કામ કરી શકે. મસ્તાન ડોક પર કુલી બનીને ગોદીના સામાનની હેરફેર કરવાનું શરુ કર્યું અને ત્યારથી પોતાની જિંદગીનો રસ્તો કઈ રીતે પસંદકરી લીધો અને એ જમાનો હતો અંગ્રેજોનો. અંગ્રેજો સામે પણ એ વખતે લડત ચાલતી હતી. ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ, મોંઘી ઘડિયાળ અને સોના-ચાંદીના દાગીનાની દાણચોરીનો મોટો બિઝનેસ ચાલતો હતો અને ધીમે ધીમે કારોબાર વધતો ગયો અને આ બિઝનેસમાં બાદશાહ બની ગયો.

ગુજરાતના દાણચોર સાથે જોડી જમાવી
એના પછી એની મુલાકાત ગુજરાતના દાણચોર સુકુર નારાયણ બખિયા સાથે થઈ અને બંનેની જોડી જોરદાર જામી. ફિલિપ્સના ટ્રાન્ઝિસ્ટર, ઘડિયાળ, રેડિયોની ખૂબ ડિમાન્ડ રહેતી, જ્યારે મસ્તાનની કમાણી આસમાન પર હતી. મસ્તાનનો અંદાજ પણ કંઈક અલગ હતો. એ જમાનાના ડોન વરદરાજન મુદરિયાર અને ના તો દાઉદમાં દમ નહોતો. મસ્તાન ફક્ત એક દાણચારો નહોતો, પરંતુ તેનો અંદાજ અલગ હતો. તેની સ્ટાઈલ અને અંદાજ અલગ હતો, જ્યારે બિનજરુરી હિંસા પણ કરતો નહીં. આ ઈમેજે બોલીવુડના કલાકારો પણ દિવાના થઈ ગયા હતા.

મધુબાલા પર ફિદા હતો મસ્તાન
બોલીવુડમાં જાણીતી અભિનેત્રી મધુબાલા પર ફિદા હતો, જ્યારે બંને વચ્ચે મિત્રતા હતી, પરંતુ રિલેશન બની શક્યા નહોતા. એના પછી હાજી મસ્તાને મધુબાલા જેવી દેખાતી સોના સાથે લગ્ન કર્યા હતા. સોનાની ફિલ્મો માટે પણ લાખો રુપિયા ખર્ચ્યા હતા, પરંતુ એ ફિલ્મોને સફળતા મળી નહોતી. હાજી મસ્તાનની દોસ્તી દિલીપ કુમાર, રાજ કપૂર, સુનીલ દત્ત, ફિરોઝ ખાન અને ધર્મેન્દ્ર સાથે હતી, જ્યારે તેમના કિસ્સાઓ પણ જાણીતા હતા.

ઈમરજન્સી વખતે જેલમાં જવું પડ્યું
1975માં ઈમર્જન્સી વખતે હાજી મસ્તાનને જેલ જવું પડ્યું હતું, પરંતુ તેનો દબદબો કાયમ રહ્યો હતો. અધિકારીઓને મોંઘી ભેટ અને વીઆઈપી ટ્રીટમેન્ટ એ મસ્તાનની પરિભાષા હતી. એક વખતે જેલમાં તેની મુલાકાત જયપ્રકાશ નારાયણ સાથે થઈ. જયપ્રકાશ નારાયણની સાદગી અને વિચારોથી પ્રેરણા મળી. 18 મહિના પછી જેલમાંથી બહાર ક્રાઈમને દુનિયાને અલવિદા કરવાનું નક્કી કર્યું હતું. ઈમરજન્સીમાં ઈન્દિરા ગાંધીને પૈસા આપીને છોડવાની વાત કરી હતી, પરંતુ એમાં સફળ રહ્યો નહોતો. જોકે, ઈમરજન્સી વખતે અનેક નેતાઓને છુપાવવા માટે મદદ કરી હતી અને એનો ફાયદો પછીથી મળ્યો હતો.
1980માં મસ્તાને રાજકારણમાં ઝંપલાવ્યું
બદલાતા જમાના પ્રમાણે નામ અને શોહરત મળ્યા પછી ફિલ્મ સિવાય રાજકારણમાં ઝંપલાવ્યું. 1980માં રાજકારણમાં ઝંપલાવ્યું. દલિત નેતા જોગિંદર કાવડે સાથે મળીને દલિત-મુસ્લિમ સુરક્ષા મહાસંઘ બનાવ્યો. એક ગેંગસ્ટર દલિત-મુસ્લિમ એકતાની વાત કરે એ મોટી વાત હતી. રાજકારણમાં આવ્યા પછી બોલીવુડ સ્ટાર દિલીપ કુમારે ખુદ તેનો પ્રયાર કર્યો હતો પણ રાજકારણમાં સફળ થયો નહીં. રાજકારણમાં સફળ થયો નહીં, પરંતુ પોતાની અદબ છોડી નહોતી. એટલે જ કહેવાય છે તેને ન તો હિંસાન રસ્તો અપનાવ્યો કે કોઈ ક્રાઈમ કર્યો નહોતો.
મસ્તાને મુંબઈને દિલમાં રાખ્યું હતું
25 જૂન 1994ના હાર્ટ એટેકથી મોત થયું, પરંતુ ત્યારે અંડરવર્લ્ડ બદલાઈ ગયું હતું. દાઉદ ઈબ્રાહિમ કાસ્કર, જે ક્યારેક મસ્તાન માટે કામ કરતો હતો, જે 1993માં બોમ્બ વિસ્ફોટ પછી ભારત છોડીને ભાગી ગયો હતો. મસ્તાને મુંબઈને પોતાના દિલમાં રાખ્યું હતું, પણ દાઉદે બોમ્બેને બોમ્બ વિસ્ફોટમાં ફેરવી નાખ્યું હતું. ટૂંકમાં, હાજી મસ્તાન એક એવો ગેંગસ્ટર હતો જેને પોતાની ઈમેજે લોકોને દિવાના બનાવ્યા હતા. તેનો પહેરવેશ પણ ફિક્સ હતો. સફેદ શૂટ, સફેદ જૂતા, સિગાર અને દરિયાને જોવાનો અંદાજ અલગ હતો. બોલીવુડના કલાકારો માટે પ્રેરણા હતો, જ્યારે રાજકારણમાં નિષ્ફળ હતો, પરંતુ તેનું નામ આજે પણ ભૂલાયું નથી.
