July 1, 2025
મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ચૂંટણી ટાણે ફરી ધૂણ્યું ભગવા આંતકવાદનું ભૂત, કોને ફાયદો, કોને નુકસાન?

Spread the love

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પડધા પડી રહ્યા છે અને હર હંમેશની જેમ ફરી એક વખત બરાબર ચૂંટણી ટાણે જ ભગવા આંતકવાદનું ભૂત ધૂણવા લાગ્યું છે. એક ઈન્ટરવ્યુમાં કોંગ્રેસની યુપીએ સરકારના સમયના દેશના ગૃહ પ્રધાન સુશિલકુમાર શિંદેએ કહ્યું કે મેં પાર્ટીના પ્લેટફોર્મ પર કહ્યું હતું. પાર્ટીના લોકોને બ્રીફ કરવું અયોગ્ય નથી. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે આજે તમે રિટાયર્ડ છો અને હવે પાછળ ફરીને જુઓ છો શું લાગે છે એ ટર્મ (ભગવા આંતકવાદ) સાચી હતી? શિંદેએ જણાવ્યું કે પાર્ટીમાં કહ્યું હતું, પબ્લિકમાં નહીં, આ પ્રશ્ન સંસદમાં પણ પૂછાયો હતો.
ભગવા ટેરરિસ્ટ જેવું કાંઈ ના હોય


ડો. મનમોહન સિંહની સરકાર કહો કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલકુમાર શિંદેને જ્યારે ઈન્ટરવ્યુમાં સવાલ પૂછવામાં આવ્યો કે ભગવો શિવાજી મહારાજ સાથે પણ જોડાયેલો છે તો ભગવા રંગને આંતકવાદ સાથે કેમ જોડવામાં આવ્યું, જેના જવાબમાં ભૂતપૂર્વ ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે આંતકવાદ શબ્દ લગાવવામાં આવ્યો, પણ સાચું કહું તો કેમ આંતકવાદ શબ્દ લગાવવામાં આવ્યો તો મને એ ખબર નથી. લગાવવું પણ ના જોઈએ. ભગવા ટેરરિસ્ટ-એવું હોવું જ ના જોઈએ, પાર્ટીની વિચારધારા હોય છે અને પછી એ ભગવો હોય કે રેડ. આવો કોઈ આંતકવાદ નથી હોતો.
કોંગ્રેસની પોલ ખોલી નાખી સુશિલકુમાર શિંદેએ
ભાજપાએ શિંદેના આ નિવેદન પર હલ્લાબોલ કર્યું છે. પાર્ટીના એક્સ હેન્ડલ પરથી ઈન્ટરવ્યુનો એક ભાગ શેર કરીને લખ્યું છે કે ભગવા આતંકવાદ પાર્ટીની વિચારધારા હતી, જુઓ યુપીએ કાળમાં ગૃહ પ્રધાન રહી ચૂકેલા સુશિલ કુમાર શિંદેએ ખોલી કોંગ્રેસના તુષ્ટિકરણની પોલ. હાલમાં ભગવા આંતકવાદની ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો બિલકુલ અલગ છે. પહેલાં ઠાકરેની સેના ભાજપ સાથે હતી, પરંતુ ભગવાની વાત કરનારી શિવસેના હવે બે હિસ્સામાં વહેંચાઈ ચૂકી છે. ઠાકરે સેના કોંગ્રેસની સાથે છે, જ્યારે એકનાથ શિંદેવાળી શિવસેના ભાજપ સાથે છે.
આવી સ્થિતિમાં ચૂંટણીની પૂરબહાર ખિલેલી મૌસમમાં આ મુદ્દો ગરમાશે કે ચૂંટણી પ્રચારમાં આને હવા આપવામાં આવશે તો માત્ર કોંગ્રેસ જ નહીં પણ ઠાકરેની સેના માટે પણ અસહજ સ્થિતિ ઊભી થઈ શકે છે. કોંગ્રેસના અનેક નેતાઓએ પણ સવાલ ઉઠાવ્યો છે કે હાલમાં આ મુદ્દો કેમ ઉઠાવવામાં આવી રહ્યો છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!