Sunday Special: ઈતિહાસની Shortest Test match કોની વચ્ચે રમાઈ હતી?
ટેસ્ટ મેચ ક્રિકેટની રમતમાં સૌથી લાંબી ચાલનારી ફોર્મેટ માનવામાં આવે છે. આ ફોર્મેટમાં બે ટીમ હાર-જીત માટે પાંચ દિવસ સુધી રમે છે. પાંચ દિવસની વાત જવા દો પણ અમુક દેશો પૂરા પાંચ દિવસ રમી શકતા નથી. અમુક મેચ તો માંડ પચાસ ઓવર એટલે વન-ડે માફક રમતી જોવા મળી હતી, તેથી પાંચ દિવસ સુધી રમાતી ટેસ્ટ મેચમાં આ વર્ષે ચોંકાવનારો ઈતિહાસ સર્જાયો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચ અત્યાર સુધીની સૌથી ઓછા સમય રમાનારી મેચમાં સમાવેશ થયો હતો. ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝમાં ભારતે પહેલી અને બીજી ટેસ્ટ હાર્યા પછી 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. ભારતના ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ જીતીને ન્યૂ ઝીલેન્ડ ઈતિહાસ રચ્યો. 2012થી ભારત સતત 18 સિરીઝ મેચ જીત્યું હતું. ન્યૂ ઝીલેન્ડ પહેલી વખત ભારતમાં કેપ્ટન ટોમ લાથમે ટેસ્ટ સિરીઝ જીતીને પોતાને નામે નવો ઈતિહાસ બનાવ્યો.
જાન્યુઆરીમાં ભારત અને આફ્રિકા વચ્ચે રમાઈ ટૂંકી ટેસ્ટ મેચ
આ અગાઉ આ વર્ષે ત્રીજી અને ચોથી જાન્યુઆરી એટલે માંડ દોઢ દિવસ ચાલેલી ટેસ્ટ મેચમાં ચાર ઈનિંગ રમાઈ હતી. આ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને ઐતિહાસિક હાર આપી હતી, પરંતુ ભારતે પણ શરમજનક ધબડકા કર્યાં હતા. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ મેચમાં સૌથી ઓછી ઓવર અને બોલ ફેંકવામાં આવ્યા હતા, જેમાં ભારત સાત વિકેટે જીત્યું હતું. પહેલા દિવસની મેચમાં આફ્રિકા પંચાવન અને બીજી ઈનિંગમાં 176 રને ઓલ આઉટ થયું હતું. પહેલી ઈનિંગમાં ભારત 153 રન બનાવ્યા હતા, પરંતુ 153 રનના સ્કોરે ભારતીય ટીમે છ ધુરંધર ઝીરોમાં આઉટ થયા હતા. બીજી ઈનિંગમાં 80 રન બનાવીને ભારત જીત્યું હતું પણ એ પડકાર હતો, જ્યારે એ વાત પણ ક્રિકેટના ઈતિહાસમાં નવો વિક્રમ હતો.
1932માં 656 બોલમાં સમેટાઈ ગઈ હતી મેચ
ભારત આફ્રિકા સિવાયની સૌથી નાની ટેસ્ટ મેચ (સમયગાળા, બોલિંગ-બેટિંગના હિસાબ)ની વાત કરીએ તો 1932માં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની હતી. આ મેચમાં આફ્રિકા પહેલી ઈનિંગમાં 36 રને ઓલઆઉટ થયુ હતું. યજમાન ટીમ ઓસ્ટ્રેલિયા પણ 153 રને પેવેલિયન ભેગી થઈ હતી, જ્યારે બીજા દિવસની ઈનિંગમાં પણ દક્ષિણ આફ્રિકા 45 રને ઓલઆઉટ થઈને 72 રનથી હાર્યું હતું. જોકે, આ મેચમાં કુલ 656 બોલ ફેંકવામાં આવ્યા હતા.
બીજી સૌથી નાની ટેસ્ટ મેચ બ્રિજ ટાઉનમાં રમાઈ
બીજા ત્રણ વર્ષે એટલે વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડની વચ્ચે 1935માં બ્રિજ ટાઉનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ સૌથી નાની રહી હતી. આ મેચમાં 672 બોલ ફેંકવામાં આવ્યા હતા. પહેલી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝ 102 રન બનાવ્યા હતા, જ્યારે જેના જવાબમાં ઈંગ્લેન્ડ 81 રને આઉટ થઈ હતી. બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝે 51 રન બનાવીને ડિક્લેર દાવ કર્યો હતો. આ ટાર્ટેગને પાર કરવા માટે ઈંગ્લેન્ડે છ વિકેટના નુકસાને 75 બનાવીને જીત મેળવી હતી.
ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાને નામે નોંધાયા શરમજનક રેકોર્ડ
ચોથી એવી ટેસ્ટ મેચની વાત કરીએ તો જે સૌથી ઓછી ઓવર-બોલિંગમાં પૂરી થઈ હતી. આ મેચમાં 788 બોલ ફેંકવામાં આવ્યા હતા. પહેલી બેટિંગમાં આવેલી ઈંગ્લેન્ડની ટીમે 172 રન બનાવ્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયા બંને ઈનિંગમાં 100 રન પણ કરી શકી નહોતી. પહેલી ઈનિંગમાં 81 અને બીજી ઈનિંગમાં 70 રને ઓલઆઉટ થવાથી ઈંગ્લેન્ડ એક ઈનિંગ અને 21 રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો.
આ ઉપરાંત, 1988માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ બે ઈનિંગમાં 116 અને 60 રન બનાવ્યા હતા, જ્યારે જેવા જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે 53 અને 62 રન બનાવીને 61 રનથી વિજય મેળવ્યો હતો.