વક્ફ બિલને સંસદ પછી રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, હવે કાયદો બનશે
નવી દિલ્હીઃ વક્ફ સંશોધિત બિલને લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યા પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પાસે મોકલવામાં આવ્યો હતો. આ ખરડાને રાજ્ય સરકારે મંજૂરી આપી છે, જે હવે કાયદો બનશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે ખરડાને મંજૂરી આપી હતી અને સાથે બિલ હવે કાયદામાં બદલાયો છે.
લોકસભા પછી રાજ્યસભામાં બહુમતીથી પસાર થયો
આ અગાઉ આ બિલ લોકસભા અને રાજ્યસભામાં કલાકોની ચર્ચા અને વિરોધપક્ષના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે બહુમતીથી પાસ કરાવવામાં સફળતા મળી હતી. આ બિલને પસાર કરવાની સાથે કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો કે આ બિલને કારણે દેશના ગરીબ અને વંચિત મુસ્લિમો અને સમુદાયની મહિલાઓની સ્થિતિ સુધારવામાં મદદ મળશે. લોકસભામાં બુધવાર અને રાજ્યસભામાં ગુરુવારે મધરાતે પાસ કરવામાં આવ્યો હતો. એની સાથે સંસદે સંસદના વક્ફ સંશોધન બિલ, 2025 અને મુસલમાન વક્ફ (રદ્દ) બિલ, 2024ને મંજૂરી આપી હતી.
મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વિરોધ-પ્રદર્શનની જાહેરાત
બીજી બાજુ વક્ફ સંસોધન બિલની સામે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વિરોધ નોંધાવ્યો છે. બોર્ડે કહ્યું છે કે આ બિલની સામે આગામી સપ્તાહથી દેશભરમાં આંદોલન કરવામાં આવશે. એના માટે કોર્ટમાં જઈને રસ્તા પર ઉતરીને આંદોલન કરવામાં આવશે. વક્ફ સંશોધન બિલને લઈ તેમના તરફથી કાયદાકીય લડાઈ અને રસ્તા પર ઉતરીને પણ લડવામાં આવશે, જ્યારે એની વિરુદ્ધમાં દેશભરમાં પ્રદર્શન કરવામાં આવશે. જિલ્લાસ્તરે પણ વિરોધ પ્રદર્શન કરીને ગૃહમંત્રી અને રાષ્ટ્રપતિ સુધી તેનો પરિચય કરવામાં આવશે.
દેશભરમાં સેવ વક્ફ, સેવ કોન્સ્ટિટ્યૂશન અભિયાન ચલાવાશે
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વિરોધ નોંધાવતા કહ્યું છે કે દેશભરમાં વક્ફ બિલ મુદ્દે સેવ વક્ફ, સેવ કોન્સ્ટિટયૂશન અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન અન્વયે દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ, વિજયવાડા, મલ્લમપુરમ, પટણા, રાંચી, મલેરકોટલા સહિત લખનઉ વગેરે શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને એની શરુઆત દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમથી થશે. યુવા નેતાઓને અપીલ કરવામાં આવી છે મોટી સંખ્યામાં ભાગ લે તેમ જ તેનો વિરોધ પણ શાંતિપૂર્વક કરવામાં આવે.