December 20, 2025
ઈન્ટરનેશનલગુજરાતટોપ ન્યુઝ

પ્લેને ઉડાન ભર્યાની 3 સેકન્ડમાં ફ્યુઅલ મળવાનું બંધ થયું અને 29 સેકન્ડમાં ક્રેશ

Spread the love


અમદાવાદ પ્લેન ક્રેશના એક મહિનામાં નવો રિપોર્ટ જાહેર, જાણો વિગતવાર અહેવાલ


બારમી જૂનના અમદાવાદમાં પ્લેન ક્રેશના અકસ્માતે દુનિયાને હચમચાવી નાખ્યું હતું. આજે પણ આ અકસ્માતના સમાચારની શાહી સૂકાઈ નથી. એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ171 ટેકઓફ કર્યાના ફક્ત 29 સેકન્ડમાં વિમાનનો અકસ્માત થયો અને પ્લેનમાં સવાર 242 પ્રવાસીમાંથી એકનો જીવ બચ્યો હતો. અત્યાર સુધીના અહેવાલો પછી હવે નવો એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. એક્ઝેટ એક મહિના પછી અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યો છે, પરંતુ એમાં અનેક સવાલ ઊભા થયા છે.

*પ્લેન ટેકઓફ વખતે 2.13 લાખ કિલો વજન હતું
અકસ્માત મુદ્દે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (એઆઈબી)નો પ્રાથમિક રિપોર્ટ આપ્યો છે. ટેક્ઓફ પછી બંને એન્જિનને મળતો ઇંધણનો પુરવઠો બંધ થયો અને 29 સેકન્ડમાં વિમાન મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું. ઇંધણનો પુરવઠો બંધ થવાને કારણે પંખાની ગતિ ધીમી થઈ હતી. 213.4 ટન સાથે હવામા ઉડેલું વિમાન એરપોર્ટના પરિસરની દીવાલ પાર કર્યા પહેલા નીચે પટકાયું અને એ વખતે વજન 54,200 કિલો હતું અને ટેકઓફ વખતે 2,13,401 કિલો, જે મેક્સિમ 2,18,183 કિલોગ્રામથી ઓછું હતું. રિપોર્ટમાં કહ્યું છે કે એરક્રાફ્ટ 180 નોટ્સની સ્પીડ પ્રાપ્ત કરી અને એ જ વખતે બંને એન્જિનના ફ્યુઅલ કટઓફ સ્વિચ રનથી કટઓફમાં પરિવર્તિત થયું અને બંને વચ્ચે ફક્ત એક સેકન્ડનું અંતર હતું.

પ્લેનને મળતું ફયુઅલ અચાનક બંધ થયું
બારમી જૂનના બપોરના સમયે એર ઈન્ડિયાના પ્લેને અમદાવાદથી લંડન જવા માટે ઉડાન ભરી હતી, ત્યારે કો-પાઈલટ વિમાન ઉડાડી રહ્યો હતો, જ્યારે કેપ્ટન પ્લેનનું નિરીક્ષણ કરી રહ્યો હતો. ટેકઓફ થયાની થોડી સેકન્ડમાં વિમાને 180 નોટની મેક્સિમ એર સ્પીડ પર અંકુશ મેળવ્યો હતો, પણ એની બીજી પળે બંને એન્જિનના ફ્યુઅલ કટઓફ સ્વીચ એક-એક સેકન્ડના તફાવતના રનથી કટઓફ પોઝિશન પર ખસી ગયા હતા, તેનાથી એન્જિનને ઇંધણનો પુરવઠો ઠપ થયો હતો ત્યાર પછી એન્જિન (બંને એન્જિન એનવન અને એનટુ)ની ગતિ ઝડપથી ઘટવા લાગી હતી. કોકપીટ વોઈસ રેકોર્ડિંગથી જાણવા મળ્યું હતું કે પ્લેનને મળતું ફયુઅલ અચાનક બંધ થયું હતું અને પાઈલટ પણ પરિસ્થિતિને સમજી શક્યા નહોતા.

ફ્યુઅલ સપ્લાય બંધ થયો અને થ્રસ્ટ (પાવર) પણ બંધ
શુકવારે મોડી રાતે પંદર પેજના રિપોર્ટમાં બોઈંગ 787 ડ્રીમલાઈનર દુર્ઘટનાના તપાસ રિપોર્ટમાં વિગતવાર અહેવાલ આપ્યો છે. સૌથી પહેલા બંને એન્જિનના ફ્યુઅલ સપ્લાય ઓન એર બંધ થયું હતું. એટલે ઉડાન ભર્યાની ત્રણ સેકન્ડમાં બંને એન્જિનને ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ એક સેકન્ડના અંતરે રનના બદલે કટઓફમં પરિવર્તિત થઈ ગયું હતું. એને કારણે બંને એન્જિનને મળતું ફ્યુઅલ સપ્લાય બંધ થયો અને થ્રસ્ટ (પાવર) પણ બંધ થઈ ગયો. પ્લેને ઉડાન ભરી અને ત્રણ સેકન્ડમાં ફ્યુઅલ મળવાનું બંધ થયું હતું અને 29 સેકન્ડમાં અકસ્માત થયો અને 241 સાથે અન્ય મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ માટે કાળ બન્યું. હજુ અનેક અસરગ્રસ્ત લોકોને વળતર મળ્યું નથી કે અસંતોષને કારણે એર ઈન્ડિયા સામે કેસ પણ કરી શકે છે. રિપોર્ટની વિગતવાર વાત કરીએ.

પાઈલટ કોકપિટમાં અસમંજસમાં હતા
ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ કટઓફ થવાને કાણે પાઈલટ અસમંજસમાં હતા. રિપોર્ટમાં જણાવ્યાનુસાર કટઓફ થવાને કારણે પાઈલટ વિમાસણમાં આવી ગયા હતા. એક પાઈલટને એવું પૂછવામાં આવે છે કે તમે કટઓફ શા માટે કર્યું તો બીજા પાઈલટે પણ કહ્યું હતું કે મેં એમ કર્યું નથી. આ બાબત ટેક્નિકલ ખામી અથવા અજાણતા કટઓફનો સંકેત મળે છે. ફ્લાઈટનો ડેટા જણાવે છે કે પાઈલટને એન્જિન એકના રિલાઈટનો પ્રયાસ કર્યો હતો, જેમાં અમુક અંશે રિકવર કર્યું હતું, પરંતુ એ વખતે બીજા એન્જિનના રિલાઈટ કર્યા છતાં સ્પીડ રિકવર થઈ શકી નહોતી. એટલે એન્જિન ફરી ચાલુ કરવાનું નિષ્ફળ રહ્યું.

ક્રેશ થયાની થોડી સેકન્ડમાં મેડે કોલ જારી કર્યો
ઈમર્જન્સી ઊર્જા સ્ત્રોત એટલે રેમ એર ટર્બાઈન, જે એક પ્રકારની ઈમર્જન્સી માટે પંખો ઉડાન ભર્યા પછી તરત બહાર આવી ગયો હતો, જે સામાન્ય રીતે વિમાનમાં વીજળીના પુરવઠાની સમસ્યા પછી બહાર આવે છે, પણ આ એવો સંકેત હતો કે જરુરી સિસ્ટમની વીજળીના પુરવઠાની સિસ્ટમ ઠપ થઈ ગઈ હતી. એએઆઈબીના રિપોર્ટ અનુસાર ઈએએફઆર રેકોર્ડિંગ 8.09.11 વાગ્યે થપ થયું હતું એના પહેલા 8.09.05 વાગ્યે એક પાઈલટે મેડે મેડે મેડે (MAYDAY MAYDAY MAYDAY)નો કોલ મોકલ્યો હતો એના પછી એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી)એ રિસોપન્સ મોકલ્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.

એન્જિન બંધ, પણ વિમાનના નોઝ ઉપર હતા
રિપોર્ટમાં જણાવ્યું છે કે વિમાન આઠ ડિગ્રી નોઝ ઉપર રહેતા સીધા પંખા સાથે ઈમારતોને ટકરાયું હતું, પરંતુ બંને એન્જિન નિષ્ક્રિય હતા, જેથી ઉપર જઈ શક્યા નહોતા. ફ્લેપ અને લેન્ડિંગ ગિયર લીવર માનક ટેન્ક ઓફ સ્થિતિમાં હતા. દુર્ઘટના પછી થ્રસ્ટ લીવર નિષ્ક્રિય અવસ્થામાં હતા. જોકે, ઉડાન ભરી ત્યારે ટેકઓફ થ્રસ્ટ પર હતા, જેથી ઉડાન વખતે કટઓફમાં હોવાનું તારવી શકાય.

વિમાનનો કાટમાળ 1,000 ફૂટના વિસ્તારમાં પડ્યો
વિમાન અનેક ઈમારતો સાથે ટકારયું, જેનાથી એન્જિન, પંખા અને લેન્ડિંગ ગિયર વગેરેનો કાટમાળ મેડિકલ કોલેજની હોસ્પિટલની આસપાસના 1,000 ફૂટથી વધુ વિસ્તારમાં પડ્યો હતો.
વિમાનની પાસે કાયદેસર ઉડ્ડાન યોગ્યતાનું પ્રમાણપત્ર અને અમુક શ્રેણી સી અને ડી એમઈએલ (મેઈન્ટેનન્સ સંબંધિત સમસ્યા હતી), પરંતુ ઇંધણ સંબંધિત કોઈ સમસ્યા નહોતી. છેલ્લે ફ્યુઅલ કંટ્રોલ સ્વિચમાં કોઈ સમસ્યા નહોતી.

ફાઈનલ રિપોર્ટ આવવાનો હજુ બાકી છેઃ ઉડ્ડયન મંત્રી
એર ઈન્ડિયાના વિમાનનો તપાસ રિપોર્ટ આવવાનો બાકી છે. ફાઈનલ રિપોર્ટ પણ આવશે. ઇંધણના નમૂનાની તપાસ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને હજુ ફોરેન્સિક રિપોર્ટનો ફાઈનલ રિપોર્ટ બાકી છે. એએઆઈબીએ અત્યાર સુધીમાં સુરક્ષા સંબંધી માહિતી પૂરી પાડી છે, પરંતુ આ ઘટના ફ્યુઅલ કટઓફ સિસ્ટમ સંબંધિત સંભવિત ટેક્નિકમાં ખરાબી અથવા અનપેક્ષિત કામગીરી અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે. આ મુદ્દે હવે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું હતું કે હાલમાં મળેલ રિપોર્ટ એક પ્રારંભિક તપાસ રિપોર્ટ છે અને AAIBનો ફાઈનલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોઈ પણ સત્તાવાર નિષ્કર્ષ પર ન પહોંચી શકાય.

ટેક્ઓફ પછી તરત વિમાને મેડે કોલ કર્યો
ફરી એક વાર વિમાન અકસ્માતની વિગતો જાણીએ તો વિમાને સવારના 7.43 વાગ્યે ઉડાન સંબંધિત પ્રક્રિયા કરી હતી. બધુ રાબેતા મુજબ ચાલી રહ્યું હતું. પુશબેક, સ્ટાર્ટઅપ, ટેક્સી અન ટેકઓફની મંજૂરી સુધી કોઈ મુશ્કેલી નહોતી. પણ ટેક્ઓફ પછી તરત વિમાને મેડે કોલ કર્યો અને અચાનક ઈમરજન્સી (કોઈ ગંભીર સમસ્યા) ઊભી થઈ હોવાનું જાણવા મળે છે. જાણીએ અકસ્માતની ટાઈમલાઈન.

અકસ્માતની ટાઈમલાઈન
01.013.00 વિમાને પુશબેક અને સ્ટાર્ટઅપની મંજૂરી માગી
01.13.13: એટીસીએ પુશબેકની મંજૂરી આપી
01.16.59: એટીસીએ વિમાનને સ્ટાર્ટ અપની મંજૂરી આપી
01.19.12: એટીસીએ પૂછ્યું કે વિમાનને રનવે 23 લંબાઈ જોઈએ છે વિમાનને પૂરી લંબાઈની જરુરિયાત છે
01.25.15: વિમાને ટેક્સી (રનવે સુધી જવા)ની મંજૂરી માગી અને મળી
01.32.03: વિમાનને ગ્રાઉન્ડ કંટ્રોલથી ટાવર કંટ્રોલ સોંપ્યો
01.33.45: ટાવરે વિમાનને રનવે 23 પર લાઈન અપ કરવાનો નિર્દેશ આપ્યો
01.37.33: વિમાનને રનવે 23થી ટેકઓફની મંજૂરી મળી અને એ વખતે હવાની દિશા 240 ડિગ્રી અને 6 નોટ્સની સ્પીડ હતી
01.39.05: વિમાન (એઆઈ 171)એ મેડે મેડે મેડે(ઈમર્જન્સી મેસેજ) મોકલ્યો, જે અકસ્માતનો મેસેજ હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!