ધર્મ-અધર્મઃ દુનિયામાં નાસ્તિક દેશોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જાણો કયા દેશ છે?
દુનિયાના કૂલ 13 મોટા દેશ છે, જ્યાં કોઈ ધર્મના માનનારા લોકોને બદલે નાસ્તિકોની સંખ્યા વધારે છે. આ દેશમાં ચીન પહેલા ક્રમે છે, જ્યાં 90 ટકા લોકો કોઈ ધર્મને માનતા નથી. બાકી 10 ટકા લોકો બૌદ્ધ અને ઈસ્લામ ધર્મના અનુયાયીઓ છે, પરંતુ તેમના પર પણ સૌથી વધુ પ્રતિબંધો છે.

દુનિયામાં ઈસાઈ ધર્મના લોકોની સંખ્યા 10 વર્ષના અંતરે 124મા ક્રમેથી 120 પર આવી ગઈ છે. ફ્રાન્સ, બ્રિટન, ઉરુગ્વે અને ઓસ્ટ્રેલિયામાં પણ ખ્રિસ્તીઓની સંખ્યા રહી નથી. એવું થવાનું કારણ એ છે કે આ બધા દેશની મોટા ભાગની વસ્તીએ પોતાના પ્રમાણપત્રમાંથી ખ્રિસ્તી ધર્મની બાદબાકી કરી નાખી છે, પરિણામે આ બધા દેશમાં પચાસ ટકાથી ઓછી ખ્રિસ્તીની સંખ્યા થઈ ગઈ છે. હવે અહીંના રહેવાસીઓમાં નાસ્તિકોની સંખ્યા વધારે થઈ ગઈ છે, જ્યારે સૌથી મોટો દેશ ચીન છે.
આ રીતે ચાર નવા દેશ મળીને દુનિયાના કૂલ 13 મોટા દેશ છે, જ્યાં હવે કોઈ ધર્મને અનુસરવાને બદલે નાસ્તિકોની સંખ્યા વધારે છે. આ બધા દેશમાં પહેલા ક્રમે ચીન છે, જ્યાં 90 ટકા લોકો કોઈ પણ ધર્મને માનતા નથી. બાકી 10 ટકા લોકો અન્ય બૌદ્ધ-ઈસ્લામ ધર્મને અનુસરે છે. બીજા નંબરના દેશની વાત કરીએ તો ઉત્તર કોરિયામાં 73 ટકા વસ્તી કોઈ ધર્મમાં વિશ્વાસ કરતી નથી. ચેક રિપબ્લિકમાં 73 ટકા અને હોંગકોંગમાં 71 ટકા લોકો કોઈ ધર્મના અનુયાયી નથી.
વિયેતનામમાં નાસ્તિકોની કૂલ સંખ્યા 68 ટકા છે, જ્યારે મકાઉમાં પણ તેની સંખ્યા 68 ટકા છે અને જાપાનમાં 57 ટકા લોકો ધર્મને માનતા નથી. એના સિવાય નેધરલેન્ડમાં આ સંખ્યા 54 ટકા અને ન્યૂઝીલેન્ડમાં 51 ટકા છે. નાસ્તિકોની સંખ્યા વધારે હોય એવા દેશની યાદીમાં હવે ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ઉરુગ્વે અને યુનાઈટેડ કિંગડમ-યુકેનો પણ સમાવેશ થાય છે. આમ કૂલ 13 દેશની વસ્તી લગભગ બે અબજ જેટલી છે. આ બધા દેશમાં લોકો કોઈ ધર્મને માનતા નથી. એકથી બે દશકામાં આ બધા દેશોની સંખ્યામાં વધારો થયો છે.
