July 1, 2025
નેશનલ

હર ઘર તિરંગાઃ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે આ પરાક્રમ કરીને લહેરાવ્યો તિરંગો, વીડિયો જોઈ લો

Spread the love

પીએમ નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાનને સમર્થન આપવા માટે લાખો દેશવાસીઓ જોડાયા છે ત્યારે તાજેતરમાં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે આ અભિયાન અન્વયે દરિયાના પાણીમાં તિરંગો લહેરાવીને દેશભક્તિનું શાનદાર પ્રદર્શન કર્યું છે.
દેશમાં 78મા સ્વતંત્રતા દિવસને લઈ ખાસ તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે પાટનગર દિલ્હીથી લઈને ઉત્તર અને દક્ષિણમાં પૂર્વ-પશ્ચિમમાં સરકારી કચેરીઓ, સંરક્ષણ મંત્રાલયથી તમામ મંત્રાલયો આઝાદીના મહાપર્વની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે લક્ષદ્વીપ ખાતે કોસ્ટ ગાર્ડે ગજબ કારનામું કરીને દરિયાના પાણીમાં તિરંગો લહેરાવ્યો હતો.


ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લઈને રાષ્ટ્રભાવના અને એકતાનું પ્રદર્શન કર્યું હતું. આ અભિયાન અન્વયે ગાંધીનગર (ઉત્તર પશ્ચિમ)માં વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. એના સિવાય કોચી અને બેપોર સ્થિત ભારતીય નૌકાદળના એક યુનિટ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નૌકાદળના એર એન્ક્લવેની દીવાલ પર તિંરંગાથી રોશન કરવામાં આવી હતી. કોચીમાં ભારતીય નૌકાદળ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
અમિત શાહે અમદાવાદમાં તિરંગા યાત્રાનું પ્રસ્થાન કર્યું
amit shah hoisted tiranga in ahmedabad
ગુજરાતમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહે તિરંગા યાત્રાને અમદાવાદમાંથી પ્રસ્થાન કરાવ્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે આજે દેશભરમાં યુવાનોમાં ઊર્જા ભરવાનું કામ કરે છે. દેશભક્તિની અભિવ્યક્તિ નહીં, 2047માં વિકસિત ભારતના સંકલ્પનો એક ભાગ બન્યું છે. પંદરમી ઓગસ્ટે દરેક જગ્યાએ તિરંગો લહેરાવો અને દેશ આખો તિરંગામય બને.
દરિમયાન અમિત શાહે ખાસ કરીને યુવાનોને આગળ આવવાની હાકલ કરતા કહ્યું હતું કે જે ક્ષેત્રમાં કામ કરતા હોય તેને શ્રેષ્ઠ આપવું. દેશના દરેક યુવાનોએ દરેક જગ્યાએ તિરંગો ફરકાવીને દેશભક્તિ જાગૃત કરીએ. આ ઉપરાંત, અમિત શાહે દેશમાં ખાદીનો ઉપયોગ વધારવા માટે વડા પ્રધાનની અપીલને યાદ કરી હતી. પીએમ મોદીએ પણ ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશનલ દ્વારા ખાદીને પ્રોત્સાહન આપવાનો અનુરોધ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!