મકરસંક્રાંતિથી શરુ થશે આ રાશિના જાતકોના અચ્છે દિન: ગ્રહોના રાજા ચમકાવશે ભાગ્ય…
14મી જાન્યુઆરીના મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાશે અને એની સાથે જ માંગલિક અને શુભ કાર્યોની શરૂઆત થઈ જશે. મકરસંક્રાંતિથી એ તમમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે જે ખરમાસને કારણે અટકી પડ્યા હતા. મકરસંક્રાંતિથી સૂર્ય દેવ દક્ષિણાયનથી ઉત્તરાયણ થાય છે. દર વખતની મકર સંક્રાંતિ કરતાં આ વખતની સંક્રાંતિ ખાસ હશે, કારણ કે આ જ દિવસે સૂર્ય શનિની રાશિ મકરમાં પ્રવેશ કરશે એટલે પિતા-પુત્રનું મિલન થશે અને આ દિવસે જ પુષ્ય નક્ષત્રનો સંયોગ પણ બની રહ્યો છે. આ બધાને કારણે આ વખતની સંક્રાંતિ ખાસ માનવામાં આવી રહી છે અને એને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ જ લાભ થઈ રહ્યો છે.
મેષઃ મકર સંક્રાંતિથી મેષ રાશિના જાતકોની કરિયરમાં પ્રગતિ થશે. નવી નવી તકો મળશે. આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે. અટકી પડેલાં કામ પૂરા થશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.
સિંહઃ સિંહ રાશિના જાતકો માટે આ મકર સંક્રાંતિ ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. આ રાશિના જાતકોના માન-સન્માનમાં વૃદ્ધિ થશે. પદ-પ્રતિષ્ઠા પણ આગળ વધી રહી છે. વૈવાહિક જીવનમાં પણ સુખ-સમૃદ્ધિ આવશે.
તુલાઃ તુલા રાશિના જાતકો માટે આ મકર સંક્રાંતિ ધનલાભ કરાવશે. પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં પણ આ સમયગાળામાં આ રાશિના જાતકોને સફળતા મળશે. આ સાથે સાથે ઘર-પરિવારમાં સુખ-શાંતિ અને ખુશાલીનો માહોલ જોવા મળશે.
મકરઃ મકર રાશિમાં સૂર્યનું ગોચર થઈ રહ્યું છે અને મકરસંક્રાંતિથી ખૂબ જ લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે. તમામ કામમાં સફળતા મળશે. સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે. કોઈ નવા કામની શરૂઆત કરશો.
કુંભઃ કુંભ રાશિના જાતકો માટે આ મકરસંક્રાંતિ ખૂબ જ લકી માનવામાં આવી રહી છે. આ સમયે અધ્યાત્મિક પ્રવૃત્તિમાં રૂચિ વધશે. નાણાંકીય લાભ થવાની શક્યતા છે. નવી યોજનાઓમાં સફળતા મળવાની પૂરેપૂરી શક્યતા છે.
