અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડાવાશે સૌથી પહેલી 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, ટ્રાયલ શરુ
ગાંધીનગરઃ ભારતીય રેલવે અત્યારે વધતા અકસ્માતોને લઈ ચર્ચામાં છે ત્યારે દેશના સૌથી વ્યસ્ત રેલવે કોરિડોરમાં 20 કોચની વંદે ભારત ટ્રેન દોડાવવા માટે રેલવેએ તત્પરતા દાખવી છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે 20 કોચની વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેનની ઝડપ પણ કલાકના 130 કિલોમીટરની હશે, જ્યારે ટ્રાયલ રન પણ શરુ કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત કોરિડોર પૈકી મુંબઈ-અમદાવાદ-મુંબઈ કોરિડોરની નામ લેવામાં આવે છે, જ્યાં તેજસથી લઈને વંદે ભારત સહિત તેમ જ રાજધાની ટ્રેન આ જ કોરિડોરમાં દોડાવાય છે. આ ઉપરાંત, ભવિષ્યમાં સૌથી પહેલી બુલેટ ટ્રેન પણ દોડાવવાની યોજના છે ત્યારે 20 કોચની સૌથી પહેલી વંદે ભારત એક્સપ્રેસ શરુ કરવા તમામ પ્રક્રિયાઓ હાથ ધરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અત્યારે 16 કોચની બે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે, પરંતુ નવી ટ્રેન આધુનિક અને સુરક્ષા સંબંધિત અન્ય વ્યવસ્થાથી સજ્જ હશે. આવતીકાલથી આ ટ્રેન શરુ કરવામાં આવશે, જ્યારે પશ્ચિમ રેલવેના કોરિડોરમાં ટ્રાયલના આધારે ચાલુ કરવામાં આવશે, જ્યારે તેમાં કોઈ હાલ પ્રવાસી હશે નહીં, એવું સૂત્રોએ જણાવ્યુ ંહતું.
હાલના તબક્કે મુંબઈ અને અમદાવાદ અને અમદાવાદ-મુંબઈ કોરિડોરમાં બે વંદે ભારત ટ્રેન દોડાવાય છે. અત્યારે દોડાવવામાં આવતી ટ્રેનમાં 16 કોચ હોય છે, જ્યારે નવી ટ્રેનમાં 20 કોચની વ્યવસ્થા હશે. આ બંને ટ્રેનોમાં પેસેન્જર ઓક્યુપન્સી પણ 100 ટકાથી વધુ હોય છે. જોકે, પશ્ચિમ રેલવેમાં કલાકના 130 કિલોમીટરની ઝડપથી 20 કોચની વંદે ભારત ટ્રેન દોડાવવા માટે રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડસ ઓર્ગેનાઈઝેશન (આરડીએસઓ)એ મંજૂરી આપી છે. હાલના તબક્કે ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યા છે, જેમાં ટ્રેનની સ્પીડ, ઓપરેશન સ્પીડ, સિગ્નલિંગ સહિત અન્ય પાસાઓ સંબંધિત વસ્તુને ધ્યાન રાખવામાં આવશે. આ ટ્રેનમાં ખાસ કરીને આરપીએફને પણ તહેનાત રાખવામાં આવશે, એવું અહેવાલમાં જણાવ્યું હતું.