પિનકોડનો યુગ પૂરો: ઈન્ડિયન પોસ્ટે ડિજિપિન લોન્ચ કર્યો
પિનકોડનો શા માટે ઉપયોગ કરવામાં આવતો હતો અને મહત્ત્વ શું હતું?
નવી દિલ્હીઃ સામાન્ય રીતે આપણે ટપાલ પહોંચાડવા માટે પહેલા પિનકોડનો ઉપયોગ કરતા હતા, પરંતુ આજના ડિજિટલ યુગમાં હવે ડિજિપિનનો 10 અક્ષરની નવી સિસ્ટમ અમલી બનશે. એટલે ભારતીય પોસ્ટ વિભાગે નવી એડ્રેસ સિસ્ટમ અમલી બનાવીને નાગરિકોને ટપાલ કુરિયર નિશ્ચિત જગ્યાએ પહોંચે એના માટે ડિજિટલ વ્યવસ્થા ઊભી કરે છે જેને ડિજિપિનનું નામ આપ્યું છે.
હૈદરાબાદ ઈન્ડિયા પોસ્ટે વિકસાવી
Digipinને અન્ય સરનામાં સિસ્ટમોથી અલગ બનાવતી બાબત એ છે કે તમે ચાર મીટરની ત્રિજ્યામાં તમારું ચોક્કસ સ્થાન જાણી શકો છો. ઇન્ડિયા પોસ્ટે IIT હૈદરાબાદ, NRSC અને ISRO સાથે મળીને Digipin નામની જીઓકોડેડ ડિજિટલ સરનામાં સિસ્ટમ વિકસાવી છે. Digipin નો ઉપયોગ ઑફલાઇન પણ કરી શકાય છે.
સરકારની વેબસાઈટ પરથી ડિજિપિન શોધી શકો છો
સરકારી વેબસાઇટ https://dac.indiapost.gov.in/mydigipin/home તમારા Digipin શોધવા માટે તૈયાર કરવામાં આવી છે. આ વેબસાઇટની મુલાકાત લઈને અને તમને મળેલા સ્થાન પર ક્લિક કરીને, તમે તમારા 10-અંકના Digipin શોધી શકો છો.
જો તમારે ઘરે કોઈ પાર્સલ મંગાવવું હોય કે પછી કોઈને તમારા ઘરનું સરનામું આપવું હોય તો પિનકોડ જરૂરી છે. પિનકોડ દ્વારા તમારા ઘરનું સરનામું શોધવામાં સરળતા રહે છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ પિનકોડની શરૂઆત કઈ રીતે અને ક્યારે કરી હતી.
પિનકોડ માટે છ કોડનો ઉપયોગ થતો હતો
પિનકોડ (PINCODE) એટલે કે “પોસ્ટલ ઇન્ડેક્સ નંબર” એ એક આંકડાકીય કોડ છે જે પોસ્ટલ ડિલિવરી સિસ્ટમમાં ઉપયોગ થાય છે. આ છ અંકનો કોડ છે, જે દેશની કોઈ પણ પોસ્ટ ઓફિસને એક આગવી ઓળખ આપે છે.ટૂંકમાં, પિનકોડ એ છ અંકનો કોડ છે. આ કોડના પહેલા બે અંકો પોસ્ટલ વિસ્તાર સૂચવે છે, પછીના બે અંકો પોસ્ટલ સર્કલ સૂચવે છે અને છેલ્લા બે અંકો પોસ્ટ ઓફિસ સૂચવે છે.
પિનકોડને એડિશનલ સેક્રેટરીએ વિકસાવ્યો હતો
હવે આગળ વાત કરીએ કે તેની શરુઆત ક્યારે થઈ હતી પહેલા ટપાલ પહોંચાડવા માટે ઘણો સમય લગાતો હતો તે સમસ્યાના ઉકેલ માટે પિનકોડની સિસ્ટમ લાગુ કરી હતી. આઝાદી પહેલા ભારતમાં પિન કોડ અસ્તિત્વમાં નહતો. આઝાદી પછી પણ ઘણા દાયકાઓ સુધી પિન કોડ બનાવ્યો નહોતો. વાસ્તવમાં, પિન કોડ 15 ઓગસ્ટ 1972ના રોજ સંચાર મંત્રાલયના તત્કાલીન એડિશનલ સેક્રેટરી શ્રીરામ ભીખાજી દ્વારા પ્રસ્તુત કર્યો હતો.
વિતરણની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સિસ્ટમ લાવ્યા
પોસ્ટ ઓફિસમાં આવતા પત્રોને મેન્યુઅલી સૉર્ટ અને વિતરણની પ્રક્રિયાને સરળ બનાવવા માટે PIN કોડની નવી સિસ્ટમ મહત્વપૂર્ણ હતી. આમ રાજ્યો, જિલ્લાઓ અને શહેરોને ઓળખવા માટે પિન કોડ રજૂ કરવામાં આવ્યા હતા. પોસ્ટલ વિભાગે ભારતને નવ વિશેષ પિન ક્ષેત્રોમાં વહેંચ્યા હતા, જેમાંથી આઠ ભૌગોલિક વિસ્તાર છે અને નવમો વિસ્તાર ભારતીય સેના માટે આરક્ષિત છે. પિન કોડનો પહેલો અંક વિસ્તાર, બીજો અંક સબઝોન છે, ત્રીજો આંકડો તે વિસ્તારની અંદરના વર્ગીકરણ જિલ્લાને દર્શાવે છે અને છેલ્લા ત્રણ અંકો તે જિલ્લાની અંદરની ચોક્કસ પોસ્ટ ઑફિસનો નિર્દેશ કરે છે.