લત્તા મંગેશકરના ગીત પર ડાન્સ કરીને ઢીંગલીએ દિલ જીતી લીધું
નાના બાળકોમાં ભગવાનનું રૂપ હોય છે અને એમની દરેક હરકતો લોકોનું મન મોહી લે છે. રિલના જમાનામાં મોટા તો શું નાના બાળકોની રીતભાત રિલ બનાવવામાં આવી રહી છે અને ઝડપથી વાઇરલ પણ થાય છે તાજેતરમાં માંડ પાંચેક વર્ષની એક ઢીંગલીની એક રિલ્ વાઇરલ થઇ રહી છે. આ રિલમાં દીકરી લત્તા મંગેશકરના ગીત પર મસ્ત ડાન્સ કરે છે, જે જોતજોતામાં લાખો લોકો સુધી પહોંચી ગયો હતો.
વાઈરલ વીડિયોમાં નાના નાના પગલામાં ડાન્સ કરીને ઢીંગલીએ લોકોનું દિલ જીતી લીધું હતું. લત્તા મંગેશકરના કંઠે સ્વરબદ્ધ કરેલી રિલમાં જોવા મળે છે. આજા રે માહિ તેરા રસ્તા દેખ લિયા પર મસ્ત ડાન્સ કરે છે. નેન્સી કિવન નામના યુઝરે તેનો ડાન્સ સાથે રીલ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
આ પોસ્ટ પર હજારો લોકોએ પ્રતિક્રિયા આપી હતી તેમ જ લાખો લોકોને તેની પોસ્ટ પર લાઈક કરી છે. અમુક લોકોએ તો બે નાની નાની ચોટલી વાળેલી દીકરીને જોઇને લોકો દંગ રહી ગયા હતા. એક યૂઝરે તો જનમથી ટેલેન્ન્ટેડ ગણાવી હતી. આ ઉપરાંત આ જ પોસ્ટને અનેક લોકોએ શેર કરીને ખુશી વ્યકત કરી હતી. બીજા એક યૂઝરે દીકરીને વ્હાલથી વધાવી લઈને હાર્ટના ઈમોજી પોસ્ટ કર્યા હતા.
અહીં એ જણાવવાનું કે હવે માતાપિતા પણ પોતાના બાળકોને વધુ ટેલેન્ટેડ બનાવવાની હોડમાં આ પ્રકારના વીડિયો બનાવીને પણ લાઇમ લાઇટમાં આવી રહ્યા છે, જ્યારે શોર્ટ કટના રસ્તે ઝડપથી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે પણ એના લાભ સાથે ગેર લાભને અવગણી શકાય નહિ એમ પણ સોશિયલ મીડિયા યુઝરે લખ્યું હતું.