વંદે ભારત સ્લીપર ટ્રેન ટૂંક સમયમાં થશે શરૂ
વંદે ભારત સ્લીપર ટ્રેન દિવાળીની આસપાસ શરૂ થવાની શક્યતા, જાણો ટ્રેનની ખાસિયતો, સુવિધાઓ અને અન્ય વિગતો.

તહેવારોની સિઝનમાં ભારતીય રેલવે પ્રવાસીઓ માટે એક મોટી ભેટ લાવવાની તૈયારી છે. ટૂંક સમયમાં દેશની પહેલી વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ લોન્ચ કરવામાં આવશે, જે દિવાળી સુધી ટ્રેન ટ્રેક પર ઉતારશે. શરુઆતમાં આ ટ્રેન દિલ્હીથી ભોપાલ, અમદાવાદ અને પટના રુટ પર દોડાવવામાં આવશે, જેથી નાઈટ જર્નીમાં ટ્રેન આરામદાયક બનશે, જ્યારે બે સ્ટેશન વચ્ચેનું અંતર ઘટશે.
ટ્રેનની ખાસિયત શું છે?
વંદે ભારત સ્લીપર ટ્રેન સૌથી પહેલી વખત ચલાવવામાં આવશે. લોન્ગ રુટમાં વંદે ભારત સ્લીપર ટ્રેન દોડાવવાનું રેલવે માટે પણ એક સફળ એક્સપરિમેન્ટ રહેશે. ઉદાહરણ તરીકે દિલ્હીથી પટણા, જેમાં 13થી 17 કલાક લાગે છે, જ્યારે વંદે ભારત સ્લીપર ટ્રેનમાં ફક્ત અગિયાર કલાકમાં પૂરી થશે. આ ટ્રેનની જાહેરાતમાં સપ્ટેમ્બરના અંતમાં થઈ શકે છે આ ટ્રેનનું સંચાલન ઓક્ટોબરની શરુઆતમાં થઈ શકે છે. આ ટ્રેનનું ભાડું રાજધાની એક્સપ્રેસના માફક થોડું વધારે હોવાની અપેક્ષા છે.
આધુનિક સુવિધા અને ડિઝાઈન
વંદે ભારત સ્લીપર ટ્રેનમાં પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.ટ્રેનમાં સીસીટીવી કેમેરા, આધુનિક ફાયર સિસ્ટમ અને ક્રેશ બફર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ટ્રેનની સીટિંગ વ્યવસ્થા પણ આરામદાયક રહેશે, જ્યારે ટ્રેનના દરવાજા ઓટોમેટિક રહેશે. ઓનબોર્ડ ટ્રેનમાં વાઈફાઈની સુવિધા રહેશે. ટ્રેનના ફર્સ્ટ એસી, સેકન્ડ, થર્ડ ક્લાસમાં કૂલ મળીને કૂલ ક્ષમતા 1,128 રહેશે.
200 વંદે ભારત સ્લીપર રેક નિર્માણનો કોન્ટ્રાક્ટ
હાલમાં દસ વંદે ભારત સ્લીપર ટ્રેનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. એના સિવાય ચેન્નઈ ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ)એ પચાસ અને વંદે ભારત સ્લીપર રેક બનાવવાનું કામ શરુ કર્યું છે. રેલવેએ આઈસીએફને 200 વંદે ભારત સ્લીપર રેકનું નિર્માણ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે, જેમાં 120 ટ્રેનમાં 16 કોચ હશે. પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને રેલવેએ ખાસ કરીને લોકપ્રિય રુટ્સ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં કોચ વધારવાની યોજના હાથ ધરી છે. ત્રણ વંદે ભારત ટ્રેનના 16 કોચની સંખ્યા વધારીને 20 કરવામાં આવશે, જ્યારે ચાર વંદે ભારતના આઠ કોચમાંથી 16 કોચ વધારવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
