June 30, 2025
મનોરંજન

ગુજરાતી શેઠની લાડલી દીકરીએ ધૂમ મચાવી હતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં, જાણો કોણ હતી?

Spread the love

બોલીવુડના સ્ટાર કલાકારોમાં દિલીપ કુમાર, રાજ કપૂર અને દેવાનંદનો એક દૌર હતો. એના પછીની પેઢીમાં રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્રનો જમાનો આવ્યો. નેવુંના દાયકા પછી ખાન પરિવાર, કપૂર પરિવારનું નામ જોડાયું હતું. રોયલ પરિવાર સાથે કનેક્શન ધરાવનારી અભિનેત્રીઓનું નામ પણ રોયલ સ્ટારની યાદીમાં લેવાતું હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જેમ નાની ઉંમરે રાજ કપૂરે ઝંપલાવ્યું હતું એની માફક અભિનેત્રીઓની પણ લાંબી યાદી હતી, જે પૈકી વાત કરીએ સ્ટાર અભિનેત્રી ડિમ્પલ કાપડિયાની. રાજ કપૂરે ડિમ્પલ કાપડિયા ખુદ ગુજરાતી શેઠની દીકરી હતી અને નાની ઉંમરે ફિલ્મ ક્ષેત્રે ઝંપલાવીને નામ કમાવ્યુ હતું.

ડિમ્પલ કાપડિયાની અમુક અંગત વાતો સાથે કરીએ તેના જીવનના અનેક પડકારો અને કારનામાની. કારનામું એટલા માટે લખવું પડે, કારણ કે કદાચ બોલીવુડની પહેલી એવી અભિનેત્રી હતી જેને સગીર એટલે 16 વર્ષની ઉંમરે કર્યા હતા લગ્ન અને એના એક વર્ષ પછી માતા બની હતી. માતા બન્યા પછી બીજી ચોંકાવનારી વાત એ હતી કે નવ વર્ષ પછી પતિનું ઘર છોડ્યું હતું અને અલગ રહેવા લાગી હતી. બીજી અજાણી વાત કરીએ કે ડિમ્પલ કાપડિયાની શોધ પણ ગ્રેટ શોમેન રાજ કપૂરે કરી હતી અને અભિનેત્રી બનાવી દીધી હતી.

ડિમ્પલના પિતા ચુનીભાઈ કાપડિયા એક શ્રીમંત શેઠ હતા. આઠમી જૂન 1957માં બેટ્ટી કાપડિયાને ત્યાં જન્મેલી ડિમ્પલ રાજેશ ખન્નાની મોટી પ્રશંસક હતી પહેલી મુલાકાત અમદાવાદમાં થઈ હતી. અમદાવાદના એક કાર્યક્રમમાં બંનેની મુલાકાત થઈ અને પછી બંને એકબીજાના નજીક આવ્યા હતા. 1973માં બંનેએ લગ્ન કર્યા ત્યારે ડિમ્પલની ઉંમર 16 વર્ષ હતી અને સુપરસ્ટાર રાજેશ ખન્નાની ઉંમર 31 હતી. મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ રાજેશ ખન્નાના લગ્નને લઈ ખળભળાટ મચી ગયો હતો, કારણ કે એ જમાનામાં સામાન્ય મહિલાઓ જ નહીં, પણ જાણીતી અભિનેત્રીઓ પણ રાજેશ ખન્નાની મોટી ચાહક હતી.

કહેવાય છે કે 13 વર્ષની ઉંમરે તો રાજ કપૂરે ડિમ્પલને બોબી ફિલ્મ માટે સાઈન કરી હતી, જેમાં રાજ કપૂરના પુત્ર ઋષિ કપૂરની સામે મુખ્ય રોલમાં હતી અને રાજ કપૂરની બોબી ફિલ્મે બોક્સઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. પહેલી જ ફિલ્મમાં બંને રાતોરાત સ્ટાર બની ગયા હતા. બોબી ફિલ્મની સફળતાના એક વર્ષ પછી ડિમ્પલ કાપડિયા માતા બની હતી. રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા પછી ડિમ્પલે બે દીકરીને જન્મ આપ્યો હતો, જેમાં એક ટિવન્કલ અને બીજી રિંકી. લગ્ન પછી રાજેશ ખન્ના સાથે જોરદાર ઝઘડા થતા હતા અને પછી બંને અલગ રહેવા લાગ્યા હતા. રાજેશ ખન્નાથી અલગ થયા પછી રાજેશ ખન્નાને છૂટાછેડા આપ્યા નહોતા.

ડિમ્પલ કાપડિયા માતા બન્યા પછી ફિલ્મ ક્ષેત્રે વધુ એક્ટિવ રહી નહોતી, પરંતુ તેની જાણીતી ફિલ્મોમાં સાગર, રુપાલી, લેકિન, ઐતબાર, મંજિલ મંજિલ, રામ લખન હતી, જ્યારે છેલ્લે ડિમ્પલ કાપડિયા તુ ઝૂઠી મેં મકારમાં બોની કપૂર સાથે જોવા મળી હતી. જોકે, સાગર ફિલ્મમાં ડિમ્પલના અભિનયને વિશેષ પસંદ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!