ડાયરેક્ટર સાથેના અફેરને કારણે એ અભિનેત્રીની ફિલ્મી કારકિર્દી બરબાદ થઈ ગઈ….
દરેક વ્યક્તિના જીવનમાં સફળતા મળે છે, જે પોતાની પસંદ પ્રમાણે સફળતા મળ્યા પછી એ જ રસ્તા નિષ્ફળતા મળે છે. ફિલ્મી કલાકારોની જિંદગીમાં આ વાત બહુ લાગુ પડતી હોય છે. નેવુંના દાયકાની જાણીતી અભિનેત્રીની વાત કરીએ તો એને એટલી હદે સફળતા મળી હતી કે એને અભિનેતા કરતા વધુ ફી મળતી હતી, પણ એક અફેર ભારે પડી ગયો અને ફિલ્મી કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હતી. ફિલ્મના ડાયરેક્ટર સાથે અફેરને કારણે એની પત્નીએ થપ્પડ સુધ્ધા ખાવાની નોબત આવી એના પછી ડાયરેક્ટરના જીવનમાં ભંગાણ પડ્યો હતો.
બોલીવુડમાં અનેક અભિનેત્રીઓ જેમણે પોતાની મહેનતના દમ પર ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી હતી. એક્ટિંગની સાથે સુંદરતાએ ચાહકોનું દિલ જીત્યું હતું અને એ અભિનેત્રીએ ખુદ ડાયરેક્ટરનું દિલ જીતી લીધું હતું એ એક્ટ્રેસ તો સફળતા બુલંદી પર પહોંચ્યા પછી અભિનેતાઓ કરતા પણ વધુ ફી લેતી હતી, પણ એક ભૂલ કહો કે ડાયરેક્ટર સાથેના પ્રેમને કારણે ફિલ્મી કારકિર્દી પર પૂર્ણ વિરામ મૂકાયું હતું. સમજો તમામ ફિલ્મી કારકિર્દીની સફળતા પછીનો અંત આવ્યો હતો.
જી, હા અમે એ અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ એનું નામ છે ઉર્મિલા માતોંડકર છે. ઉર્મિલા માંતોડંકર ફિલ્મી દુનિયામાં સફળતા મળ્યા પછી હંમેશા લાઈમલાઈટમાં રહી. ચાહે તેની ફિલ્મી હોય કે રાજકીય કારકિર્દી. ફિલ્મોમાં લગલાગાટ સફળ ફિલ્મો કર્યા પછી રામ ગોપાલ વર્મા સાથે નામ જોડાયું તે છેક ફિલ્મી દુનિયા છોડે છૂટકો થયો હતો. રાજકારણમાં એક નહીં બે પાર્ટીમાં જોડાયા પછી સફળ રાજકારણી બની શકી નહીં. એટલું જ નહીં, દસ વર્ષ મોટા મોહસીન અખ્તર (માર્ચ, 2016માં મોડલ અને બિઝનેસમેન મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કરીને ચર્ચામાં આવી હતી) સાથે છૂટાછેડાની અફવાને કારણે ચર્ચામાં રહી હતી.
આ કારણે ઉર્મિલાની કારકિર્દી બરબાદ થઈ
ઉર્મિલાએ બોલીવુડમાં તો ચાઈલ્ડ એક્ટર તરીકે પગલા માંડ્યા હતા, પણ રંગીલા ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ ફિલ્મ પછી રામ ગોપાલ વર્માની ફિલ્મની લાઈન લાગી ગઈ હતી. રંગીલાના શૂટિંગ વખતે ઉર્મિલા રામ ગોપાલ વર્માને દિલ આપી ચૂકી હતી. એક પછી એક તેર જેટલી ફિલ્મોમાં કાસ્ટ પણ ઉર્મિલાને કરીને રામ ગોપાલ વર્મા પણ ઉર્મિલાના પ્રેમમાં ડૂબ્યા હતા. જોકે, એક જ ડાયરેક્ટર સાથે કામ કરવાને કારણે અન્ય ડાયરેક્ટરની ફિલ્મ મળવાના દરવાજા બંધ થઈ ગયા હતા. રામ ગોપાલ વર્માને કારણે જ અન્ય ફિલ્મ મળી નહોતી.
વીમેન ઈન માઈ લાઈફ નામના પ્રકરણમાં ઉલ્લેખ
રામ ગોપાલ વર્મા અને ઉર્મિલાની લવ સ્ટોરીથી સૌથી વધુ ગુસ્સામાં રામની પત્ની રત્ના આવી હતી. રત્ના વર્માએ ઉર્મિલાને થપ્પડ માર્યા પછી રામ ગોપાલ વર્મા અને રત્નાનું લગ્નજીવન તૂટ્યું હતું, જ્યારે તેની અસર ઉર્મિલાની ફિલ્મી કારકિર્દી પર પડી હતી. રામ ગોપાલ વર્માએ પોતાની ઓટોબાયોગ્રાફીમાં ગન્સ એન્ડ થ્રાઈઝઃ ધ સ્ટોરી ઓપ માઈ લાઈફમાં ઉર્મિલા સાથેના સંબંધો અંગે વાત કરી હતી. રામ ગોપાલ વર્માએ વીમેન ઈન માઈ લાઈફ નામના પ્રકરણમાં લખ્યું ફિલ્મી દુનિયામાં એક એવી અભિનેત્રી આવી કે જેને મને મંત્રમુગ્ધ કર્યો હતો. તેની સુંદરતાથી લઈને તમામ બાબત દિવ્ય હતી.
રંગીલા ફિલ્મ પછી ઉર્મિલા રાતોરાત સ્ટાર બની ગઈ હતી એના પછી જાનમ સમજા કરો, હમ તુમ પે મરતે હૈ, દિલ્લગી, સત્યા, મસ્ત, કૌન અને ખૂબસૂરતમાં જોવા ઉર્મિલા માતોંડકર જોવા મળી હતી. ઉર્મિલાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પોતાને કારકિર્દીની ટોચ પર હતી ત્યારે હીરો કરતા વધુ પૈસા મળતા હોવાની પણ વાત જણાવી હતી. ફિલ્મી સિવાય ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસ પછી શિવસેના પાર્ટીમાં પણ જોડાઈ હતી.